પ્રહાર/ આમ આદમી પાર્ટીની સર્વે મામલે પોલ ખુલી, જાતે જ મત આપ્યા,હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને કર્યા પ્રહાર

આમ આદમી પાર્ટીના લોકોએ જ મત આપીને સર્વે કરાવ્યા હોવાની વાત આવી છે, આ મામલો તૂલ પકડતા આમ આદમી પાર્ટીએ આ સર્વેની પોસ્ટ ડિલીટ કરી હતી

Top Stories Gujarat
4 34 આમ આદમી પાર્ટીની સર્વે મામલે પોલ ખુલી, જાતે જ મત આપ્યા,હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને કર્યા પ્રહાર

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના ગણતરીના મહિના જ બાકી છે,ત્યારે હાલ તમામ પાર્ટી ચૂંટણીની તાડમાર તૈયારીઓ શરૂ કરી દીધી છે, એવામાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં સક્રીય કામગીરી કરી રહી છે, પરતું તેમણે કરાવેલા એખ સર્વેની પોલ ખઉલી ગઇ છે, તેમણે રાજકીય સર્વે કરાવ્યો હતો જેમાં આમ આદમી પાર્ટીએ નવસારી બેઠક માટે એક સર્વે કરાવ્યો હતો જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત બતાવી હતી, ટકાવીરીન દષ્ટીએ વાત કરીએ તો આમ આદમી પાર્ટીને આ બેઠક પર 89 ટકા મત મળે છે જ્યારે કોંગ્રેસને 10 ટકાથી વધુ મત મળે છે. આ મામલે ભાજપને 1.57 ટકા મત મળે છે, આ મામલે જે સર્વે કરાવ્યો હતો તેમાં ચોકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. એમા આમ આદમી પાર્ટીના લોકોએ જ મત આપીને સર્વે કરાવ્યા હોવાની વાત આવી છે, આ મામલો તૂલ પકડતા આમ આદમી પાર્ટીએ આ સર્વેની પોસ્ટ ડિલીટ કરી હતી

ઉલ્લેખનીય છે કે આ સર્વેની સત્યતા સામે આવતા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે ટ્વિટ કરીને લખ્યું કે આમ આદમી  પાર્ટીએ જે સર્વે કરાવ્યો છે તે પોતાના લોકો દ્વાર જ મત અપાવીને સર્વે કરાવ્યો હતો.આમ આદમીની પોલ ખુલી ગઇ છએ.