MCD Elections/ દિલ્હી નગરનિગમની ચૂંટણીમાં આપ 134 બેઠક સાથે સત્તા પર

દિલ્હી નગરનિગમની ચૂંટણીને આપને 134 બેઠક સાથે ભવ્ય વિજય મળ્યો છે. જ્યારે ગઈ ચૂંટણીમાં 180 બેઠક મેળવનારી ભાજપે 103 બેઠક સાથે વિપક્ષમાં બેસીને સંતોષ માનવો પડ્યો છે.

Top Stories India
Delhi AAP win દિલ્હી નગરનિગમની ચૂંટણીમાં આપ 134 બેઠક સાથે સત્તા પર
  • આપે બહુમતી માટેનો 126નો આંકડો પાર કર્યો
  • ભાજપે 103 બેઠકો મેળવી, ગઈ ચૂંટણીમાં ભાજપની 180 બેઠક હતી
  • કોંગ્રેસની બેઠકો 30થી ઘટીને દસ થઈ ગઈ

દિલ્હી નગરનિગમની ચૂંટણીને આપને 134 બેઠક સાથે ભવ્ય વિજય મળ્યો છે. જ્યારે ગઈ ચૂંટણીમાં 180 બેઠક મેળવનારી ભાજપે 103 બેઠક સાથે વિપક્ષમાં બેસીને સંતોષ માનવો પડ્યો છે. આમ દિલ્હી નગરનિગમમાં 15 વર્ષ પછી ભાજપને વિપક્ષમાં બેસવાનો સમય આવ્યો છે. આ પહેલા ભાજપે 2017માં યોજાયેલી દિલ્હી નગરનિગમની ચૂંટણીમાં 180 બેઠક મેળવી હતી. આપને 48 બેઠક મળી હતી અને કોંગ્રેસને ત્રીસ બેઠક મળી હતી.

જયારે આ વખતની ચૂંટણીમાં ભાજપને 103 બેઠક મળી છે, એટલે કે તેને 77 બેઠકનું નુકસાન થયું છે. તેની સામે આપને 134 બેઠક મળી છે. એટલે આપે સીધો 86 બેઠકનો વધારો નોંધાવ્યો છે. તેની સામે કોંગ્રેસને 10 બેઠક જ મળી છે. આમ કોંગ્રેસે અગાઉ મેળવેલી 30 બેઠકની તુલનાએ પણ ઘટાડો નોંધાવ્યો છે. જ્યારે અન્ય ઉમેદવારોને ત્રણ બેઠક મળી છે. આમ દિલ્હીમાં કચરાના ઢગને ઉઠાવીને સાફ કરવાનું કેજરીવાલનું વચન લોકોને લોભાવી ગયું છે. તેની સામે કીચડ રાખીને કમળ ખીલવવાની ભાજપની મહેચ્છા પર પાણી ફરી વળ્યું છે.

આમ છતાં પણ ભાજપ માટે આત્મવિશ્વાસની વાત એ છે કે ચૂંટણીના પોલ જે રીતે કહેતા હતા તે રીતે આપને પ્રભુત્વતાસભર વિજય મળ્યો નથી. લોકોએ આપને સત્તા સોંપી છે તો સામે તેના પર ભાજપ લગામ તાણેલી રાખે તેટલી સત્તા પણ તેને આપી છે. ભાજપને અહીં અસરકારક વિપક્ષ તરીકેની ભૂમિકા નીભાવવાની તક મળશે.

આ પણ વાંચોઃ

Gujarat election 2022/અમારી મહેનત જોતા 100થી નજીકની બેઠક નહી હોય તો નિરાશા થશેઃ કેજરીવાલ

Delhi MCD Result/ રાજધાનીને મળ્યા તેમનો પ્રથમ ટ્રાન્સજેન્ડર કાઉન્સિલર, AAP ઉમેદવાર બોબી સુલતાનપુરીથી જીત્ય