biggest case/ ACBએ નોંધ્યો ઇતિહાસનો સૌથી મોટો કેસ, નિવૃત્ત નાયબ મામલતદારની કરોડોની બેનામી સંપત્તિથી ખળભળાટ

ગુજરાત એસીબી દ્વારા મામલતદાર સામે 25 લાખની લાંચનો કેસ, આણંદના એએસઆઇ સામે 50 લાખની લાંચ કેસ બાદ હવે ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટો કેસ

Top Stories Gujarat
1

અમદાવાદ સહિત ગુજરાત પોલીસની કાર્યવાહી સામે અવારનવાર પ્રશ્નાર્થ સર્જાતા હોય છે ત્યારે તેની વચ્ચે ગુજરાત એસીબી દ્વારા એક બાદ એક મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાત એસીબી દ્વારા મામલતદાર સામે 25 લાખની લાંચનો કેસ, આણંદના એએસઆઇ સામે 50 લાખની લાંચ કેસ બાદ હવે ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટો કેસ ગાંધીનગરના નિવૃત્ત નાયબ મામલતદાર સામે એસીબીએ 30 કરોડની આવક કરતાં વધારે સંપત્તિનો કેસ દાખલ કર્યો છે.ગાંધીનગરના નિવૃત્ત નાયબ મામલતદાર પાસે એસીબીએ 30 કરોડની અપ્રમાણસર મિલકતનો કેસ દાખલ કર્યો છે, કલોલ ખાતે ફરજ બજાવતા નિવૃત્ત નાયબ મામલતદાર વિરમ દેસાઈ પાસેથી એસી અને 30 જેટલા બેંક એકાઉન્ટ પણ મળી આવ્યા છે, અને 4 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન મળી આવ્યું છે.આ સિવાય રિયલ એસ્ટેટમાં પણ તેને ઘણું રોકાણ કર્યું હોવાનું બહાર આવ્યું છે.

Cricket / IPL ઓક્શન પહેલા ક્યો ખેલાડી થશે IN અને ક્યો થશે OUT ?

અત્યાર સુધીમાં આટલા મોટા પ્રમાણમાં આવક કરતા વધારે સંપત્તિનો કેસ ગુજરાતના ઇતિહાસમાં જોવા મળ્યો નથી. ગુજરાત એસીબીના ઇતિહાસનો સૌથી મોટો કેસ હોવાનું બહાર આવ્યું છે. ગાંધીનગરના નિવૃત્ત નાયબ મામલતદાર વિરમ દેસાઈ સામે આવક કરતાં વધુ સંપત્તિની ફરિયાદ થઇ હતી.જેમાં લાંચરૂશ્વત વિરોધી શાખાએ તપાસ હાથ ધરી હતી તેમાં નિવૃત્ત નાયબ મામલતદાર વિરમ દેસાઈ પાસેથી 30 કરોડથી વધુની સંપત્તિ મળી આવતા સમગ્ર રાજ્યભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

Political / આ સત્યાગ્રહ માત્ર ખેડૂતો માટે જ છે તે સમજવુ ખોટું છે : રાહુલ ગાંધી

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે ગાંધીનગરના નિવૃત્ત નાયબ મામલતદાર વિરમ દેસાઈ પાસેથી એસીબીને 4 કરોડ રૂપિયાનું ટ્રાન્જેક્શન, 3 કરોડ રૂપિયાની કાર,2 ફ્લેટ, 2 બંગલા, 11 દુકાન,1 ઓફિસ, 2 લોટ પણ મળી આવ્યા છે તેની સાથે જ આરોપી વિરમ દેસાઈએ રેવન્યુ કર્મચારી સંગઠનના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. વિરમ દેસાઈ પાસે ઔડી, બી.એમ.ડબલ્યુ, જેગુઆર, મર્સિડીઝ તેમજ હોન્ડા સિટી જેવી અનેક કાર મળી આવી છે.

Cricket / IPL ઓક્શન પહેલા ક્યો ખેલાડી થશે IN અને ક્યો થશે OUT ?

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…