આત્મહત્યા/ સુરતમાં ઓનલાઇન ગેમ રમતા યુવકને 30 લાખનું દેવું થઇ જતાં કરી આત્મહત્યા

આજે યુવાધન ઓનલાઇન ગેમના રવાડે ચડી ગયું છે, જેના લીધે માઠા પરિણામ સામે આવતા હોય છે. એવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

Top Stories Gujarat
2 22 સુરતમાં ઓનલાઇન ગેમ રમતા યુવકને 30 લાખનું દેવું થઇ જતાં કરી આત્મહત્યા
  • સુરત ઓનલાઇન ગેમે લીધો યુવકનો જીવ
  • કેસીનો ગેમમાં દેવું વધી જતા કર્યો આપઘાત
  • સ્યુસાઇડ નોટ લખી કર્યો આપઘાત
  • 30 લાખનું દેવું થયાનો કર્યો ઉલ્લેખ
  • સાગર સુરતની ખાનગી કંપનીમાં નોકરી કરતો

આજે યુવાધન ઓનલાઇન ગેમના રવાડે ચડી ગયું છે, જેના લીધે માઠા પરિણામ સામે આવતા હોય છે. એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ઓનલાઈન ગેમમાં દેવું થઈ જતા યુવકને આપઘાત કર્યો છે. સુરતના અડજણમાં ઓનલાઈન ગેમે યુવકનો ભોગ લીધો છે. ઓનલાઈન ગેમમાં 30 લાખ રૂપિયાનું દેવું થતા યુવકે આપઘાત કર્યો હતો. આશ્ચર્યની વાત તો એ છે, આ યુવક 14 દિવસ પહેલાં જ પિતા બન્યો હતો.

સુરતમાં આત્મહત્યાનો એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં યુવક ઓનલાઈન ગેમના ચક્કરમાં 30 લાખના દેવામાં ડૂબી ગયો હતો, અને તેની પાસે મોત સિવાય બીજો કોઈ રસ્તો રહ્યો ન હતો. ત્યારે સુરતના અડાજણ પાલ વિસ્તારમાં રહેતા 29 વર્ષીય યુવક સાગર કિશોરરાવ ત્રિકાંડીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. સાગર હજીરાની એલએન્ડટી કંપનીમાં ફીટર તરીકે નોકરી કરતો હતો. તેણે બુધવારે રાત્રે પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ત્યારે તેના આ પગલાથી તેનો પરિવાર આઘાત પામ્યો છે.

મોત પહેલા લખેલી સ્યૂસાઈડ નોટથી માલૂમ પડ્યુ કે તેને ઓનલાઈન ગેમ રમવાનો ચસ્કો લાગ્યો હતો. ઓનલાઈન ગેમના ચક્કરમાં યુવકના માથે 30 લાખનુ દેવુ થઈ ગયુ હતું. ઓનલાઈન કેસીનો ગેમમાં યુવકને 30 લાખનુ દેવુ થયુ હતું. ત્યારે સ્યુસાઈડ નોટમાં યુવકે લખ્યું કે, હું સાગર ત્રિકાંડે મારી જાતે આત્મહત્યા કરૂ છુ. મારા પર કોઈ જોર જબરદસ્તી નથી. મેં જીવનની મોટી ભૂલ કરી છે, કંઈ કરી શકતો નથી.  હું જુગારમાં ઓનલાઈન કેસીનોમાં 30 લાખ રૂપિયાનું દેવું કરી બેઠો છું એટલે હું આત્મહત્યા કરૂ છું.