Trailer Release Date/ આ દિવસે આવશે આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’નું ટ્રેલર, IPL સાથે છે કનેક્શન

આમિર ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ ઘણા સમયથી ચર્ચામાં છે. હવે તેનું ટ્રેલર રીલીઝ થવા જઇ રહ્યું છે જેની માટે આમિરે IPLની ફિનાલે પસંદ કરી છે

Trending Entertainment
15 5 આ દિવસે આવશે આમિર ખાનની 'લાલ સિંહ ચઢ્ઢા'નું ટ્રેલર, IPL સાથે છે કનેક્શન

આમિર ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ ઘણા સમયથી ચર્ચામાં છે. હવે તેનું ટ્રેલર રીલીઝ થવા જઇ રહ્યું છે જેની માટે આમિરે IPLની ફિનાલે પસંદ કરી છે. આ દરમિયાન તે પોતે શો હોસ્ટ કરતી જોવા મળશે. આમિરના પ્રોડક્શન હાઉસે એક વીડિયો શેર કરીને માહિતી આપી છે. હવે ક્રિકેટનો ઉત્સાહ અને ફિલ્મનું ટ્રેલર દર્શકોને એકસાથે ઉત્સુક્તા વધારશે.

વીડિયોમાં આમિરે ‘લાલ સિંહ ચઢ્ઢા’નું ટ્રેલર રિલીઝ કરવાની જાહેરાત કરી છે. ટ્રેલર 29 મેના રોજ રિલીઝ થશે. આમિર સાંજે 6 વાગ્યાથી સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને ડિઝની હોટ સ્ટાર પર આઇપીએલની ફિનાલે હોસ્ટ કરશે.

આમિરે ટ્રેલર રિલીઝ કરતા પહેલા તેને અનુરૂપ વાતાવરણ ઉભુ કર્યુ છે. તેણે તેની આગામી રિલીઝને પ્રમોટ કરવા માટે અનન્ય વ્યૂહરચનાઓનો ઉપયોગ કર્યો. તાજેતરમાં એવું અનુમાન કરવામાં આવી રહ્યું હતું કે ‘લાલ સિંહ ચઢ્ઢા’નું ટ્રેલર IPLના ફિનાલેમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. અને હવે તોસત્તાવાર ડીકલેર થઇ ગયુ કે આ સમાચાર બિલકુલ સાચા છે. આમિર ખાન ભારતની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ – IPL ના સમાપનની યજમાની કરવા માટે તૈયાર છે.

Instagram will load in the frontend.

નિર્માતાઓએ ટ્રેલર રિલીઝ કરવા માટે અલગ અભિગમ અપનાવ્યો છે જે રીતે આમિર તેની દરેક ફિલ્મ સાથે કરે છે. દર્શકો પહેલીવાર ટીવી પર ટ્રેલર જોશે. આમિર ખાન પ્રોડક્શન્સ, કિરણ રાવ અને વાયાકોમ 18 સ્ટુડિયો દ્વારા નિર્મિત લાલ સિંહ ચઢ્ઢામાં કરીના કપૂર ખાન, મોના સિંહ અને ચૈતન્ય અક્કીનેની પણ છે. ઉલ્લેખનીય છે કે લાલ સિંહ ચઢ્ઢા 11 ઓગસ્ટ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.