Not Set/ અદ્દભુત રમત જેમાં માનવીને કર્મના ફળની સમય રમતના માધ્યમથી અપાતી

13 મી સદીમાં મહાન સંત અને કવિ શ્રી જ્ઞાન દેવે મોક્ષ પટમ નામની અદ્દભુત રમતની રચના કરી હતી, જેથી બાળકો અને નવયુવાન કર્મનું મહત્વ સમજી શકે

Dharma & Bhakti
1 30 અદ્દભુત રમત જેમાં માનવીને કર્મના ફળની સમય રમતના માધ્યમથી અપાતી

13 મી સદીમાં મહાન સંત અને કવિ શ્રી જ્ઞાન દેવે મોક્ષ પટમ નામની અદ્દભુત રમતની રચના કરી હતી, જેથી બાળકો અને નવયુવાન કર્મનું મહત્વ સમજી શકે. પરંતુ વિદેશીઓ આ રમતને ભારતમાંથી બહાર લઇ ગયા અને સાપસીડી નામ આપી દીધું. મણે પોતાની રમતમાં માત્ર આંકડા ઉપર વધુ મહત્વ આપ્યું, જયારે મોક્ષ પટમમાં દરેક સંખ્યા કે ખાનામાં જીવન સાથે જોડાયેલી સારી વાતો, બુરાઈ, પંચતત્વ વગેરેનું વિવરણ આપવામાં આવ્યું હતું.

હવે ધ્યાન આપીએ આ રમતના કેટલાક વિશેષ ખાના ઉપર જેમાં સાંપ અને સીડી બનેલા છે. આ રમતમાં સાપ ખરાબ કર્મ છે અને સીડી સારા કર્મનું ફળ દર્શાવે છે. નીચેથી ડાબી બાજુથી અંક 1 થી શરૂ થતી રમત ઉપરના ખૂણા વાળા 72 અંક સુધી જાય છે. 10 માં સ્થાન ઉપર સીડી છે ત્યાં તપસ્યા લખ્યું છે અને તે ઉપર લઇ જશે 23 માં સ્થાન ઉપર જે સ્વર્ગ છે, જેનો અર્થ છે તપ કરવાથી જ સ્વર્ગ મળે છે. 12 માં સ્થાન ઉપર સાંપ છે જ્યાં ઈર્ષા લખ્યું છે અને તે તમને નીચે લાવે છે 8 માં સ્થાન ઉપર. એટલે સંસાર અને સાંસારિક મોહ માયામાં અટકી રહેશો અને પ્રભુ પ્રાપ્ત નહી થાય.

16 માં સ્થાન ઉપર આવે છે સાંપ એટલે દ્વેષ અને તમે નીચે 4 થા સ્થાન ઉપર આવી જશો જે છે લોભનું સ્થાન. લોભી વ્યક્તિથી જ દ્વેષ રહેશે અને તમે લોભીનું જીવન જીવશો જેનો અર્થ છે લોભી વ્યક્તિના કોઈ સાચા સંબંધી નથી હોતા. જરૂર પડે ત્યારે કોઈ લોભીની મદદ નથી કરતા. 17 માં સ્થાન ઉપર આવશે સીડી એટલે દયા અને તે તમને સીધા 69 માં સ્થાન ઉપર લઇ જશે જે બ્રહ્મ લોક હોય છે, જ્યાં સ્વયં શ્રી બ્રહ્માનો નિવાસ હોય છે. અને ત્યાં એ લોકો નિવાસ કરે છે જે સત્યનું જ્ઞાન પ્રાપ્ત કરી ચુક્યા હોય છે, અને જે સંસારની મોહ માયાને સમજી શકે છે. કેમ કે શ્રી બ્રહ્માએ જ સૃષ્ટિનું નિર્માણ કર્યું છે. તેનો અર્થ એ છે કે દયા કરવાથી કરુણા આવે છે અને કરુણાથી પ્રેમ જાગે છે અને પ્રેમથી પ્રભુ મેળવવા સરળ છે અને જે જીવ દયા કરે છે તે સીધા ઘણા ઉપર જઈ શકે છે.

20 માં સ્થાન ઉપર આવશે સીડી એટલે દાન અને તે સીધા તમને 32 માં સ્થાન ઉપર લઇ જાય છે જે મહર લોક હોય છે, જ્યાં સંત અને ઋષિ નિવાસ કરે છે. તેનો અર્થ છે કે દાન આપવાથી કર્મ મપાય છે અને મનુષ્ય સંતયોનીને પ્રાપ્ત થાય છે. 22 માં સ્થાન ઉપર આવશે સીડી એટલે ધર્મ અને તે સીધા તમને 60 માં સ્થાન ઉપર લઇ જશે જે સદ્દબુદ્ધીનું સ્થાન છે. જેનો અર્થ છે કે ધર્મ કરવાથી સદ્દબુદ્ધી આવે છે અને તમે જીવનમાં આગળ આવો છો.

24 માં સ્થાન ઉપર સર્પ છે એટલે કુસંગ અને તે તમને 7 માં સ્થાન ઉપર પછાડી દે છે જે મદ છે. જેનો અર્થ છે કુસંગતીમાં રહેવાથી ખરાબ તેવો પડે છે અને વ્યક્તિ કુકર્મોને કારણે સફળતા પ્રાપ્ત નથી કરી શકતા. 27 માં સ્થાન ઉપર આવશે સીડી એટલે પરમધર્મ અને તે તમને 41 માં સ્થાન ઉપર લઇ જશે જે જન લોક છે, જ્યાં શ્રી બ્રહ્માના પુત્ર અને પુત્રીઓ નિવાસ કરે છે. પરમધર્મનો અર્થ છે સાંસારિક જીવન ભોગવતા ધર્મ અને કર્મોને શ્રેષ્ઠ રાખવાના છે. જે વ્યક્તિ પરમધર્મનું પાલન કરે છે તેને જનલોકમાં એટલે કે શ્રીબ્રહ્માના કુટુંબમાં સ્થાન મળે છે. 28 માં સ્થાન ઉપર આવશે સીડી એટલે સતધર્મ અને તે તમને 59 માં સ્થાન ઉપર લઇ જાય છે જે સત લોક છે અને બ્રહ્માનું નિવાસ સ્થાન છે. સતધર્મનો અર્થ મન, કર્મ, વાણીમાં શુદ્ધ, ગૌ અને માનવ સેવા જેમના માટે સર્વોપરી છે તે સત્યલોકને પ્રાપ્ત થાય છે.

29 માં સ્થાન ઉપર સર્પ છે એટલે અધર્મ અને તે તમને 6 માં સ્થાન ઉપર ઉતારી દેશે જે મોહ છે. તેનો અર્થ છે કે અધર્મ કરવાથી વ્યક્તિ મોહ તરફ જતા રહે છે અને એવા વ્યક્તિ દુઃખ ભોગવે છે. 37 માં સ્થાન ઉપર છે સીડી એટલે જ્ઞાન અને તે તમને 66 માં સ્થાન ઉપર લઇ જશે જે આનંદ લોક છે. જ્ઞાન અર્જિત થવાથી માનવી પોતાનું જીવન ધરતી ઉપર પણ સ્વર્ગ જેવું બનાવી શકે છે, અને જ્યાં તે રહે છે ત્યાં આનંદમાં હોય છે એટલા માટે તેને આનંદલોક કહેવામાં આવે છે. 44 માં સ્થાન ઉપર સર્પ છે એટલે દ્વિધા અને તે તમને 9 માં સ્થાન ઉપર પછાડી દેશે જે છે કામ. તેનો અર્થ છે કે તમે બીજાને દુઃખ આપશો તો સ્વયં પણ તે ભોગવવું પડશે અને તમારા તમામ કાર્ય નિષ્ફળ જશે. 45 માં સ્થાન ઉપર સીડી છે એટલે સુવિધા અને તે તમને 67 માં સ્થાન ઉપર લઇ જશે જે છે શિવલોક એટલે અનંત શાંતિ અને એકાગ્રતા. એટલે કે તમે બીજાને સુખ આપશો તો તમને અસીમ માનસિક શાંતિ અને સંતુષ્ટિ મળશે, પરમ શ્રી શિવની કૃપાથી. 46 માં સ્થાન ઉપર સીડી છે એટલે વિવેક અને તે તમને 62 માં સ્થાન ઉપર પહોંચાડી દેશે એટલે કે સુખ સુધી. અર્થાંત વિવેકથી કામ લેવા વાળા વ્યક્તિ સુખ ભોગવે છે કેમ કે તે બીજાની વાતોમાં ન આવીને સ્વયં સમજી વિચારીને નિર્ણય લે છે અને પોતાનું નુકશાન થવાથી બચાવે છે. 52 માં સ્થાન ઉપર સર્પ છે એટલે હિં સાઅને તે તમને સીધા નીચે 35 માં સ્થાન ઉપર પછાડે છે જે નર્ક છે. એટલે કોઈ પણ જીવ કે માણસ સાથે હિં સાકે તેનો વ ધકરવો મહાપાપ છે અને તેનું ફળ માત્ર નરક લોક છે.

54 માં સ્થાન ઉપર સીડી એટલે ભક્તિ છે જે સીધા તમને 68 માં સ્થાન ઉપર એટલે વૈકુઠ ધામમાં લઇ જાય છે. વૈકુઠનો શાબ્દિક અર્થ છે જ્યાં કુંઠા ન હોય. કુંઠા એટલે નિષ્ક્રિયતા, અક્રમી, નિરાશા, હતાશા, આળસ અને દરિદ્રતા. તેનો અર્થ એ થયો કે વૈકુઠ ધામ એવું સ્થાન છે જ્યાં કર્મહીનતા નથી, નિષ્ક્રિયતા નથી. કહે છે કે પુણ્ય કર્મ કરવા વાળા લોકો વૈકુઠ જાય છે. 55 માં સ્થાન ઉપર સર્પ છે એટલે અહંકાર જે સીધા નીચે 2 નંબરના સ્થાન ઉપર પછાડી દે છે એટલે પ્રગતિથી અહંકાર આવે છે અને જો તેને દુર ન કરવામાં આવે તો તે માણસને માયામાં ફસાવી દે છે જ્યાં માયાલોકમાં તેનું દમન થાય છે.

61 માં સ્થાન ઉપર સર્પ છે એટલે દુર્ગુણ જે તમને ઘણા નીચે 13 માં સ્થાન ઉપર પછાડી દે છે જે અવકાશ છે. એટલે કે જે રીતે અવકાશનો ન તો કદી અંત છે તે રીતે દુર્ગુણ વાળા વ્યક્તિ એવા જ અનંત જાળમાં ફસાઈને રહી જાય છે અને પરમ પદ પાપ્ત નથી કરી શકતા. 63 માં સ્થાન ઉપર સર્પ છે તામસ એટલે કે તમસ. તે અજ્ઞાન જે તમને નીચે 3 નંબરના સ્થાન ઉપર પછાડી દે છે જે ક્રોધ છે. એટલે કે અજ્ઞાની વ્યક્તિ કોઈ વાતને યોગ્ય રીતે સમજતા નથી અને બધા કામ ઉંધા કરે છે જેથી તેનો વિનાશ થાય છે.

72 માં અને છેલ્લા અને સૌથી ઉપર સ્થાન ઉપર સર્પ હોય છે એટલે તમોગુણ જે તમને નીચે 51 માં સ્થાન ઉપર એટલે પૃથ્વી ઉપર ઉતારી દેશે. સૌથી છેલ્લા સ્થાનમાં સર્પ રાખવાનો અર્થ છે કે વ્યક્તિ જયારે ઉંચાઈ પ્રાપ્ત હોય છે તો અહંકારના વશમાં આવીને તમોગુણી બની જાય છે જેમાં તામસી ભોજન જેવા કે વધુ તીખું, પશુ ભ ક્ષણ, બીજું ખરાબ આચરણ કરવા જેમ કે અન્યને ખરું-ખોટું કહેવું, મ દમાં રહેવું વગેરે. અને આવા વ્યક્તિ સુખના ચરમ ઉપર પહોંચી તો જાય છે પણ તેના તમોગુણ તેને પૃથ્વી લોકમાં ધકેલી દે છે અને તે પૃથ્વી લોકનીમાં ભટકતા રહે છે અને પ્રભુને પ્રાપ્ત નથી કરી શકતા. તો આ હતું મોક્ષ પટમનું મહત્વ જેમાં રમત રમતમાં વ્યક્તિના જીવનનો સાર જણાવવામાં આવ્યો છે.