પંજાબ/ બેકફૂટ પર AAP સરકાર, HCના જજ કરશે મુસેવાલા હત્યાની તપાસ

પંજાબ સરકારે સિદ્ધુ મુસેવાલાની વીઆઈપી સુરક્ષા પરત લેવાના નિર્ણયની તપાસ કરાવવાની વાત પણ કરી છે. સીએમઓ ઓફિસે કહ્યું કે મુખ્યમંત્રી આ મામલે ક્ષણ-ક્ષણની અપડેટ લઈ રહ્યા છે.

Top Stories India
મુસેવાલા

પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાની ન્યાયિક તપાસ કરવાનો નિર્ણય ભગવંત માન સરકારે લીધો છે. સિદ્ધુ મુસેવાલાના પિતાએ માનને પત્ર લખીને પુત્રની હત્યાની સીબીઆઈ, એનઆઈએ અથવા હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ દ્વારા તપાસની માંગણી કરી હતી. આ સાથે સંમત થતા ભગવંત માને જજને હત્યાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં પંજાબ સરકારે સિદ્ધુ મુસેવાલા ની વીઆઈપી સુરક્ષા પરત લેવાના નિર્ણયની તપાસ કરાવવાની વાત પણ કરી છે. સીએમઓ ઓફિસે કહ્યું કે મુખ્યમંત્રી આ મામલે ક્ષણ-ક્ષણની અપડેટ લઈ રહ્યા છે. આજે મુખ્યમંત્રી આ મામલે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક પણ કરી શકે છે.

ભગવંત માને એક નિવેદન જારી કરીને કહ્યું કે ગુનેગારોને જલ્દી પકડવામાં આવશે. જણાવી દઈએ કે સિદ્ધુ મુસેવાલા (શુભદીપ સિંહ)ના પિતા બલકૌર સિંહે માનને પત્ર લખીને સીબીઆઈ, એનઆઈએ અથવા સીટિંગ જજ દ્વારા કેસની તપાસની માંગ કરી હતી. એટલું જ નહીં, તેણે ભગવંત માન પાસે માંગ કરી છે કે પંજાબના ડીજીપી માફી માંગે. તેમણે કહ્યું કે ડીજીપીએ તેમના પુત્રની હત્યાને ગેંગ વોરનું પરિણામ ગણાવી છે, જેના પર તેમણે માફી માંગવી જોઈએ. હાલ મૂસેવાલાની હત્યાના મામલામાં અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

CCTV દ્વારા ખુલશે રહસ્યો, વીડિયોની પણ તપાસ કરવામાં આવી રહી છે

આઈપીસીની કલમ 302, 307 અને 341 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત આર્મ્સ એક્ટની કલમો પણ ઉમેરવામાં આવી છે. પોલીસ હાલમાં હત્યારાઓને ઓળખવા માટે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ સ્કેન કરી રહી છે. એટલું જ નહીં પોલીસ આ વીડિયોની પણ તપાસ કરી રહી છે, જેમાં બે કાર સિદ્ધુ મુસેવાલાની કારનો પીછો કરતી જોવા મળી રહી છે. આપને જણાવી દઈએ કે શનિવારે જ ભગવંત માન સરકારે પંજાબના મોટી સંખ્યામાં VIPની સુરક્ષા પાછી ખેંચી લીધી હતી અથવા તો તેમાં ઘટાડો કર્યો હતો. આવી સ્થિતિમાં સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ ભગવંત માન સરકારના નિર્ણય પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

મુસેવાલાની સુરક્ષામાં કાપ મુકાયો, કમાન્ડોને સાથે લેવામાં આવ્યા ન હતા

સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ રવિવારે મીડિયા સાથે વાત કરતા પંજાબ ડીજીપીએ કહ્યું હતું કે સિંગર પાસે 4 કમાન્ડો હતા, જેમાંથી બેને પાછા ખેંચી લેવામાં આવ્યા છે. જોકે, રવિવારે જતી વખતે તેણે તે બે કમાન્ડોને પણ સાથે લીધા ન હતા. એટલું જ નહીં સિદ્ધુ મુસેવાલાની પાસે પ્રાઈવેટ બુલેટપ્રૂફ કાર પણ હતી, જે તેણે લીધી ન હતી.

આ પણ વાંચો:સરકારે શરૂ કરી PM કિસાન યોજના જેવી યોજના, દર મહિને મળશે 2000 રૂપિયા

આ પણ વાંચો: UAEમાં મંકીપોક્સનો ભય વધ્યો, વધુ ત્રણ કેસ નોંધાયા

આ પણ વાંચો:સેવી-ગોદરેજ ટાઉનશીપના રહીશો હવે મેદાનમાં આવશે

logo mobile