જંગલી પ્રાણીઓ વાહનો પર હુમલો કરતા હોવાના અવારનવાર અહેવાલો સામે આવતા રહે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક જંગલી હાથી Hyundai Santro Xing હેચબેક કારને રમકડાની જેમ ધક્કો મારતો જોવા મળે છે. આ વીડિયો આસામના ગુવાહાટીના નરેંગી મિલિટરી સ્ટેશનનો છે.
વીડિયોને જોતા એવું લાગે છે કે Hyundai Santro Xing પાર્કિંગમાં પાર્ક કરવામાં આવી હતી જ્યારે હાથીએ તેને રમકડાની જેમ ધક્કો માર્યો હતો. આ વિસ્તારમાં વારંવાર જંગલી હાથીઓ જોવા મળે છે. જ્યારે હાથીએ કાર પર હુમલો કર્યો ત્યારે તે સમયે કારમાં કોઈ નહોતું. Hyundai Santro Xing કારને કેટલું નુકસાન થયું છે તે જાણી શકાયું નથી.
Toys-the gentle giants play with☺️☺️
From Assam. Refugees in their own land. pic.twitter.com/3MCG8DShJG— Susanta Nanda IFS (Retd) (@susantananda3) September 22, 2022
આપને જણાવી દઈએ કે આ પહેલા પણ વાહનો પર પ્રાણીઓના હુમલાની ઘણી ઘટનાઓ સામે આવી ચુકી છે. તાજેતરમાં, એક વાઈલ્ડ ઇન્ડિયન બાઇસનનો થ્રી-વ્હીલર પર હુમલો કરતો વીડિયો પણ સામે આવ્યો હતો. આ ઘટના કેરળમાં બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે થ્રી-વ્હીલરના હેડલેમ્પના કારણે વાઇલ્ડ ઇન્ડિયન બાઇસન ભડકી ગયો હતો. બીજી ઘટના કર્ણાટકના હસનુરમકમાંથી પણ નોંધાઈ હતી, જ્યાં એક હાથીએ હોન્ડા અમેઝ પર હુમલો કર્યો હતો.
આ પણ વાંચો:શિખર ધવનથી નારાજ થયા રવિન્દ્ર જાડેજા, કહ્યું- ‘આના લગ્ન કરાવો : જુઓ વીડિઓ
આ પણ વાંચો:ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવ્યું, રોહિતે રમી કેપ્ટનશિપ ઇનિંગ
આ પણ વાંચો:કઈ રીતે લીક થાય છે વીડિયો અને MMS? કઈ રીતે વધે છે ડેટા લીક થવાનું જોખમ, આવો જાણીએ
