Not Set/ ભુજ : ટ્રક સાથે રીક્ષા અથડાતા ભીષણ અકસ્માત,10ના મોત થતાં હાહાકાર

ભુજ કચ્છમાં સોમવારે બપોરે ગમખ્વાર અકસ્માતમાં દસ લોકોના મોત નીપજ્યાં છે.કચ્છમાં માનકુવા નજીક ડાકડાઈ ગામના પાટીયા પાસે ટ્રક સાથે રીક્ષા અને બાઇક અથડાઇ જતાં દસ લોકોના મોત થયા હતા. અકસ્માત બાદ ટ્રક નાસી છૂટ્યો હતો. અકસ્માત થતાની સાથે જ ઇમરજન્સી સારવાર માટે 108ને જાણ કરવામાં આવી હતી. ધાયલોને ભુજની અદાણી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. […]

Top Stories
Kutch accident ભુજ : ટ્રક સાથે રીક્ષા અથડાતા ભીષણ અકસ્માત,10ના મોત થતાં હાહાકાર

ભુજ

કચ્છમાં સોમવારે બપોરે ગમખ્વાર અકસ્માતમાં દસ લોકોના મોત નીપજ્યાં છે.કચ્છમાં માનકુવા નજીક ડાકડાઈ ગામના પાટીયા પાસે ટ્રક સાથે રીક્ષા અને બાઇક અથડાઇ જતાં દસ લોકોના મોત થયા હતા. અકસ્માત બાદ ટ્રક નાસી છૂટ્યો હતો.
અકસ્માત થતાની સાથે જ ઇમરજન્સી સારવાર માટે 108ને જાણ કરવામાં આવી હતી. ધાયલોને ભુજની અદાણી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અકસ્માતને પગલે વાહનોની લાઈનો લાગી હતી. ઘટનાની જાણ થતાં માનકુવાના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થતા વાહનચાલકો ધીમી ગતિએ વાહન આગળ વધારવું પડ્યું હતું.
અકસ્માતને પગલે રીક્ષા અને બાઈક પર સવાર 10 લોકોના મોત નિપજ્યા હતા. જેને પગલે મૃતકોની બંને વાહનો પાસે લાશો અને ઈજાગ્રસ્તો પડ્યા હતા. લોકોએ રીક્ષામાંથી ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.