મૃતદેહો/ બિહારના બક્સરમાં ગંગા નદીના ઘાટ પર 30થી40 મૃતદેહ જોવાયા

ગંગા ધાટ પર 30થી40 મૃતદેહ જોવા મળ્યા હતા

India
Untitled 122 બિહારના બક્સરમાં ગંગા નદીના ઘાટ પર 30થી40 મૃતદેહ જોવાયા

થોડા દિવસ પહેલા ઉત્તર પ્રદેશની યમુના નદીમાં કોરોનાકાળ દરમિયાન મૃતદેહોને પધરાવી દેવામાં આવ્યા હતા. આ ધટનાથી સમગ્ર પંથકમાં હાહકાર મચી ગયો હતો. હવે ફરી એક વખત આવી જ ધટના સામે આવી છે. બિહારના બક્કસર જીલ્લાની ગંગા નદીના ધાટે મૃતદેહ જોવા મળ્યા છે.
આ ધટના સામે આવતા ઉચ્ચ અધિકારીઓ ઘટના સામે પહોંચી ગયા હતા. ઉલ્લેખનીય છે કે ગંગા ધાટ પર 30થી40 મૃતદેહ જોવા મળ્યા હતા.
આ વીશે એસડીઓ કેકે ઉપાધ્યાયે જણાવ્યુ હતુ કે દસથી બાર મૃતદેહ મળી આવ્યા છે. આ તમામ મૃતદેહને અમે અંતિમસંસ્કાર કરના આદેશ આપ્યા છે.સાથે જ આ મૃતદેહ ક્યાંથી આવ્યા તે અંગે તપાસ પણ કરાવી રહ્યા છીએ.

મૃતદેહ મળી આવતા ડીએમ અમન સમીરે પ્રેશ દ્ધારા જણાવ્યું હતુ કે આ તમામ મૃતદેહ યુપીથી નદીમાં તણાઇને આવેલા છે. વધુમાં તેમને કહ્યુ ચોસા મહાદેવ ધાટ પર 30 મૃતદેહ મળ્યા છે.

યૂપી અને બિહારની સીમા પર ચોસા ઘાટ પર મૃતદેહોની ભરમાળ જોવા મળી હતી. એટલુ જ નહીં યૂપીના બારા ઘાટ પર 16 મૃતદેહ પણ તરતા જોવા મળ્યા હતા. આ મૃતદેહોની દુર્ગંધથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. સ્થાનિક રહેવાશીઓએ જણાવ્યુ હતુ કે, 100થી 150 મૃતદેહો નદીમાં તરતી જોવા મળી હતી. પરંતુ પ્રશાસને તેને દૂર કરવા માટે સત્વરે કોઇ જ પ્રકારના યોગ્ય પગલા ભર્યા નથી. સ્થાનીક નિવાશીઓએ એ વધુમાં કહ્યુ હતુ કે અધિકારીઓએ માત્ર આદેશ આપીને જતા રહ્યા.
બક્સરના અનેક ઘાટ પર સીસીટીવી કેમેરા લગાવવાની તૈયારીઓ શરૃ થઇ ગઇ છે. કારણ કે સ્થાનીક લોકોએ હાહાકાર કરતા હવે તંત્રએ કામ હાથ ધરવા શીવાય અન્ય કોઇ રસ્તો રહ્યો નથી.
કોરોનાકાળમાં જે રીતે મૃતદેહોને પરીવારજને નદીમાં પધરાવવા પડે છે, તેમાં વાંક કોનો તે વાત વિચારતા કરી મુકે તેવી છે.