New Delhi/ મની લોન્ડરિંગ કેસમાં AAP સાંસદ સંજય સિંહને કોર્ટથી મળ્યો ઝટકો, જાણો શું કહ્યું…..

દિલ્હી દારૂ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં AAP સાંસદ સંજય સિંહને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે.

Top Stories India
YouTube Thumbnail 68 મની લોન્ડરિંગ કેસમાં AAP સાંસદ સંજય સિંહને કોર્ટથી મળ્યો ઝટકો, જાણો શું કહ્યું.....

દિલ્હી દારૂ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં AAP સાંસદ સંજય સિંહને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે સંજય સિંહની જામીન અરજી ફગાવી દીધી છે. દિલ્હી હાઈકોર્ટે 31 જાન્યુઆરીએ સંજય સિંહની જામીન અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.

 ક્યારે કરવામાં આવી હતી ધરપકડ?

સંજય સિંહની ED દ્વારા 4 ઓક્ટોબર, 2023 ના રોજ દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત કેસમાં તેમની સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી. 31 જાન્યુઆરીના રોજ, વરિષ્ઠ વકીલ મોહિત માથુર દારૂ કૌભાંડ કેસમાં સંજય સિંહ વતી કોર્ટમાં હાજર થયા હતા, જ્યારે આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનો પક્ષ એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ રજૂ કર્યો હતો. 31 જાન્યુઆરીએ કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો અને આજે કોર્ટે પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો.

સંજય પર શું છે આરોપ?

સંજય સિંહની દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે અને EDના વકીલે કોર્ટને કહ્યું હતું કે સંજય સિંહ પોતાની પાસે રાખવા, છુપાવવા, ઉપયોગ કરવા અને વ્યવહારોમાં સામેલ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જ્વેલરને ઢોર માર/વડોદરામાં પાદરાના ધારાસભ્યના ભાઈએ જ્વેલરને ઢોર માર માર્યો

આ પણ વાંચો:શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ/યાત્રાધામ અંબાજી ખાતે 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી યોજાશે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ

આ પણ વાંચો:Incomx Tax raid/વડોદરામાં વોર્ડ વિઝાર્ડ કંપની પર આવકવેરા વિભાગ ત્રાટક્યુ, કરોડોની કરચોરીની શંકા