Not Set/ કોંગ્રેસમાં હજુ પણ નથી ‘All is Well’, તો શું પાયલોટ પાર્ટીને કરશે ક્રેશ?

બળવા પર ઉતરેલા સચિન પાયલોટ કોંગ્રેસ દ્વારા મનાવવાના કોઈપણ પ્રયાસને કોઈ પ્રાધાન્ય આપતા હોય તેવુ દેખાઇ રહ્યુ નથી. તેમણે પાર્ટી (રાજસ્થાન કોંગ્રેસ) ની પ્રવૃત્તિઓથી પણ દૂરી બનાવી દીધી છે. મંગળવારે યોજાયેલી વિધાનસભા પક્ષની બીજી બેઠકમાં પણ સચિન પાયલોટ પહોંચ્યા ન હોતા. સોમવારે પણ મુખ્યમંત્રી અશોક ગેહલોતે વિધાનસભા પક્ષ (સીએલપી) ની બેઠક બોલાવી હતી, પરંતુ તેઓ […]

India
9944310ec12e10b6fe11549c067b16c7 1 કોંગ્રેસમાં હજુ પણ નથી 'All is Well', તો શું પાયલોટ પાર્ટીને કરશે ક્રેશ?

બળવા પર ઉતરેલા સચિન પાયલોટ કોંગ્રેસ દ્વારા મનાવવાના કોઈપણ પ્રયાસને કોઈ પ્રાધાન્ય આપતા હોય તેવુ દેખાઇ રહ્યુ નથી. તેમણે પાર્ટી (રાજસ્થાન કોંગ્રેસ) ની પ્રવૃત્તિઓથી પણ દૂરી બનાવી દીધી છે. મંગળવારે યોજાયેલી વિધાનસભા પક્ષની બીજી બેઠકમાં પણ સચિન પાયલોટ પહોંચ્યા ન હોતા.

સોમવારે પણ મુખ્યમંત્રી અશોક ગેહલોતે વિધાનસભા પક્ષ (સીએલપી) ની બેઠક બોલાવી હતી, પરંતુ તેઓ આ બેઠકમાં પણ હાજર થયા ન હોતા. આ પછી, સોમવારે રાત્રે, કોંગ્રેસ વતી, એવું કહેવામાં આવ્યું હતું કે સચિન પાયલોટ આવીને વાતચીત કરીને આ મુદ્દાને હલ કરે, પરંતુ મંગળવારે પણ પાયલોટે સંદેશ આપ્યો છે કે, આ વખતે પાર્ટીની બેઠકમાં ભાગ લેવાને બદલે, તેઓ આર અથવા પારની લડાઇનાં મૂડમાં છુ. રાજસ્થાન કોંગ્રેસમાં ચાલી રહેલા સંકટને ધ્યાનમાં રાખીને રણદીપ સુરજેવાલા સોમવારે જયપુર પહોંચ્યા, તેમણે અહીં કહ્યું કે પાયલોટે આવીને વાતચીત કરીને મામલો થાળે પાડવો જોઈએ. પક્ષને આશા હતી કે તેઓ બીજી મીટિંગમાં આવશે, પરંતુ પાયલોટે પણ આ બેઠકથી દૂર રહેવું જરૂરી સમજ્યુ છે. એવા અહેવાલો છે કે પાયલોટ ભાજપનાં નેતાઓનાં સંપર્કમાં છે. જો કે, સોમવારે સૂત્રોનાં હવાલાથી કહેવામાં આવ્યું છે કે પાયલોટે કહ્યું છે કે તેઓ ભાજપમાં જોડાશે નહીં.

સોમવારે રાત્રે પાયલોટનાં કેમ્પ દ્વારા એક વીડિયો બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં એક જગ્યાએ 15-16 ધારાસભ્યો બેઠા હતા. પ્રથમ દિવસે આશરે 100 ધારાસભ્યો અશોક ગેહલોતનાં નિવાસસ્થાને બોલાવેલી ધારાસભ્ય પક્ષની બેઠકમાં પહોંચી ગયા હતા. ગેહલોતે કહ્યું છે કે, તેમને લગભગ 106 ધારાસભ્યોનો ટેકો છે. પરંતુ પાયલોટની નજીકનાં સૂત્રો કહે છે કે ગેહલોત પાસે તેટલી સંખ્યા નથી, જેટલી તે દાવો કરી રહ્યા છે. પાયલોટે દાવો કર્યો હતો કે તેમને 30 ધારાસભ્યોનો ટેકો છે, પરંતુ વીડિયો અનુસાર, તેમના છાવણીમાં આશરે 16 ધારાસભ્યો છે. પાયલોટનાં બીજી મીટિંગમાં સામેલ ન થયા બાદ હવે કોંગ્રેસ આગળનું પગલું શું લે છે તે જોવું રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.