ICICI Bank Videocon Case/ CBIએ ICICI બેંકના ભૂતપૂર્વ MD ચંદા કોચર અને તેમના પતિની કરી ધરપકડ

CBIએ કથિત ICICI બેન્ક-વિડિયોકોન લોન ફ્રોડ કેસમાં ICICI બેન્કના ભૂતપૂર્વ MD અને CEO ચંદા કોચર અને દીપક કોચરની ધરપકડ કરી છે.

Top Stories India
Chanda Kochhar Arrested

Chanda Kochhar Arrested:  CBIએ કથિત ICICI બેન્ક-વિડિયોકોન લોન ફ્રોડ કેસમાં ICICI બેન્કના ભૂતપૂર્વ MD અને CEO ચંદા કોચર અને દીપક કોચરની ધરપકડ કરી છે. આ કેસમાં સીબીઆઈએ 2019માં એફઆઈઆર નોંધી હતી. CBIએ ગુનાહિત ષડયંત્ર સંબંધિત IPC કલમો હેઠળ નોંધાયેલી FIRમાં ચંદા કોચર, તેમના પતિ અને વિડિયોકોન ગ્રૂપના વેણુગોપાલ ધૂતની સાથે ન્યુપાવર રિન્યુએબલ્સ, સુપ્રીમ એનર્જી, વિડિયોકોન ઈન્ટરનેશનલ ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને વિડિયોકોન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને આરોપી બનાવ્યા હતા.

એવો આરોપ છે કે વિડિયોકોન જૂથને 2012માં ICICI બેંક પાસેથી રૂ. 3,250 કરોડની લોન મળ્યા બાદ વિડીયોકોનના પ્રમોટર વેણુગોપાલ ધૂતે કથિત રીતે ન્યુપાવરમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. સીબીઆઈએ 2019માં એફઆઈઆર નોંધ્યા બાદ એક નિવેદનમાં કહ્યું હતું કે આરોપ છે કે આરોપીઓએ આઈસીઆઈસીઆઈ બેંકને છેતરવાના ગુનાહિત કાવતરામાં ખાનગી કંપનીઓને અમુક લોન મંજૂર કરી હતી.

2012માં વીડિયોકોન ગ્રુપને ICICI બેંક દ્વારા લોન આપવામાં આવી હતી. જે પાછળથી NPA થયું હતું પછીથી તેને “બેંક ફ્રોડ” કહેવામાં આવ્યું. સપ્ટેમ્બર 2020માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દીપક કોચરની ધરપકડ કરી હતી. 2012 માં, ચંદા કોચરની આગેવાની હેઠળની ICICI બેંકે વિડિયોકોન જૂથને 3,250 કરોડની લોન આપી હતી અને છ મહિના પછી વેણુગોપાલ ધૂતની માલિકીની મેસર્સ સુપ્રીમ એનર્જીએ મેસર્સ ન્યુપાવર રિન્યુએબલ્સને 64 કરોડની લોન આપી હતી. જેમાં દીપક કોચરનો 50% હિસ્સો છે.

ઉલ્લેખનીય છે કે  ICICI બેંક અને વિડિયોકોનના શેરહોલ્ડર અરવિંદ ગુપ્તાએ વડાપ્રધાન, રિઝર્વ બેંક અને સેબીને પત્ર લખીને વીડિયોકોનના ચેરમેન વેણુગોપાલ ધૂત અને ICICI CEO અને MD ચંદા કોચર પર એકબીજાની તરફેણ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે ધૂતની કંપની વિડિયોકોનને ICICI બેંક તરફથી 3250 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી અને તેના બદલામાં ધૂતે ચંદા કોચરના પતિ દીપક કોચર દ્વારા સંચાલિત વૈકલ્પિક ઉર્જા કંપની નુપાવરમાં રોકાણ કર્યું હતું

આરોપ છે કે આ રીતે ચંદા કોચરે વેણુગોપાલ ધૂતને તેમના પતિની કંપની માટે ફાયદો કરાવ્યો હતો. વર્ષ 2018માં આ ખુલાસા બાદ ચંદા કોચરે બેંકમાંથી રાજીનામું આપવું પડ્યું હતું. સીબીઆઈએ અગાઉ ફેબ્રુઆરી 2018માં આ મામલે પ્રાથમિક તપાસ (PE) નોંધી હતી. વર્ષ 2019માં જસ્ટિસ બી.એન. શ્રીકૃષ્ણ સમિતિનો રિપોર્ટ આવ્યો. સમિતિને તેની તપાસમાં જાણવા મળ્યું કે કોચરે વીડિયોકોનને લોન આપવામાં બેંકની આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. કોચરની મંજૂરી પર, આ લોનનો કેટલોક ભાગ તેના પતિ દીપકની માલિકીની કંપનીને આપવામાં આવ્યો હતો.

America China/ચીનના વિદેશ મંત્રીએ અમેરિકાને આપી આ મામલે ચેતવણી