Viral Video/ પાવરી ગર્લનો વીડિયો એકવાર ફરી થયો વાયરલ

‘પાવરી ગર્લ’ તરીકે રાતોરાત પ્રખ્યાત બનેલી પાકિસ્તાનની દનાનીર મોબીન ફરી એકવાર ચર્ચામાં આવી છે. જો કે આ વખતે તેના મીમ્સ બનાવવામાં આવી નથી રહ્યા પરંતુ તેની પ્રશંસા કરવામાં આવી રહી છે. જણાવી દઇએ કે, આ વખતે દનાનીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં મુસ્તફા જાન-એ-રહમતનું ગીત ગાઇ રહી છે. Indian Idol 12 / કિશોરકુમાર એપિસોડનું સત્ય : પોતાને […]

Videos
Untitled 17 પાવરી ગર્લનો વીડિયો એકવાર ફરી થયો વાયરલ

‘પાવરી ગર્લ’ તરીકે રાતોરાત પ્રખ્યાત બનેલી પાકિસ્તાનની દનાનીર મોબીન ફરી એકવાર ચર્ચામાં આવી છે. જો કે આ વખતે તેના મીમ્સ બનાવવામાં આવી નથી રહ્યા પરંતુ તેની પ્રશંસા કરવામાં આવી રહી છે. જણાવી દઇએ કે, આ વખતે દનાનીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં મુસ્તફા જાન-એ-રહમતનું ગીત ગાઇ રહી છે.

Indian Idol 12 / કિશોરકુમાર એપિસોડનું સત્ય : પોતાને પસંદ ના હોવા છતાં પૈસા માટે કર્યા વખાણ, અમિત કુમારે કરી કબૂલાત

મુસ્તફા જાન-એ-રહમત મૂળ ઇસ્લામિક વિદ્વાન હઝરત ઇમામ અહેમદ રઝા ખાન દ્વારા ગાવામાં આવ્યુ હતું. પરંતુ દનાનીરનાં કેપ્શનથી લાગી રહ્યુ છે કે તે પાકિસ્તાની ગાયિકા આતિફ અસલમનાં વર્જનની ચાહક છે. આ વર્જન ગત મહિને તેના રમઝાન નિમિત્તે યુટ્યુબ ચેનલ પર રજૂ કરવામાં આવ્યું હતું. દનાનીરનાં આ વીડિયોને લોકોની ખૂબ પ્રશંસા મળી રહી છે. લોકો તેના અવાજની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

Instagram will load in the frontend.

ટેલીવૂડ / તારક મહેતા…. સીરીયલના ટપ્પુ એટલે કે ભવ્ય ગાંધી ના પિતા વિનોદ ગાંધીનું કોરોનાના કારણે નિધન

આપને જણાવી દઇએ કે, તાજેતરમાં 19 વર્ષીય દનાનીર મુબીનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જે ભારતમાં પણ લોકપ્રિય થયો છે. તેના પાંચ સેકન્ડનાં વાઇરલ વીડિયોમાં, દનાનીર મુબીન તેના મિત્રો સાથે પાર્ટી કરતી જોવા મળી રહી છે પરંતુ તેના વીડિયોમાં તે પાર્ટી શબ્દનો ઉચ્ચારણ યોગ્ય રીતે નહીં કરવાને બદલે પાવરી શબ્દનો ઉપયોગ કરે છે. દનાનીર મુબીન તેના વીડિયોમાં કહે છે, “આ અમારી કાર છે, આ અમે છીએ, અને અહી અમારી પોવરી થઇ રહી છે.” ત્યારથી, આ વીડિયો સોશિયલ મીડિયામાં ચારે બાજુ ફેલાઇ ગયો છે અને આ વીડિયો પર જુદા જુદા મીમ્સ બન્યા છે અને તે ખૂબ શેર કરવામાં આવ્યા છે.

majboor str 8 પાવરી ગર્લનો વીડિયો એકવાર ફરી થયો વાયરલ