બનાસકાંઠા/ ડીસાના બુરાલ ગામમાં ખેતરમાં કામ કરતા યુવકનું વીજળી પડતા મોત

ખેતરમાં કામ કરતા મજૂર પર વીજળી પડતા મોત નીપજ્યું હતું. બુરાલ ગામના જગમલભાઈ પટેલમાં મજૂર કામ કરતો હતો. ખેતરમાં આવેલી તમાકુની ફળીમાં…

Gujarat Others
વીજળી પડતા મોત

બનાસકાંઠા જિલ્લાના ડીસા તેમજ આસપાસના ગામમાં વહેરલી સવારથી સૌથી વધારે વરસાદ નોંધાયો હતો. ડીસા અને આજુબાજુના ગામમાં સતત વરસાદથી ઘણા ખેતરો પાણીમાં ગરકાવ થઈ હતા અને ખેડૂતોએ ઉભા પાકને ભારે નુકસાન થશે તેવી ફરિયાદ કરી હતી. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં છાંટા પડ્યા હતા તો ઉત્તર ગુજરાત હજી પણ પૂરતા વરસાદથી વંચિત છે. ત્યારે આવામાં ડીસા તાલુકાના બુરાલ ગામમાં વીજળી પડતા એક યુવકનું મોત થયું છે.

આ પણ વાંચો :જામનગરમાં શખ્સે ગુમાવ્યો સ્ટેરિંગ પરથી કાબુ, ઘરમાં ઘુસી કાર

જણાવી દઈએ કે, ખેતરમાં કામ કરતા મજૂર પર વીજળી પડતા મોત નીપજ્યું હતું. બુરાલ ગામના જગમલભાઈ પટેલમાં મજૂર કામ કરતો હતો. ખેતરમાં આવેલી તમાકુની ફળીમાં વીજળી પડતા યુવકનું મોત નીપજ્યું છે.

ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ડીસા, ક્વાંટમાં પાંચ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. 40 તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ થયો હતો.  સોમવારે બનાસકાંઠા, નર્મદા, છોટા ઉદેપુરમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. મહેસાણાના ખેરાલુમા વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. ખેરાલુ. વૃંદાવન ચોકડી ,  ડાવોલ, મુબારકપરા સહિત તાલુકાના તમામ વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે.

આ પણ વાંચો :રાજ્યમાં કોરોનાના કેસમાં આંશિક વધારો,છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 21 કેસ

રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 82.40 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. નજર કરીએ ક્યાં ઝોનમાં કેટલો વરસાદ વરસી ચૂક્યો છે તેના પર તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 93 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે કચ્છમાં 88 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં 82 ટકા અને મધ્ય ગુજરાતમાં 74 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 67 ટકા વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો :દસાડાના નાવીયાણી-મેરા રોડ પરથી વિદેશી દારૂની 925 બોટલો સાથે કાર ઝડપાઇ

આ પણ વાંચો :પાટડીના બજાણા પુલ પાસે ઝરખ દેખાતા સ્થાનિકોમાં કુતૂહલ સાથે ફફડાટ વ્યાપ્યો