Not Set/ કોરોના રસીકરણ અંગે આધારકાર્ડ માન્ય પુરાવો નહીં, આ પુરાવા આપવા પડશે

અમદાવાદમાં 50 ટકા સર્વે સંપન્ન થયો હોવાનો દાવો કોર્પો.સત્તાધીશોએ કર્યો છે. તો રસીકરણ માટે માન્ય પુરાવા તરીકે આધારકાર્ડને માન્યતા નહીં હોવાનો સુધારો માર્ગદર્શિકામાં કરવામાં આવ્યો છે.

Top Stories Ahmedabad Gujarat
snack 3 કોરોના રસીકરણ અંગે આધારકાર્ડ માન્ય પુરાવો નહીં, આ પુરાવા આપવા પડશે
  • ચૂંટણીઓળખ કાર્ડ કે પાનકાર્ડ આધારભૂત પુરાવા ગણાશે
  • શહેરમાં 50 ટકા સર્વે પૂર્ણ થયો હોવાનો કોર્પો.નો દાવો
  • 50 વર્ષથી વધુ વયના આજ દિન સુધીમાં 2 લાખ હોવાનો સર્વે
  • 50 થી નીચે અન્ય બિમારી ધરાવતાં 10 હજાર હોવાનો સર્વે
  • જાન્યુ.21ના અંત સુધીમાં વેક્સીન આવવાની અપાય છે હૈયાધારણ

ગુજરાતમાં રસીકરણ અભિયાન વેગવાન બનાવાયું છે. જાન્યુઆરી-2021 અંત સુધીમાં રસીકરણ અભિયાન સંપન્ન્ કરવાનો લક્ષાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. અમદાવાદમાં 50 ટકા સર્વે સંપન્ન થયો હોવાનો દાવો કોર્પો.સત્તાધીશોએ કર્યો છે. તો રસીકરણ માટે માન્ય પુરાવા તરીકે આધારકાર્ડને માન્યતા નહીં હોવાનો સુધારો માર્ગદર્શિકામાં કરવામાં આવ્યો છે.

terrible thing / બ્રિટનમાં ભયાનક ભૂખમરો, પ્રથમ વખત મફત ભોજન યોજના શરૂ…

ગુજરાતમાં રસીકરણ અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકાર દ્વારા હૈયાધારણા આપવામાં આવી છે. ત્યારે બીજીબાજુ અમદાવાદ મહાનગરમાં રસીકરણ અભિયાન વેગવાન બન્યું છે. તા.18 ડિસેમ્બરની સ્થિતિએ અમદાવાદના ડોર-ટુ-ડોર સર્વ 50 ટકા સંપન્ન્ થયો છે. જ્યાર હાલ પણ સર્વેની કામગીરી આગળ વધી રહી છે. ગુજરાત સરકારના આરોગ્ય-પરિવારકલ્યાણ વિભાગના માર્ગદર્શન હેઠળ શહેરમાં કોર્પોરેશનને આ અંગેની જવાબદારી સોંપવામાં આવી છે. અમદાવાદમાં હાથ ધરાયેલાં ડોર-ટુ-ડોર સર્વે કામગીરીમાં આરોગ્ય વિભાગ કોર્પોરેશન કર્મચારી – આંગણવાડી કાર્યકરો અને શિક્ષકોને પણ સામેલ કરવામાં આવ્યા છે.

AMC / છેલ્લા પાંચ વર્ષમાં વહીવટી પાંખ અને ચુંટાયેલી પાંખ વચ્ચેનો ગ…

50 ટકા સર્વેની કામગીરી દરમિયાન સર્વેના તારણ મુજબ 50 થી વધુ વયના 2 લાખ લોકો ને રસી આપવા આયોજન કરવું પડશે. તો 50 થી ઓછી વયના લોકો પણ અન્ય બિમારી હોય જેઓને રસીમાં અગ્રતા આપવાની સંભાવના છે એવા 10 હજાર લોકો હોવાની વિગત સર્વેમાં બહાર આવી છે. જો કે હજી 50 ટકા સર્વે બાકી હોવાથી આ સર્વેમાં ઉમેરો થશે. આ ઉપરાંત રસીકરણ માટે કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ આધારકાર્ડ-પાનકાર્ડ અને ચૂંટણી ઓળખકાર્ડને માન્યતા આપવામાં આવી હતી. તેમાં સુધારો કરીને આધારકાર્ડની માન્યતા રદ કરીને હવે ચૂંટણીઓળખકાર્ડ અને પાનકાર્ડના આધારે જ રસીકરણ સર્વેમાં નામ નોંધણી કરવામાં આવશે.

રસીકરણસર્વેમાં રસી ક્યારે આવશે એ પ્રશ્નનો જવાબ સર્વે કરનારા પાસે માંગવામાં આવે છે . હાલમાં સત્તાધીશોની સૂચના મુજબ રસીકરણ માટે જાન્યુઆરી-2021ના અંત સુધીમાં રસી આવી જવાની હૈયાધારણ આપવામાં આવી છે. ત્યારે હવે વાસ્તવમાં રસી ક્યારે આવશે ?  કેવી રીતે રસીકરણનું આયોજન થશે ? અને કોને અગ્રતા અપાશે ? એ પ્રકારે અનેકવિધ પ્રશ્નોના જવાબ હજી અસમંજસની સ્થિતિમાં છે.

અરૂણ શાહ , મંતવન્યૂઝ , અમદાવાદ….