Bollywood/ આમિર ખાને ભૂતપૂર્વ પત્ની કિરણ રાવ સાથે પુત્ર આઝાદનો જન્મદિવસ ઉજવ્યો…..

આમિર ખાન ટૂંક સમયમાં જ કરીના કપૂર ખાન સાથે લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે. આ ફિલ્મ 14 એપ્રિલ 2022ના રોજ રીલિઝ થશે.

Entertainment
Untitled 5 આમિર ખાને ભૂતપૂર્વ પત્ની કિરણ રાવ સાથે પુત્ર આઝાદનો જન્મદિવસ ઉજવ્યો.....

આમિર ખાન અને કિરણ રાવે તાજેતરમાં જ ટાછેડા થયાતેઓએ તેમના 15 વર્ષના લગ્નજીવન બાદ પરસ્પર સમજણથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો. જો કે બંને અત્યારે સાથે નથી રહેતા, પરંતુ બંને આજે પણ તેમના પુત્ર આઝાદ માટે હાજર છે. તાજેતરમાં, કિરણ રાવ અને આમિર ખાન તેમના પુત્ર આઝાદના જન્મદિવસની ઉજવણીમાં સાથે જોવા મળ્યા હતા.

આઝાદ સાથેની બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આ સેલિબ્રેશનની તસવીરો શોભા ડેએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીરોમાં આમિર ખાન અને કિરણ રાવ ખુશીથી તસવીરો માટે પોઝ આપતા જોઈ શકાય છે. તેઓ સાથે પુત્ર આઝાદના જન્મદિવસની કેક પણ કાપતા જોવા મળે છે. તસવીરોમાં આમિર ખાન તેના પુત્ર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતો જોઈ શકાય છે. તસવીરોમાં આમિર ખાનનો પુત્ર જુનૈદ પણ જોઈ શકાય છે.

કિરણ રાવ અને આમિર ખાને છૂટાછેડાની જાહેરાત દરમિયાન કહ્યું હતું કે’આ 15 સુંદર વર્ષોમાં અમે એકસાથે જીવનભરના અનુભવો, આનંદ અને હાસ્ય શેર કર્યા છે અને અમારો સંબંધ માત્ર વિશ્વાસ, સન્માન અને પ્રેમમાં વિકસ્યો છે. હવે અમે અમારા જીવનમાં એક નવો હિસ્સો શરૂ કરવા માંગીએ છીએ, જેમાં અમે હવે પતિ-પત્ની તરીકે નહીં, પરંતુ એકબીજા માટે સહ-માતાપિતા અને પરિવાર તરીકે સાથે રહીશું.

Instagram will load in the frontend.

આપને જણાવી દઈએ કે આમિર ખાને બે લગ્ન કર્યા છે. તેણે પ્રથમ લગ્ન વર્ષ 1986 માં રીના દત્તા સાથે કર્યા, જેની સાથે તેમને એક પુત્ર જુનૈદ ખાન અને એક પુત્રી આયરા ખાન છે. વર્ષ 2002માં બંને અલગ થઈ ગયા. વર્ષ 2005 માં,આમિરે કિરણ રાવ સાથે લગ્ન કર્યા, જેની સાથે તેને એક પુત્ર આઝાદ રાવ ખાન છે. હવે આમિરે પણ કિરણ સાથે છૂટાછેડાની જાહેરાત કરી છે. થોડા દિવસો પહેલા એવી ચર્ચા હતી કે તે જલ્દી ત્રીજા લગ્ન કરશે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, આમિર ખાન ટૂંક સમયમાં જ કરીના કપૂર ખાન સાથે લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે. આ ફિલ્મ 14 એપ્રિલ 2022ના રોજ રીલિઝ થશે. આ ફિલ્મ ટોમ હેન્ક્સ ફોરેસ્ટ ગમ્પની રીમેક હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચો ;ઓમિક્રોનનો ખતરો / ભારતમાં પણ ઓમિક્રોન વાયરસની એન્ટ્રી, કર્ણાટકમાં મળી આવ્યા બે કેસ