Not Set/ રાજકોટમાં 500 જેટલી દિકરીઓ આવતીકાલે લેશે વેકસીન,શ્રીમતી અંજલીબેન રુપાણીના હસ્તે દીપપ્રાગટય

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીના માર્ગદર્શન હેઠળ ખાસ બહેનો માટે રાજકોટમાં વેક્સિનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં

Gujarat Trending
anjali ben dip રાજકોટમાં 500 જેટલી દિકરીઓ આવતીકાલે લેશે વેકસીન,શ્રીમતી અંજલીબેન રુપાણીના હસ્તે દીપપ્રાગટય

(ફાઈલ તસવીર)

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીના માર્ગદર્શન હેઠળ ખાસ બહેનો માટે રાજકોટમાં વેક્સિનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

vaccination corona 1 રાજકોટમાં 500 જેટલી દિકરીઓ આવતીકાલે લેશે વેકસીન,શ્રીમતી અંજલીબેન રુપાણીના હસ્તે દીપપ્રાગટય

આ આયોજન અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ચૌધરી હાઈસ્કુલ કેમ્પસ સ્થિત રાજકોટની સદગુરુ મહિલા કોલેજમાં અંદાજે 500 જેટલી દિકરીઓ આવતીકાલે કોરોના સામે રક્ષણ મેળવવા વેકસીન લેશે.

vaccination રાજકોટમાં 500 જેટલી દિકરીઓ આવતીકાલે લેશે વેકસીન,શ્રીમતી અંજલીબેન રુપાણીના હસ્તે દીપપ્રાગટય

આ વેક્સિનેશન ડ્રાઈવની શરુઆત મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલીબેન રુપાણી સવારે 10:00 કલાકે દીપપ્રાગટય કરી કરાવશે.

18 plus vaccination 1 રાજકોટમાં 500 જેટલી દિકરીઓ આવતીકાલે લેશે વેકસીન,શ્રીમતી અંજલીબેન રુપાણીના હસ્તે દીપપ્રાગટય

આ વેકસીનેશન ડ્રાઈવમાં પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, મેયર ડો. પ્રદીપભાઈ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, ડેપ્યુટી મેયર ડો. દર્શીતાબેન શાહ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ડો. મેહુલભાઈ રુપાણી, સિન્ડિકેટ સભ્ય અને કોર્પોરેટર ડો. નેહલભાઈ શુકલ, પૂર્વ ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, રક્ષાબેન બોળીયા તથા મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

kalmukho str 10 રાજકોટમાં 500 જેટલી દિકરીઓ આવતીકાલે લેશે વેકસીન,શ્રીમતી અંજલીબેન રુપાણીના હસ્તે દીપપ્રાગટય