Jamnagar News/ જામનગરમાં મહિલા પોલીસ કર્મચારીનું હાર્ટએટેકથી નિધન

જામનગરમાં મહિલા પોલીસ કર્મચારીનું હાર્ટએટેકથી નિધન થયું છે. તેના લીધે મહિલાના મોતથી બે માસની દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે. મહિલા કર્મચારીના મોતના લીધે કુટુંબીજનોમાં શોકનું વાતાવરણ છે.

Gujarat Others Breaking News

Jamnagar News: જામનગરમાં મહિલા પોલીસ કર્મચારીનું હાર્ટએટેકથી નિધન થયું છે. તેના લીધે મહિલાના મોતથી બે માસની દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે. મહિલા કર્મચારીના મોતના લીધે કુટુંબીજનોમાં શોકનું વાતાવરણ છે.મહિલા પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવતા સેજલબેન નકુમનું હાર્ટએટેકના પગલે નિધન થયું છે. તેના પગલે તેમની બે મહિનાની ફૂલ જેવી દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે.

સેજલબેનના મોતથી સમગ્ર કુટુંબમાં ગમગીની વ્યાપી ગઈ છે. મહિલા પોલીસ મથકના પોલીસ કર્મચારી પ્રસૂતિ અર્થે ભાઈના ઘેર આવ્યા પછી ભાઇબીજના દિવસે જ આ કરુણ ઘટના બની હતી. છેલ્લા બે મહિનાથી તેઓ પોતાના માવતરે પ્રસૂતિ અર્થે ગોકુલ નગર રહેવા માટે આવ્યા હતા. જ્યાં ભાઈબીજના તહેવારના દિવસે જ સવારે 11.30 વાગ્યાના અરસામાં બાથરૂમમાં ન્હાવા માટે જતાં તેઓને હૃદય રોગનો હુમલો આવી ગયો હતો, અને સેજલબેનનું મૃત્યુ નીપજ્યું હતું.

તેના પગલે સમગ્ર કુટુંબીજનો શોકગ્રસ્ત થઈ ગયા હતા. મહિલા કર્મચારીની ભાઇબીજ અંતિમ ભાઇબીજ બની ગઈ હતી. આના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી છવાઈ ગઈ હતી. લોકો પણ તહેવાર ભૂલીને શોકમગ્ન થઈ ગયા હતા. આખા પંથકમાં આ કરુણ ઘટનાની ચર્ચા છે.

તેઓના લગ્ન માત્ર અઢી વર્ષ પહેલા થયા હતા, અને પ્રસુતિ અર્થે પોતાના માવતરે આવ્યા બાદ આજથી બે મહિના પહેલાં તેઓએ એક પુત્રીને જન્મ આપ્યો હતો. જે બે માસની પુત્રી સાથે પોતાના માતાના ઘેર રોકાયા હતા, જે દરમિયાન આ બનાવ બની જતાં પરિવારજનોમાં ભારે ગમગીની ફેલાઈ છે. સેજલબેનના સાસુ-સસરા કે જેઓ જામનગરમાં જ રહે છે, પરંતુ તેઓ હાલ યાત્રા પ્રવાસમાં ગયા હોવાથી તેઓને જાણ કરવામાં આવી હતી, અને તાત્કાલિક અસરથી તેઓ જામનગર દોડી આવ્યાં છે, અને સમગ્ર પરિવારમાં ગમગીની ફેલાઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ સાબરકાંઠાના પાટીદાર યુવકનું લંડનમાં ગરબે ઘૂમતા હાર્ટએટેકથી મોત

આ પણ વાંચોઃ પાટણના ચાણસ્મામાં યુવાનનું હાર્ટએટેકથી મોત

આ પણ વાંચોઃ વાડીનારમાં આઈઓસી કંપનીના(IOCL )ચીફ જનરલ મેનેજરનું હાર્ટએટેકથી મોત