Surat News/ સુરતમાં મોપેડ બાઈકની ચોરીની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોતાની અગાઉની ચોરીની બાઈક મળી આવી

યુવકના છ મહિનામાં બે વાહન ચોરી થઈ જતાં ભારે નિરાશ થઈ ગયો હતો

Top Stories Gujarat Surat
Beginners guide to 2024 10 06T152235.559 સુરતમાં મોપેડ બાઈકની ચોરીની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોતાની અગાઉની ચોરીની બાઈક મળી આવી

Surat News : સુરતમાં બનેલા એક બનાવમાં મોપેડ બાઈકની ચોરીની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોતાની છ મહિના પહેલા ચોરાયેલી બાઈક મળી આવી હતી. .સુરતના અપૂર્વ શાહ નામના યુવકની સ્કૂટી ચોરી થઈ જતા તે અલથાણ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા માટે ગયો હતો. જ્યાં તેણે જોયું તો પોલીસ દ્વારા જપ્ત કરાયેલા વાહનમાં 6 માસ પૂર્વે તેની ચોરાયેલી બાઈક મૂકાયેલી છે. બાઈક પર લખેલ ‘ડોમિનેટર’ લખાણથી યુવકને આ પોતાની જ બાઈક છે તેવી ઓળખ થઈ હતી. સુરત શહેરના નાનપુરા ખાતે રહેતો 28 વર્ષીય અપૂર્વ શાહ ગતરોજ બપોરના સમયે કોઈ કામ અર્થે વેસુ કેનાલ રોડ પર આવ્યો હતો.

ત્યારે તેની સ્કૂટી ચોરાઈ ગઈ હતી. યુવકના છ મહિનામાં બે વાહન ચોરી થઈ જતાં ભારે નિરાશ થઈ ગયો હતો. કારણ 6 મહિના પહેલા વેસુ રોડ પર જ યુવકની બાઈક ચોરાઈ ગઈ હતી.યુવક આંખમાં આંસું લઈને આ મામલે જ્યારે તે ફરિયાદ કરવા અલથાણ પોલીસ સ્ટેશને પહોંચ્યો તો તેણે જોયું કે પોલીસ દ્વારા જપ્ત કરાયેલા વાહનોમાં તેની 6 મહિના પહેલા ચોરી થયેલી બાઈક મળી આવી હતી. જેના પર નંબરપ્લેટ ન હતી. પરંતુ ‘ડોમિનેટર’ લખ્યુ હતું, જેનાથી તેની જ બાઈક છે તેવી ઓળખ થઈ હતી. આ બાઈક 6 મહિના પૂર્વે ચોરી થઇ ગઇ હતી. ચોરાયેલી બાઇક પોલીસ સ્ટેશને જોતા તેની ખુશીનો પાર ન રહ્યો હતો.

અલથાણ પોલીસમાં બાઈક ચોરીની ફરિયાદ કરવા આવેલાં અપૂર્વ શાહે જણાવ્યું કે, હું વેસુ કેનાલ રોડ પર કામથી આવ્યો હતો ત્યારે જ મારી સ્કૂટી ચોરાઇ ગઈ હતી. પોલીસ સ્ટેશને પહોંચતા મારી આંખોમાં આંસુ હતા. કારણકે 6 મહિના પૂર્વે એટલાન્ટા પ્રિમાઇસ પાસેથી મારી બાઇક ચોરી થઈ ગઈ હતી. આજ રોજ ફરી વેસુ રોડ પર મારી સ્કુટી ચોરી થઈ છે. સ્કુટીની ફરિયાદ કરવા જેવો હું પોલીસ સ્ટેશને ગયો ત્યાં જરૂરી કાર્યવાહી કરતો હતો.પોલીસ મથક માંથી વાહર આવ્યો હતો.ત્યારે મારી નજર પોલીસે જપ્ત કરેલા વાહનો પર ગઈ હતી. જ્યાં મારી 6 મહિના પહેલા ચોરી થયેલ બાઈક મળી આવી હતીસમગ્ર ઘટનાને લઈ યુવકે અલથાણ પોલીસ મથકમાં ગત રોજ ચોરી થયેલી સ્કૂટીની ફરિયાદ નોંધાવી છે. 6 મહિના પહેલાં ચોરી થયેલ બાઈક મળી આવતા પોલીસે યુવકનું નિવેદન લઈ બાઈક પરત કરવાની તજવીજ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દહેજના દરોડામાં એટીએસને મળી સફળતા, ડ્રગ્સનો 30 કરોડનો મુદ્દામાલ ઝડપાયો

આ પણ વાંચો:ઈસ્લામિક સ્ટેટ(આઈએસ) સાથે સંકળાયેલા ચાર શ્રીલંકન શખ્સોને ઝડપી લેતી એટીએસ

આ પણ વાંચો:ગુજરાતમાંથી 400 કરોડથી વધુ રકમનું ડ્રગ્સ પકડાયુંઃ એટીએસ-કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન