India News: પૂર્વાંચલ એક્સપ્રેસવે પર ગુડગાંવથી બિહાર જઈ રહેલી ખાનગી બસને પાછળથી ટ્રકે જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 3 મુસાફરોના મોત થયા છે, જ્યારે 11 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.
Purvanchal Expressway પર ટ્રક અને બસનો અકસ્માત
મળતી માહિતી મુજબ ખાનગી બસ ગુડગાંવથી મુસાફરોને લઈને બિહાર (Bihar) તરફ જઈ રહી હતી. દરમિયાન પૂર્વાંચલ એક્સપ્રેસવે પર તેરી ગામ નજીક અચાનક પાછળથી આવેલા એક ટ્રકે (Truck Collision)બસને જોરદાર ટક્કર (Bus Accident)મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસમાં સવાર મુસાફરોમાં અફરાતફરી અને ચીસાચીસ મચી ગઈ હતી. અકસ્માત બાદ એક્સપ્રેસવે પર થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો.
અકસ્માતમાં 3 મુસાફરોના મોત
આ ગમખ્વાર અકસ્માતમાં બસમાં સવાર 3 મુસાફરોના મોત (3 passengers died)થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે 11 મુસાફરોને ઈજા પહોંચી છે. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો પણ ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા.
અકસ્મતની ગંભીરતાને જોતા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. બલ્દીરાય પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા
પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોમાં કેટલાક મુસાફરોની સ્થિતિ ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે.
અકસ્માત બાદ પોલીસે મૃતકોની ઓળખ અને તેમના પરિવારજનોને જાણ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. બસમાં કેટલા મુસાફરો સવાર હતા અને અકસ્માત કયા ચોક્કસ સંજોગોમાં સર્જાયો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ટેસ્ટ ડ્રાઇવમાં સિંગરે મર્સિડીઝને મારી ટક્કર, CCTVમાં અકસ્માત કેદ
આ પણ વાંચો: આંધ્રપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત; બસ અને ઓટો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત
આ પણ વાંચો: તેલંગાણામાં વહેલી સવારે ગમખ્વાર અકસ્માત: ટ્રક સાથે બસ અથડાતા 6 લોકોના મોત, અનેક ઘાયલ
