Election/ ગુજરાતમાં દિલ્હી મોડલ લાગુ કરશે AAP : આ 9 મુદ્દાઓનો મેનિફેસ્ટો જાહેર

રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં આ વખતે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. તેમજ ગેરેન્ટી કાર્ડ સાથે પ્રબુદ્ધ નાગરિકો પાસેથી સલાહ

Top Stories
rajkot aap ગુજરાતમાં દિલ્હી મોડલ લાગુ કરશે AAP : આ 9 મુદ્દાઓનો મેનિફેસ્ટો જાહેર

રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં આ વખતે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. તેમજ ગેરેન્ટી કાર્ડ સાથે પ્રબુદ્ધ નાગરિકો પાસેથી સલાહ સૂચનો લેવામાં આવ્યા છે.આમ આદમી પાર્ટી દ્વારા આજે ચૂંટણીને લઈને મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે.જે અંતર્ગત ગુજરાતમાં દિલ્હી મોડલ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ મેનિફેસ્ટો અંતર્ગત સરકારી સ્કૂલોનું નવીનીકરણ, મહોલ્લા ક્લિનિક, વેરામાં 50 ટકાની રાહત સહિત અલગ-અલગ 9 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

aapmeni1 ગુજરાતમાં દિલ્હી મોડલ લાગુ કરશે AAP : આ 9 મુદ્દાઓનો મેનિફેસ્ટો જાહેર

aapmeni2 ગુજરાતમાં દિલ્હી મોડલ લાગુ કરશે AAP : આ 9 મુદ્દાઓનો મેનિફેસ્ટો જાહેર

Court / કોર્ટમાં ખોટું એફિડેવિટ કરવા મામલે સલમાન ખાનને મળી મોટી રાહત

ગેરેન્ટી કાર્ડ સ્વરૂપે મેનિફેસ્ટોની જાહેરાત : અજીત લોખીલ

ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલે જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને લોકોનું વચન છે તેને ગેરેન્ટી કાર્ડ સ્વરૂપે મીડિયાના માધ્યમથી જાહેર કરવામાં આવ્યું છે.પ્રબુદ્ધ નાગરિકો પાસેથી સલાહ સૂચનો મેળવીને અમે વાસ્તવિક મુદ્દાઓનો સમાવેશ કર્યો છે જેમાં કોઈ મોટા વાયદાઓ કરવામાં આવ્યા નથી, પરંતુ વાસ્તવિક લોકમાગણીને ધ્યાનમાં રાખીને તેની રચના કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દિલ્હીના કામ જોઈને અમે આ મુદ્દાઓની જાહેરાત કરી છે. દિલ્હીમાં પાંચ વર્ષની અંદર શાસન કરીને જે કરી બતાવ્યું છે તેના આધાર પર આ મોડલની રચના કરવામાં આવી છે. બીજી તરફ રાજકોટમાં કોર્પોરેશન 15 વર્ષથી ભાજપ શાસિત છે. 25 વર્ષથી રાજ્યમાં ભાજપની સરકાર છે તો અહીં અહીં માટે લાગુ ન થઈ શકે. આ માટે એ બાબત વિચારી અને અમે અહીં તેનો અમલ કરવા માટે ગેરંટી આપી છે.

aapmeni3 ગુજરાતમાં દિલ્હી મોડલ લાગુ કરશે AAP : આ 9 મુદ્દાઓનો મેનિફેસ્ટો જાહેર

America / બિડેને રાષ્ટ્રપતિ બન્યા પછી પહેલી વાર શી જિનપિંગ સાથે કરી વાત, કહ્યું…

મેનિફેસ્ટોમાં 9 મુદ્દાનો સમાવેશ

શિક્ષણ, આરોગ્ય વેરો, પર્યાવરણ, પાર્કિંગ, પરિવહન જન સુવિધા સહિતના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.તેમજ રાજકોટમાં ટ્રાફિકની સમસ્યાને પણ હલ કરવા માટે મેનિફેસ્ટોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી આ મુદ્દાઓનો અમલ કરવા માટે એડીચોટીનું જોર લગાવશે.

aapmeni4 ગુજરાતમાં દિલ્હી મોડલ લાગુ કરશે AAP : આ 9 મુદ્દાઓનો મેનિફેસ્ટો જાહેર

 

Election / કોંગ્રેસે રજુ કર્યો ચૂંટણી ઢંઢેરો ‘શપથપત્ર’ :ધંધાર્થીઓને એક વર્ષ માટે ટેક્સમાં રાહત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…