Surat News/ વિદેશ જવાના અભરખા સુરતના યુવકને ભારે પડ્યા! કેનેડા તો દૂર પહોંચી ગયો હોસ્પિટલ

વિદેશ જવા દર બીજા ગુજરાતીના અભરખા હોય છે. તેમાં પણ કેટલાક તો ગેરકાયદેસર જવા માટે પણ લાખોનો ધુમાડો કરતા હોય છે, જીવ પર રિસ્ક લઈ લેતા હોય છે. ત્યારે આવામાં સુરતના યુવકને કેનેડા જવું ભારે પડ્યું છે.

Top Stories Gujarat Surat Breaking News
a-youth-from-surat-was-cheated-by-a-visa-agent

Surat News: એજન્ટો દ્વારા વિદેશ જતા લોકોએ સાવધાન રહેવું જોઈએ. કારણ કે તમે પણ છેતરપિંડી (Fraud)નો ભોગ બની શકો છો. તાજેતરમાં સુરતમાં આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં સુરત (Surat)ના કામરેજ (Kamraj)ના નનસાડ ગામના કિશન રોજવાડીયા નામના યુવકે કેનેડા જવા માટે એક એજન્ટનો સંપર્ક કર્યો હતો. આ એજન્ટે યુવક પાસેથી 10 લાખ રૂપિયા પડાવી લીધા હતા અને તેને કેનેડાને બદલે દુબઈ મોકલી દીધો હતો. જેમાં એજન્ટે તેને દુબઈ મોકલ્યા બાદ હાથ ઉંચા કરી દીધા હતા. ત્યારે આ ઘટનાને લઇ યુવક મુશ્કેલીમાં મુકાઇ ગયો હતો.

આ ઘટનામાં, યુવક દુબઈમાં ઘણા દિવસો વિતાવ્યા પછી ઘરે પરત ફર્યો હતો. જે બાદ યુવકે એજન્ટ પાસેથી પોતાના પૈસા પાછા માંગ્યા, પરંતુ એજન્ટે ના પાડી દીધી. જેના કારણે આર્થિક તંગીથી કંટાળીને યુવકે ઝેર પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. આ ઘટનામાં પોલીસે એજન્ટ આશિષ મોવલિયા, દીપક સાવલિયા અને દિવ્યા મોવલિયા વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

બીજી તરફ, યુવકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે, પરંતુ યુવાનોમાં વિદેશ જવાનો ક્રેઝ હોવાથી તેઓ આવી લાલચનો શિકાર બને છે. તે સમયે સ્થાનિક લોકોએ આવા દલાલો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહેસાણાના વેપારી સાથે પંજાબના વેપારીએ કરી રૂ. 50 લાખની છેતરપિંડી

આ પણ વાંચો:GST બોગસ બીલિંગ મામલે ઇકો સેલની મોટી કાર્યવાહી, દુબઈ ભાગી રહેલા આરોપીની કરી ધરપકડ

આ પણ વાંચો:કડીમાંથી પકડાઈ કબૂતરબાજી, અમેરિકા મોકલવાના નામે 1.50 લાખની છેતરપિંડી