Video/ ગાંધીનગરના ચ-6 સર્કલ પાસે અકસ્માત, બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત

ગાંધીનગરના ચ-6 સર્કલ પાસે થયેલા અકસ્માતમાં એક સ્કૂલ વાન ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધો હતો અને ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.

Videos
અકસ્માત

રાજ્યમાં એક પછી એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં કોઈ બીજાની બેદરકારીના કારણે માસૂમ લોકોને જીવ ગુમાવો પડે છે. ત્યારે આવામાં વધુ એક અકસ્માતની ઘટના ગાંધીનગરમાં ચ-6 સર્કલ પાસે બની છે. અકસ્માતમાં એક વ્યક્તિનુ મોત નિપજ્યુ હતુ. બાઈક અને સ્કુલ વાન વચ્ચે અકસ્માત થયો હતો. વાન ચાલક બાળકો સાથે વાન મુકી ફરાર થઈ ગયો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને પંચનામાની કાર્યવાહી હાથ ધરી છે. ઇજાગ્રસ્ત બીજા યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ગાંધીનગરના ચ-6 સર્કલ પાસે થયેલા અકસ્માતમાં એક સ્કૂલ વાન ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધો હતો અને ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માત બાદ વાહન ચાલક બાળકોને લઈને ઘટનાસ્થળેથી ભાગવામાં સફળ થયો હતો. પરંતુ રાહદારીઓ અને આસપાસના લોકોએ પીછો કર્યો હતો અને વાહન ચાલકોને અટકાવ્યો હતો અને પોલીસને કબજે કર્યો તથા ત્યારે પોલીસે બાળકોને સુપ્રરત ઘરે મોકલીને ડ્રાઈવરની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: મોર્નિગ વોક માટે નીકળેલા યુવકને મળ્યું મોત, CCTV જોઈ ને ધ્રુજી જશો

આ પણ વાંચો:હરામીનાળા પાસે ઘુસણખોરી બે પાકિસ્તાની ઝડપાયા

આ પણ વાંચો: ગુજરાતની અબડાસા વિધાનસભા બેઠક, કોનો લહેરાયો ઝંડો, શું છે અહીં સમીકરણ