કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
આજનું રાશિફળ:20 એપ્રિલ 2026, સોમવારના દિવસે વૈશાખ સુદ ત્રીજનું પંચાંગ છે, જેમાં ત્રીજ તિથી સવારે 07:27 સુધી રહી ત્યારબાદ ચોથ શરૂ થાય છે. આજનો દિવસ વૃષભ રાશિ અને રોહિણી નક્ષત્ર હેઠળ છે, જે 21 એપ્રિલ સવારે 02:09 સુધી રહેશે. સૌભાગ્ય યોગ બપોરે 04:10 સુધી શુભ માનવામાં આવે છે અને ગર કરણ સવારે 07:22 સુધી ચાલે છે. સૂર્ય મેષ રાશિમાં છે જ્યારે ચંદ્ર વૃષભ રાશિમાં ગોચર કરે છે.
સૂર્યોદય સવારે 06:15 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૭:૦૨ વાગ્યે થાય છે, જ્યારે ચંદ્રોદય સવારે 08:14 અને ચંદ્રાસ્ત રાત્રે 10:28 વાગ્યે છે. આજના દિવસે રાહુકાળ સવારે 07:51 થી 09:27 સુધી રહેશે, જ્યારે અભિજિત મુહૂર્ત બપોરે 12:13 થી 01:05 સુધી શુભ કાર્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. ખાસ વાત એ છે કે આજે પંચક અને વિંછુડો નથી, જેથી દિવસ સામાન્ય રીતે શુભ ગણાય છે, તેમજ આજના દિવસે વિનાયકી ચોથનું વ્રત પણ મનાવવામાં આવે છે.
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૧૫ થી ૦૭:૫૧ |
| શુભ | ૦૯:૨૭થી ૧૧:૦૧ |
| લાભ | ૦૩:૪૯થી ૦૫.૨૬ |
| અમૃત | ૦૫:૨૬થી ૦૭:૦૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૧૪થી ૧૨:૩૮ |
મેષ (અ, લ , ઈ) :-
દામ્પત્ય સુખમાં કમી આવશે.
રોગ, શત્રુ વિવાદ વગેરેમાં ખર્ચ થાય.
ચાર પગવાળા પ્રાણીઓથી સાચવવું.
સકારત્મક વિચારો રાખવા.
શુભ કલર – આસમાની
શુભ નંબર – ૨

વૃષભ (બ, વ, ઉ) :-
ગૂઢ કાર્યોમાં સફળતા મળે.
સફળતા મળવામાં શંકા રહેશે.
ઈચ્છા મુજબ આવક નહીં મળે.
કામમાં અસંતોષ રહેશે.
શુભ કલર – પોપટી
શુભ નંબર – ૫

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
મિથુન (ક, છ, ઘ) :-
સંતાનની ચિંતા રહેશે.
નવા લોકો છેતરપિંડી કરી શકે.
રિવારમાં વૈચારિક મતભેદ થાય.
ધંધો સામાન્ય રહેશે.
શુભ કલર – લાલ
શુભ નંબર – ૪

કર્ક (ડ , હ) :-
મહત્વકાંક્ષી કાર્ય પૂર્ણ થાય.
વિરોધીઓ હેરાન કરે.
વાળની સમસ્યા રહે.
નિર્ણય લેવામાં તકલીફ પડે.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૬

સિંહ (મ , ટ) :-
ક્ષમાવાન બનો.
કામ અધૂરું રહી શકે છે.
સાંધાનો દુખાવો થઈ શકે.
જીવનસાથી સાથે મધુર વ્યવહાર રહેશે.
શુભ કલર – કાળો
શુભ નંબર – ૩

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
કન્યા (પ , ઠ, ણ) :-
ખાનપાનનું ધ્યાન રાખવું.
સમજદારીપૂર્વક મૂડી રોકાણ કરો.
પરીક્ષા સ્પર્ધામાં સફળતા મળશે.
માતા-પિતા સાથે બિનજરૂરી તકરાર થાય.
શુભ કલર – ભગવો
શુભ નંબર – ૯

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
તુલા (ર , ત) :-
ગ્રાહકોથી મધુર સંબંધ બનશે.
આર્થિક ક્ષેત્રે ઉતાર-ચઢાવ રહેશે.
કાર્યસ્થળમાં નવા લોકો સાથે મિત્રતા થશે.
કઠોર શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળો.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૫

વૃશ્વિક (ન, ય) :-
ભાગીદાર સાથે વિવાદ થઇ શકે.
ભાગ્યવર્ધક કાર્ય થશે.
પાડોશીથી લાભ થાય.
રૂપ નિખરે.
શુભ કલર – કથ્થઈ
શુભ નંબર – ૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
ધન (ભ, ધ, ફ, ઢ) :-
પૈસામાં સાવધાની રાખવી.
જૂના મિત્ર સાથે નિકટતા ફરી વધશે.
ખાવા-પીવામાં ખાસ ધ્યાન રાખો.
અજાણ્યા વ્યક્તિનો સહયોગ મળે.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૯

મકર (ખ, જ) :-
ભાગ્યવર્ધક યાત્રાઓ થાય.
શત્રુઓથી આર્થિક લાભ થાય.
પ્રિય વ્યક્તિથી દૂર જવું પડે.
સમય આનંદથી પસાર થશે.
શુભ કલર – કાળો
શુભ નંબર – ૫

કુંભ (ગ, શ, સ, ષ) :-
આળસને કારણે કામમાં વિલંબ થશે.
બેદરકારીથી નુકસાન થાય.
હળદર નાખીને નાહવું.
દિવસ ઠીક ઠાક પસાર થાય.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૭
આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મીન (દ, ચ, ઝ, થ) :-
તમારો આત્મવિશ્ચાસ વધશે.
મિલકતને લગતા વિવાદોનું સમાધાન થશે.
લોન લેવાના પ્રયાસો સફળ થશે.
મનપસંદ ભેટ મળશે.
શુભ કલર – ક્રીમ
શુભ નંબર – ૫
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:શબરી જયંતિનું મહાત્મ્ય જાણો… શા માટે થાય છે શબરી માતાની પૂજા? જાણો કથા અને પૂજા વિધિ…

