Not Set/ પોર્ન સ્ટારની ફોટો જોઇ અબ્દુલ બાસિતે કર્યુ ટ્વીટ, હવે થઇ રહી છે જગ હસાઇ

આર્ટિકલ 370 હટાવ્યા બાદ પાકિસ્તાનનાં રાજકારણમાં નિવેદનોની સાથે ભારતને રોજ ધમકીઓ આવતી રહી છે. વડા પ્રધાન ઇમરાન ખાન હોય કે તેના મંત્રી ભારતને ભયંકર પરિણામોનો સામનો કરવા તૈયાર રહેવાનું કહે છે. આ સાથે કાશ્મીરની સ્થિતિ પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા દ્વારા બતાવવામાં આવી રહી છે કે, ભારતીય સુરક્ષા દળો હેવાનિયત પર કેવા ઉતરી આવ્યા છે. હવે આવા […]

Top Stories World
Pak 1 પોર્ન સ્ટારની ફોટો જોઇ અબ્દુલ બાસિતે કર્યુ ટ્વીટ, હવે થઇ રહી છે જગ હસાઇ

આર્ટિકલ 370 હટાવ્યા બાદ પાકિસ્તાનનાં રાજકારણમાં નિવેદનોની સાથે ભારતને રોજ ધમકીઓ આવતી રહી છે. વડા પ્રધાન ઇમરાન ખાન હોય કે તેના મંત્રી ભારતને ભયંકર પરિણામોનો સામનો કરવા તૈયાર રહેવાનું કહે છે. આ સાથે કાશ્મીરની સ્થિતિ પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા દ્વારા બતાવવામાં આવી રહી છે કે, ભારતીય સુરક્ષા દળો હેવાનિયત પર કેવા ઉતરી આવ્યા છે. હવે આવા પ્રચારમાં જવાબદાર લોકો પણ જોડાયા છે, જેમાં ભારતમાં પાકિસ્તાનનાં હાઈ કમિશનર રહેલા અબ્દુલ બાસિતનું નામ પણ શામેલ થઇ ગયુ છે.

864763 abdul basit johhny sins 2 પોર્ન સ્ટારની ફોટો જોઇ અબ્દુલ બાસિતે કર્યુ ટ્વીટ, હવે થઇ રહી છે જગ હસાઇ

અબ્દુલ બાસિત તેમના નિવેદનોથી શરમમાં મુકાઇ ગયા છે. આ વખતે તેમણે એક પોર્ન સ્ટારની ફોટોને રિટ્વીટ કરી અને લખ્યું કે, તમે જોઈ શકો છો કે સામાન્ય કાશ્મીરી પેલેટ ગન કેવી રીતે ભોગ બની. પરંતુ પાકિસ્તાનની પત્રકાર નાયલા ઇનાયતે તેની પોલ ખોલી દીધી છે. નાયલા ઇનાયતે ટ્વીટ કરીને લખ્યું છે કે, ભારતમાં પાકિસ્તાનનાં હાઈ કમિશનર અબ્દુલ બાસિતે એક મોટી ભૂલ કરી હતી. જે ફોટોમાં તેઓ પીડિત કાશ્મીરી યુવકનો ઉલ્લેખ કરી રહ્યા છે, જેની લાઇટ પેલેટ ગનનાં કારણે ચાલી ગઇ છે, તે એક પોર્ન સ્ટાર છે. જ્યારે અબ્દુલ બાસિતને તેની ભૂલની ખબર પડી, ત્યારે તેમણે તેમનું ટ્વીટ ડિલીટ કરી દીધુ હતુ.

આ અગાઉ યુએનમાં પાકિસ્તાનનાં કાયમી પ્રતિનિધિ મલિહા લોધીને પણ શરમનો સામનો કરવો પડ્યો હતો. 2017 માં તેણે ભારતને ઘેરવાના પ્રયત્નમાં એક ફિલીસ્તાની યુવતીની ફોટો શેર કરી હતી. આ માટે તેને યુએનજીએ દ્વારા પણ ઠપકો મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.