Viral Video/ બાઇક સવારે બસને ઓવરટેક કરતા સર્જાયો અકસ્માત, જુઓ આ રૂંવાટા ઉભા કરી દેતો Video

જો કે વીડિયોમાં દેખાય છે તે મુજબ બસ ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે યુવકનો આબાદ બચાવ થયો હતો. આ સમગ્ર ઘટના હાઈવે પરનાં CCTVમાં કેદ થઈ હતી.

Videos
11 50 બાઇક સવારે બસને ઓવરટેક કરતા સર્જાયો અકસ્માત, જુઓ આ રૂંવાટા ઉભા કરી દેતો Video

આજનાં યુવાનો બાઇક ચલાવવામાં જે બેદરકારી રાખી રહ્યા છે, જેના કારણે ઘણીવાર મોટા અકસ્માત સર્જાતો હોય છે. ખાસ કરીને ખુલ્લા રોડ પર બાઇકને સ્પીડમાં ચલાવવું અને જોખમી રીતે ઓવરટેક કરવાથી અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે.

આ પણ વાંચો – ગાંધીનગર /  ભુપેન્દ્ર પટેલની સરકારના નવા મંત્રીમંડળની 16મીએ શપથવિધિ યોજાશે

તાજેતરમાં એક બાઇક સવારનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. એસટી બસ અને મોટર સાયકલ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં મોટર સાયકલ ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. તમે આ વીડિયોમાં જોઇ શકો છો કે એસટી બસને રોંગસાઈડમાંથી ઓવરટેક કરતી વખતે બાઈક સવાર યુવક બસની નીચે આવી ગયો હતો, જો કે વીડિયોમાં દેખાય છે તે મુજબ બસ ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે યુવકનો આબાદ બચાવ થયો હતો. આ સમગ્ર ઘટના હાઈવે પરનાં CCTVમાં કેદ થઈ હતી. મળતી માહિતી અનુસાર, આ વીડિયો દાહેદનો હોવાનુ સામે આવી રહ્યુ છે. આ વીડિયો એટલો ખતરનાક છે કે તમેે જોશો તો તમારા પણ રૂંવાટા ઉભા થઇ જશે. મળતી માહિતી મુજબ, દાહોદ શહેરમાંથી પસાર થતાં હાઈવે પર સ્માર્ટ સીટીના બોર્ડ પાસે રોંગસાઈડમાંથી આવી એસટી બસને ઓવરટેક કરવા જતા એક બાઈક સવાર એસ.ટી.બસની આગળ આવી ગયો હતો. આ બસ સાથે બાઇક સવારની ટક્કર પણ થઇ હતી, જે બાદ તે બાઇક સવાર બસની નીચેે આવી ગયો હતો, જો કે તે બસનાં ટાયરથી દૂર હતો, અને ખાસ કરીનેે બસ ચાલકની સમયસૂચકતાનાં કારણેે તેનો આબાદ બચાવ થયો હતો.

https://twitter.com/mantavyanews/status/1437984599208960003?s=20

આ પણ વાંચો – રાજકોટ / ભારે વરસાદને કારણે ધોવાયેલા રસ્તાનું સમારકામ કરવા મેયર-મ્યુ.કમિશનરનો આદેશ

આ વીડિયોમાં જોઇ શકાય છે કે, ચાલક ગણતરીની સેકન્ડમાં જ બહાર આવતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. જે રીતે અકસ્માત સર્જાયો હતો તેને જોતા એસટી બસનાં ચાલક અને રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનચાલકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. એસટી બસ ચાલક તો તેની સાઈડમાં જ આવી રહ્યો હતો. પરંતુ, સીસીટીવીમાં જોઈ શકાય છે કે, બાઈક સવાર રોંગસાઈડમાંથી આવી બસને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બાઈકને ટક્કર લાગ્યા બાદ તરત જ બસના ચાલકે બ્રેક મારી દેતા બસ નીચે ઘૂસી ગયેલા યુવકનો જીવ બચી ગયો હતો. દાહોદમાં બનેલી અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોવાથી વિડીયો સીસીટીવી સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.