Cricket/ એરોન ફિન્ચે તેના ફેનને આપી Good News, ઈન્સ્ટાગ્રામ પર કરી આ પોસ્ટ

ઓસ્ટ્રેલિયાનો મર્યાદિત ઓવરોનાં કેપ્ટન એરોન ફિન્ચ આજે એક પુત્રીનો પિતા બન્યો છે, તેની પત્ની એમી ફિન્ચે એક પુત્રીને જન્મ આપ્યો છે.

Sports
1 167 એરોન ફિન્ચે તેના ફેનને આપી Good News, ઈન્સ્ટાગ્રામ પર કરી આ પોસ્ટ

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમનાં કેપ્ટન એરોન ફિન્ચે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ મૂકી તેના ચાહકોને ખુશખબર જણાવી છે. ઓસ્ટ્રેલિયાનો આ ખેલાડી હવે Father બની ગયો છે. ફિન્ચનાં ઘરે એક નાની પરીનો જન્મ થયો છે, તેની પત્ની એમી ફિન્ચે તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો છે. એરોન ફિન્ચ અને પત્ની એમીનું આ પ્રથમ સંતાન છે.

આ પણ વાંચો – Cricket / શ્રીલંકાએ ત્રીજી વન-ડેમાં દ.આફ્રિકાને 78 રનથી હરાવી લાંબા સમય બાદ જીત કોઇ ODI સીરીઝ

ઓસ્ટ્રેલિયાનો મર્યાદિત ઓવરોનાં કેપ્ટન એરોન ફિન્ચ આજે એક પુત્રીનો પિતા બન્યો છે. તેની પત્ની એમી ફિન્ચે એક પુત્રીને જન્મ આપ્યો છે. ફિન્ચે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની નવજાત પુત્રી અને પત્ની સાથે બે સુંદર તસવીરો શેર કરી છે. આ સ્ટાર ક્રિકેટરે પોતાની પુત્રીનાં નામની પણ જાહેરાત કરી છે. ફિન્ચ આ દિવસોમાં તેની પત્ની એમી સાથે મેલબોર્નમાં છે અને તેની પત્નીએ અહીં સેન્ટ વિન્સેન્ટ પ્રાઇવેટ હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો છે. ફિન્ચ અને એમીએ તેમની પુત્રીનું નામ એસ્થર કેટ ફિન્ચ રાખ્યું છે. એરોન ફિંચે પોતાની પુત્રીની બે તસવીરો શેર કરતા કહ્યું કે, તે ગઈકાલે સાંજે 4.58 વાગ્યે એસ્થર કેટ ફિન્ચનો પિતા બન્યો હતો. તેણે શેર કરેલી પ્રથમ તસવીરમાં, નાની એસ્થર ફ્લોરલ પ્રિન્ટ કાપડમાં નાની પરીની જેમ દેખાઇ રહી છે. બીજી તસવીરમાં, તે તેની માતા સાથે ટુવાલમાં છુપાયેલી છે અને તેની સાથે પાપા ફિન્ચ પણ છે. ફિંચે હોસ્ટેલનાં રૂમમાં જ આ તસવીરો ક્લિક કરી છે.

Instagram will load in the frontend.

આ પણ વાંચો – IND vs ENG / ચોથી ટેસ્ટનું પુનરાવર્તન ન થાય તે માટે ઈંગ્લેન્ડે અંતિમ ટેસ્ટ માટે ટીમમાં કર્યો મોટો ફેરફાર

પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દીકરીની તસવીરો પોસ્ટ કરતા 34 વર્ષનાં ફિન્ચે કેપ્શનમાં લખ્યું, ‘દુનિયામાં આપનું સ્વાગત છે એસ્થર કેટ ફિન્ચ. અમારી નાની રાજકુમારી ગઈકાલે સાંજે 4.58 કલાકે આવી, તેનું વજન 3.54 કિલો હતું. એમી ફિન્ચે એક અદ્ભુત કામ કર્યું અને તે અને નાની પરી બંને સ્વસ્થ છે. જો આપણે એરોન ફિન્ચની ક્રિકેટની વાત કરીએ તો આ દિવસોમાં તે ઘૂંટણની ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દરમિયાન તેને ઘૂંટણમાં ઈજા થઈ હતી. આ પછી તેને ઓસ્ટ્રેલિયા પરત ફરવું પડ્યું અને અહીં ઘૂંટણની સર્જરી કરાવી પડી. ફિન્ચનું આગામી લક્ષ્ય ટી 20 વર્લ્ડ કપ છે. આ ટુર્નામેન્ટમાં તે કેપ્ટન તરીકે ઓસ્ટ્રેલિયા તરફથી રમતો જોવા મળશે. જોકે હજુ સુધી ટીમની જાહેરાત કરવામાં આવી નથી અને ઓસ્ટ્રેલિયા એક -બે દિવસમાં તેની ટીમની જાહેરાત કરશે. આ જાહેરાત પહેલા ફિન્ચે પોતાની ફિટનેસ ટેસ્ટ આપવી પડશે.