ગુજરાત/ મહારાજ ફિલ્મનો રાજ્યભરમાં થઈ રહ્યો ઉગ્ર વિરોધ, આમિરખાનનો પુત્ર કરી રહ્યો છે ડેબ્યુ

મહારાજ ફિલ્મ પુષ્ટિ માર્ગને બદનામ કરતી હોવા મામલે સનાતની વૈષ્ણવો ઉપરાંત વિશ્વ હિંદુ પરિષદે ફિલ્મને લઈને ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 06 18T173015.653 મહારાજ ફિલ્મનો રાજ્યભરમાં થઈ રહ્યો ઉગ્ર વિરોધ, આમિરખાનનો પુત્ર કરી રહ્યો છે ડેબ્યુ

મહારાજ ફિલ્મ પુષ્ટિ માર્ગને બદનામ કરતી હોવા મામલે રાજ્યભરમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. ફિલ્મમાં શ્રીકૃષ્ણ અને પૃષ્ટિ માર્ગ વિશે અયોગ્ય વાતો હોવાની વાત મામલે સનાતની – વૈષ્ણવો દ્વારા વિરોધ થઇ રહ્યો છે. આમિરખાનનો પુત્ર આ ફિલ્મથી ડેબ્યુ કરી રહ્યો છે. નેટફ્લિકસ પર આવનાર આ ફિલ્મ વૈષ્ણવોના પુષ્ટિમાર્ગીય સંપ્રદાયને બદનામ કરતી હોવાનો અરજદારોએ આરોપ લગાવતા ફિલ્મની રિલીઝ અટકાવવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજી પર આજે હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ મહારાજ આમિરખાનના પુત્ર જુનૈદ ખાનની ડેબ્યુ ફિલ્મ મહારાજ પર સ્ટે લગાવવાને લઈને આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સંગીતા વિશેનની બેન્ચ સમક્ષ આ કેસને લઈને હાથ ધરાયેલ સુનાવણી દરમ્યાન અરજદારના વકીલ અને નેટફ્લિક્સ તરફથી સિનિયર એડવોકેટ મુકુલ રોહતગી હાઈકોર્ટની ઓનલાઈન કાર્યવાહીમાં જોડાયા છે. જયારે યશરાજ બેનર વતી સિનિયર એડવોકેટ જાલ ઉનવાલા અને શાલીન મહેતા કોર્ટમાં ઉપસ્થિત થયા હતા. તેમની માંગ હતી કે ફિલ્મ પરનો વચગાળાનો સ્ટે દૂર કરવામાં આવે. જ્યારે ફરિયાદીઓની અરજી હતી કે આ ફિલ્મની કેટલીક બાબતોને લઈને લોકોની ધાર્મિક ભાવનાઓ દુભાઈ છે. ફિલ્મની સુનાવણીમાં ફુલનદેવી, કાયપો છે જેવી ફિલ્મનો ઉલ્લેખ કરાયો હતો. યશરાજ બેનરના વકીલે જણાવ્યું કે ફિલ્મને CBFC સર્ટિફિકેટની જરૂર નથી. તેની સામે ફરિયાદીના વકીલ મિહિર જોષીએ દલીલ કરતાં કહ્યું કે કોર્ટ ઇચ્છા મુજબ ફિલ્મને સ્ટે આપી શકે છે. ફિલ્મને મળતા CBFC સર્ટિફિકેટ કાનૂના માનાંકમાં સામેલ નથી થતા. જો ઓટીટી પર CBFC સર્ટિફિકેટની જરૂર નથી તો કેમ આપ્યું જેવી દલીલી કરી હતી.

મહારાજ ફિલ્મમાં ભગવાન શ્રીકૃષ્ણને નીચા બતાડવા પ્રયાસ કરાતા રાજ્યભરમાં આ ફિલ્મને BAN કરવા કરાઈ ઉગ્ર રજુઆત કરાઈ છે. સનાતની વૈષ્ણવો ઉપરાંત વિશ્વ હિંદુ પરિષદે ફિલ્મને લઈને વાંધો રજૂ કર્યો છે. જણાવી દઈએ કે આ ફિલ્મ 1862ના લિબલ મહારાજ કેસ પર આધારિત છે. ફિલ્મ 14 જૂને રજૂ થવાની હતી પરંતુ વિવાદમાં સપડાતા હવે ફિલ્મ કયારે અને કયાં રિલીઝ થશે તે આગામી સમયમાં જાણવા મળશે. આમિરખાનનો પુત્ર આ ફિલ્મથી ડેબ્યુ કરી રહ્યો છે અને તેની પ્રથમ ફિલ્મ વિવાદમાં સપડાઈ. આ યશરાજ બેનરનો ફિલ્મના પ્રચારના એક ભાગ પણ હોઈ શકે. કારણે કે ઇતિહાસ જોવા મળ્યું છે કે જ્યારે જયારે પણ ફિલ્મનો વધુ વિરોધ થાય છે ત્યારે ત્યારે ફિલ્મને વધુ પ્રસિદ્ધિ મળે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: IOCL કંપનીની પાઈપ લાઈનમાં કાણું પાડી કરોડોના ઓઈલની કરી ચોરી, બે ભેજાબાજ ભાઈબંધુઓનું કારસ્તાન

આ પણ વાંચો: નવસારી: જાણીતા યુવા બિલ્ડરે બનાવી જોખમી રીલ, વીડિયો થયો વાયરલ

 આ પણ વાંચો: ગાંધીનગરને મળ્યા નવા મહિલા મેયર, કોર્પોરેટર રહેલ મીરા બેન પટેલ બન્યા મેયર