Not Set/ AAP ની જીત પર કૈલાશ વિજયવર્ગીય/ નિશ્ચિતરૂપે જે હનુમાનજીની શરણમાં આવે છે તેને આશીર્વાદ મળે છે

દિલ્હીની જનતાએ ફરી એકવાર અરવિંદ કેજરીવાલ પર વિશ્વાસ મૂક્યો છે. તમામ પ્રયાસો છતાં ભાજપ 8 બેઠકો પર સમેટાઇ ગઇ હતી. આમ આદમી પાર્ટીને 62 બેઠકો મળી છે. ભારે બહુમતીથી જીત મેળવનાર આમ આદમી પાર્ટી (આપ) સતત ત્રીજી વખત દિલ્હીમાં સરકાર બનાવવા જઇ રહી છે. AAP વિધાનસભા પક્ષની બેઠક બુધવારે યોજાવાની છે. એવું માનવામાં આવે છે […]

Top Stories India
Kailash Vijayvargiya AAP ની જીત પર કૈલાશ વિજયવર્ગીય/ નિશ્ચિતરૂપે જે હનુમાનજીની શરણમાં આવે છે તેને આશીર્વાદ મળે છે

દિલ્હીની જનતાએ ફરી એકવાર અરવિંદ કેજરીવાલ પર વિશ્વાસ મૂક્યો છે. તમામ પ્રયાસો છતાં ભાજપ 8 બેઠકો પર સમેટાઇ ગઇ હતી. આમ આદમી પાર્ટીને 62 બેઠકો મળી છે. ભારે બહુમતીથી જીત મેળવનાર આમ આદમી પાર્ટી (આપ) સતત ત્રીજી વખત દિલ્હીમાં સરકાર બનાવવા જઇ રહી છે. AAP વિધાનસભા પક્ષની બેઠક બુધવારે યોજાવાની છે. એવું માનવામાં આવે છે કે શપથ ગ્રહણ કાર્યક્રમ 16 ફેબ્રુઆરી, શુક્રવારે રામલીલા મેદાન ખાતે યોજાશે.

પૂર્વ મંત્રી કૈલાસ વિજયવર્ગીયએ એક ટ્વીટ કર્યું છે, જેમા તેમણે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્યાં છે, જે તુરંત ચર્ચામાં આવી ગયું છે. ભારતીય જનતા પાર્ટી (બીજેપી) નાં મહાસચિવ અને મધ્યપ્રદેશનાં ભૂતપૂર્વ મંત્રી કૈલાસ વિજયવર્ગીયએ એક ટ્વીટ કરી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત અપાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

વિજયવર્ગીયએ ટ્વીટમાં લખ્યું છે કે, ‘અરવિંદ કેજરીવાલજીને જીત બદલ અભિનંદન. નિશ્ચિતરૂપે, જે હનુમાનજીનાં શરણમાં આવે છે, તેને આશીર્વાદ મળે છે. હવે સમય આવી ગયો છે કે દિલ્હીની તમામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં હનુમાન ચાલીસાનાં પાઠ કરવા જરૂરી છે. બજરંગબલીની કૃપાથી હવે દિલ્હીનાં બાળકો કેમ વંચિત રહે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.