અમરેલી
અમરેલી જિલ્લાના રાજુલાના નિંગાળા ગામ નજીક ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર પુલ પરથી ટ્રક ખાબકતા 7 વ્યક્તિના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યાં છે. જ્યારે 45 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.શુક્રવારે મોડી રાતે થયેલાં આ અકસ્માતમાં પુલ પર 15 ફુટ ઉપરથી ટ્રક નીચે ખાબકી હતી અને 8 વ્યક્તિઓએ જાન ગુમાવ્યો હતો.
રાજ્યમાં ફરી એકવાર સગાઇનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો. ઉના તાલુકાના સોખડા ગામએ કોળી પરિવાર સગાઈના પ્રસંગે ગયા હતા અને ત્યાંથી પરત ફરતા સમયે આ ગોઝારો અકસ્માત નડ્યો. હતો.અમરેલી જિલ્લાના રાજુલાના નિંગાળા ગામ નજીક મોડી રાત્રે ઉનાના સોખડા ગામે સગાઈના પ્રસંગમાં ગયેલ ટ્રક પરત ફરતી વેળા એ નિંગાળાના પુલ પરથી ટ્રક નીચે પડતા 30થી વધુ લોકો તો દબાઇ ગયા હતા.
મૃતકો અને ઇજાગ્રસ્તો મહુવાના જાદરા ગામના હોવાનું જાણવા મળેલ છે.
આ અકસ્માત બાદ મોડી રાત્રે ટ્રક નો ચાલક ફરાર થઈ ગયો હતો.
ટ્રક એટલી ખરાબ રીતે પછડાઇ હતી કે તેને બેઠી કરવામાં જેસીબી અને ક્રેનની મદદ લેવાઇ હતી.
અકસ્માત થતાં ઇમરજન્સી સર્વિસ 108 સહિત સામાજિક સંસ્થાની અને અહીં આવેલ ઔદ્યગિક કંપનીઓની 8 જેટલી એમ્બ્યુલન્સ વડે તમામ મૃતક અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાજુલા તાલુકાના તમામ સરકારી ડોક્ટરો અને ખાનગી હોસ્પિટલોની ટીમો સેવા આપવા દોડી આવ્યા હતા.
ઘટના ની જાણ થતા રાજુલા જાફરાબાદ ના ધારાસભ્ય અંબરીશ ડેર સહીત ના લોકો પણ હોસ્પિટલ એ દર્દી અને ઇજાગ્રસ્થો ની મદદ કરવા માટે દોડી આવ્યા અને જરૂરી મદદ કરવા માં આવી હતી. તેમણે આ ઘટના ખુબ જ દુઃખદ ગણાવી હતી.
