ધરપકડ/ દિલ્લીમાં આપના નેતા ગોપાલ ઇટાલીયાની ધરપકડ

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુધ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા

Top Stories Gujarat Others
જામ દિલ્લીમાં આપના નેતા ગોપાલ ઇટાલીયાની ધરપકડ
  • દિલ્લીમાં આપના નેતા ગોપાલ ઇટાલીયાની ધરપકડ:સુત્ર
  • ઇટાલીયાને મહિલા આયોગે આજે સુનાવણી માટે બોલાવ્યા હતા
  • કેજરીવાલે ભાજપ ઇટાલીયા પાછળ પડી હોવાનું કર્યું ટ્ટીટ
  • મહિલા આયોગે ઇટાલીયાને પાઠવી હતી નોટિસ
  • પીએમ પર અયોગ્ય ટિપ્પણી કરવાનો છે મામલો

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુધ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા સબબ ગોપાલ ઈટાલિયાની ધરપકડ કરીછે. ગોપાલ ઈટાલિયાને રાષ્ટ્રીય મહિલા પંચે આજે ગુરુવારે  બપોરે 12:30 વાગ્યે દિલ્હી બોલાવ્યા હતા. અને ઈટાલિયા હાજર થવા દિલ્હી ગયા ત્યારે દિલ્હીમાં તેમની ધરપકડ કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી સામે વાંધાજનક શબ્દ પ્રયોગથી સમગ્ર દેશની મહિલાઓનું અપમાન થયાનું કહી NCWએ ઈટાલિયા સામે નોટિસ કાઢી હતી. ઈટાલિયા આ નોટિસનો જવાબ આપવા ગુરુવારે બપોરે NCWની દિલ્હી સ્થિત ઓફિસ પહોંચ્યા હતા. પરંતુ તે પહેલા જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. મહિલાઓને સંબોધીને ઈટાલિયાનો જૂનો વીડિયો વાયરલ થયો હતો.

ગોપાલ ઇટલીયાની ધરપકડ ઉપર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, આખી બીજેપી ગોપાલ ઇટલીયાની પાછળ કેમ પડી છે ?

આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાત પ્રમુખ ગોપાલ ઈટાલિયાને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લઈ તેમને સરિતા વિહાર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. આ અંગે NCW પ્રમુખ રેખા શર્માએ કહ્યું છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કારણે તેમણે પોલીસને કાર્યવાહી કરવા કહ્યું છે. શર્માએ કહ્યું, “તેણે (ગોપાલ ઇટાલિયા) કોઈ નોટિસ મેળવવાનો ઇનકાર કર્યો હતો, જો કે તેનો જવાબ પહેલેથી જ તૈયાર છે પરંતુ તેણે હજુ સુધી જવાબ આપ્યો નથી. મેં પોલીસને કહ્યું છે કે તેમની સામે પગલાં લેવા જોઈએ કારણ કે તેઓ કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

કસ્ટડીમાં લેવામાં આવે તે પહેલાં, ગોપાલ ઇટાલિયા, જાતિ કાર્ડ રમતા, ટ્વીટ કર્યું કે તેને તૈયાર કરવામાં આવી રહ્યો છે અને તેને પાટીદાર સમુદાયમાંથી હોવાના કારણે જેલમાં મોકલવાની ધમકી આપવામાં આવી છે. ગોપાલે ટ્વીટ કર્યું કે, “રાષ્ટ્રીય મહિલા આયોગના વડા મને જેલમાં ધકેલી દેવાની ધમકી આપી રહ્યા છે. મોદી સરકાર પટેલ સમાજને જેલ સિવાય શું આપી શકે. ભાજપ પાટીદાર સમાજને નફરત કરે છે. હું સરદાર પટેલનો વંશજ છું. તમારી જેલથી ડરતા નથી. મને જેલમાં નાખો. તેણે પોલીસને પણ બોલાવી છે. મને ધમકાવી રહ્યા છે.” ફોટો શેર કરતી વખતે રેખા શર્માએ કહ્યું કે ‘આપ કે ગુંડા’ તેમની ઓફિસની બહાર હંગામો મચાવી રહ્યા છે.

ઇટાલિયાએ PM પર શું કહ્યું હતું ?
આ સમગ્ર વિવાદની શરૂઆત એક વાયરલ વીડિયોથી થઈ હતી જેમાં ઈટાલિયા પીએમ મોદી વિશે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરતા જોવા મળે છે. બીજેપી નેતાઓ દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં ઈટાલિયા વારંવાર પીએમ મોદી માટે નિમ્ન કક્ષાના શબ્દ પ્રયોગ કરતાં જણાય છે.  તેમાં અન્ય કેટલીક વાંધાજનક વાતો પણ કહે છે. ખુદ ઈટાલિયા અને AAP નેતાઓએ સ્વીકાર્યું કે આ વીડિયો ઈટાલિયાનો જ છે, પરંતુ તે જૂનો છે. ઈટાલિયાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે મહિલાઓને મંદિર અને કથામાં ન જવાની અપીલ કરી રહ્યો છે. તે કહે છે કે મંદિરો અને કથાઓ શોષણનો અડ્ડો છે.  ભાજપ આ વીડિયોની મદદથી AAP અને તેના કન્વીનર અરવિંદ કેજરીવાલને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે.

જામનગરમાં AAPની રેલી યોજાઈ.. 

પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની ધરપકડની વિરુદ્ધમાં આપના સમર્થકોએ જામનગર ખાતે વિશાળ રેલી  કાઢી હતી. રેલી બાદ પ્રદેશ વિંગના હોદ્દેદાર રાજેન્દ્ર સિંહ સોઢાએ સંબોધન કર્યું હતું. જેમાં તેઓ પોતાની જ પાર્ટીના પ્રમુખ નું નામ ભૂલઇ ગયા હતા. અને ભૂલથી ગોપાલ  સોરઠિયા નું નામ બોલ્યા હતા. પ્રદેશ પ્રમુખ ગોપાલ સોરઠીયા બોલી ભાંગરો વાટ્યો હતો. પ્રદેશ વિંગના હોદેદારો ને જ પ્રદેશ પ્રમુખ નું પૂરું નામ નથી ખબર ? ગોપાલ ઇટાલિયાના નામનો ભાંગરો વાટયો હતો.  અંહી સવાલ એ થાય છે કે ગોપાલ સોરઠિયા છે કોણ ?