Gujarat surat/ ABVPના રાષ્ટ્રીય મહાસચિવ યાજ્ઞવલ્ક્ય શુક્લ આજે સુરતના પ્રવાશે

ભારતીય અખિલ વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય મહાસચિવ યાજ્ઞવલ્ક્ય શુક્લ આજે સુરતના પ્રવાશે આવ્યા છે, તેમને જણાવ્યું હતું કે પ્રાચીનકાળથી અત્યાર સુધી ગુજરાત હંમેશા ભારતીય ગૌરવનું કેન્દ્રબિંદુ રહ્યું છે.

Top Stories Gujarat Breaking News
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 06 02T145455.991 ABVPના રાષ્ટ્રીય મહાસચિવ યાજ્ઞવલ્ક્ય શુક્લ આજે સુરતના પ્રવાશે

Surat News: ભારતીય અખિલ વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય મહાસચિવ યાજ્ઞવલ્ક્ય શુક્લ આજે સુરતના પ્રવાશે આવ્યા છે, તેમને જણાવ્યું હતું કે પ્રાચીનકાળથી અત્યાર સુધી ગુજરાત હંમેશા ભારતીય ગૌરવનું કેન્દ્રબિંદુ રહ્યું છે,પાકિસ્તાનના લોકો પણ ભારતના તિરંગા નીચે સુરક્ષિત અનુભવે છે

સુરતમાં આજે એબીવીપીની કારોબારીની બેઠક મળી હતી. જેમાં ABVP એટલે કે ભારતીય અખિલ વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય મહાસચિવ યાજ્ઞવલ્ક્ય શુક્લ પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન આજે મંતવ્ય ન્યૂઝે તેમની સાથે ખાસ વાતચીત કરી હતી. સુરત અને ગુજરાત પ્રવાસ અંગે શુક્લાએ જણાવ્યું હતું કે પ્રાચીનકાળથી અત્યાર સુધી ગુજરાત હંમેશા ભારતીય ગૌરવનું કેન્દ્રબિંદુ રહ્યું છે, તેમને કહ્યું કે ગુજરાત સમગ્ર ભારતમાં સમૃદ્ધિનું પ્રતિક છે. એમ પણ કહ્યું કે હું સુરત આવીને ખૂબ જ ખુશ છું. ગુજરાતની પ્રગતિને આટલી નજીકથી જોવી એ ખાસ વાત છે કે આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય અનેક ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરવાનો છે.

ઉપરાંત,આપણે યુવાનોને પ્રેરણા આપવી પડશે અને તેમના દેશ પ્રત્યે તેમની જવાબદારી નક્કી કરવી પડશે. તેમને કહ્યું કે એબીવીપી હંમેશા દેશની પ્રગતિ માટે કામ કરતી રહી છે. અને ભવિષ્યમાં પણ આમ કરતા રહેશે. આપને જણાવી દઈએ કે એબીવીપીની આ કારોબારી બેઠક સુરતમાં સતત ચાર દિવસ સુધી ચાલુ રહેશે. વધુમાં તેમણે વારંવાર લીક થતા પેપર મુદ્દે ABVP સંગરચના કરશે, ચૂંટણી અંગે તમને વાત કરતા જણાવ્યું કે ભારતના લોકો જેને ઈચ્છે તેનીજ સરકાર બનશે ભારત પ્રગતિ તરફ આગળ આવી રહ્યું છે ભારતના પાસપોર્ટનું પાવર વધ્યું છે અને જે પાડોસી દેશ છે પાકિસ્તાન ત્યાંના લોકો પણ ભારતના તિરંગા નીચે સુરક્ષિત અનુભવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મોટેરાથી ગાંધીનગર સેક્ટર-1 સુધી મેટ્રો ટ્રેનની કામગીરી પૂરજોશમાં

આ પણ વાંચો: ગરમીની સિઝનમાં ગાંધીનગરમાં કોલેરાનો કહેર, આરોગ્ય વિભાગ થયું એલર્ટ

આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં દરિયો ન ખેડવા સાગરખેડૂઓને સૂચના