શંકાસ્પદ મોત/ ભાવનગરના ઘોઘામાં યુવકનું શંકાસ્પદ મોત

ભાવનગરના ઘોઘામાં એક યુવકનું શકાસ્પદ રીતે મોત નીપજ્યું છે, મિત્રો સાથે નહાવા સીદસર ગયા હતા અને આ દરમ્યાન જ તેનું મોત નીપજ્યું હતું.

Gujarat
સીદસર

ભાવનગરમાં એક મોટી ઘટના બની છે, ભાવનગરના ઘોઘામાંથી એક યુવકનું અચાનક જ મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ મોત કઈ રીતે થયું તે હજુ પણ એક શંકાસ્પદ મામલો છે.  તપાસમાં એવું સામે આવ્યું છે કે બધા મિત્રો એકસાથે ફરવા ગયા હતા, અને આ વચ્ચે જ તેમના એક મિત્રનું મોત નીપજ્યું હતું. આ યુવકનું  નામ વિશાલ સોલંકી હોવાનું સામે આવી રહ્યું છે. વિશાલ તેના મિત્રો સાથે સીદસર નાહવા ગયો હતો.

 મિત્રો સાથે ગયેલી એ ટ્રીપ આ રીતે ભારે પડશે તેવું કોઈએ વિચાર્યું ન હતું. વિશાલ અને તેના મિત્રો સીદસર પહોચ્યા હતા, અને અચાનક જ જોતજોતામાં વિશાલ સોલંકી નું શંકાસ્પદ રીતે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.  યુવકને તત્કાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તે પહેલા જ ઘટનાસ્થળે વિશાલનું મોત નીપજ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. પરિવારજનોને આ જાણ થતા તેઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા.

 

આ પણ વાંચોઃ નવી સંસદ/ નવી સંસદ માટે ક્યાંથી લાવવામાં આવી છે નવી-નવી ચીજો

આ પણ વાંચોઃ હિંમત/ તાલિબાની ક્રૂરતા વચ્ચે પણ મહિલાએ IIT મદ્રાસમાંથી કેવી રીતે એન્જિનીયરિંગ પૂરુ કર્યુ તે જાણો

આ પણ વાંચોઃ અમેરિકા-દિવાળીની રજા/ અમેરિકામાં દિવાળીની સરકારી રજા રહેશે! PM મોદીની મુલાકાત પહેલા અમેરિકા ભારતીયોને ભેટ આપશે