Patan/ ગાજરે ગુમાવી મીઠાસ, ભાવમાં વધારો, ઉત્પાદન ઘટતા બજારમાં આવક ઘટી

ગાજરે ગુમાવી મીઠાસ, ભાવમાં વધારો, ઉત્પાદન ઘટતા બજારમાં આવક ઘટી

Top Stories Gujarat Others
uk corona 4 ગાજરે ગુમાવી મીઠાસ, ભાવમાં વધારો, ઉત્પાદન ઘટતા બજારમાં આવક ઘટી

@પ્રવીણ દરજી  મંતવ્ય ન્યૂઝ પાટણ 

રાજ્ય સહીત દેશ ભર માં ગાજરના ઉત્પાદન માટે ઓળખાતા પાટણ પંથક માં છેલ્લા પાંચ વર્ષથી ગાજરના પોષક ક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ ઉત્પાદન ઓછું કરી નાખ્યું છે.  વાવેતરમાં સતત ઘટડો જોવા પાટણ ના લાલ ચટક ગાજર અદ્રશ્ય થઇ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

Bollywood / કોરોનાની અસર ન હોત તો મેં અને આલિયાએ લગ્ન કરી લીધા હોત : રણબ…

શિયાળાની સીઝન ચાલી રહી છે. ત્યારે આ સિઝનમાં લોકો ખાસ કરીને લીલા અને લાલ શાકભાજી ખાવાનો આગ્રહ રાખતા હોય છે. તેમા ખાસ કરીને ગાજર  પાટણ જિલ્લાના ગાજર  ઉત્પાદન અને તેના સ્વાદ માટે જાણીતા હોય છે.  ગાજરની ખેતી ઓછા ખર્ચે વધુ નફો આપે છે.  જેને લઈને હવે જોધપુરમાં પણ ગાજરનું ઉત્પાદન થવા લાગ્યું છે. જેથી પાટણ જિલ્લાના ગાજરનો પોષણ ક્ષમ ભાવ ન મળતા પાટણમાં ગાજરનું ઉત્પાદન ઘટ્યું છે.  જેને લઈને ચાલું વર્ષે જિલ્લામાં માત્ર 695 હેક્ટરમાં જ વાવેતર કરવામાં આવ્યું છે.

Banaskantha / અમીરગઢના ખેડૂતો રાજસ્થાની સપલ ટીંડાની ખેતી કરી  મેળવી રહ્યા …

પાટણ જીલ્લામાં ગાજરનું ઉત્પાદન ઘટતા ગાજરની બજારમાં આવક ઘટી છે. અને ગાજરની અછત ઉભી થતા કોરોના મહામારી વચ્ચે પણ  ગાજરના ભાવ ઉચકાયા છે. ચાલુ વર્ષે ગાજર નાં વાવેતર માં ઘટાડો થવા પામ્યો છે.  જયારે બીજી તરફ ગાજરની માગ વધતા ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા હોવાનું હોલ સેલના વેપારી જણાવી રહ્યા છે.  તો સારા ભાવ મળતા ખેડૂતો પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

India / ચાલુ વર્ષે પીએમ મોદી ન ગયા વિદેશ પ્રવાસે, અગાઉ વર્ષદીઠ કર્યા…

રાજ્યમાં ગાજરના ઉત્પાદન માટે હમેશા  મોખરે ગણાતો પાટણ જિલ્લાનું  સ્તર ધીમે ધીમે ઉતરતું જઈ રહ્યું છે. ખેતીવાડી વિભાગ તેમજ શાકભાજી વેપારી એસોસિએશન સાથે મળી ખેડૂતોને પ્રોત્સાહન આપે અને તેમની મેહનત પ્રમાણે પુરુ વળતર મળે તો  ખેડૂતો ફરી એકવાર ગાજરની ખેતી તરફ વળશે  નહીં તો સતત ઉત્પાદનના ઘટતા આંકડાઓ જોઈને લાગે છે કે આવનારા સમયમાં જિલ્લામાં ગાજરનું ઉત્પાદન થશે કે નહી તે એક પ્રશ્ન છે.

Tharad / વગર મંજુરીએ ડાયરો કરી ખુશ થતા ધનજી પટેલ સામે આખરે તંત્ર એક્શ…

Kutchh / જીલ્લામાં કોરોનાં ગાઈડલાઈનનું ચુસ્ત અમલીકરણ કરાવાશે : પોલીસ …

India / આબુમાં સતત દસમા દિવસે હિમવર્ષા, દેશભરમાં કોલ્ડવેવની શક્યતા…

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો