હિટ એન્ડ રન/ અમદાવાદ બાદ લીમખેડા – દાહોદ હાઈવે પર અકસ્માત, બે મહિલાનું ઘટના સ્થળે જ મોત

લીમખેડા – દાહોદ હાઈવે પર  ટ્રક ચાલક મહિલાઓને ટક્કર મારી ટ્રક લઈ ફરાર થઈ ગયો હતો. આ ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા

Gujarat Others
દાહોદ હાઈવે
  • લીમખેડા – દાહોદ હાઈવે પર હીટ એન્ડ રનની ઘટના
  • ઘટનામાં 2 મહિલાના મોત, 7 લોકો ઘાયલ
  • ટ્રક ચાલક ટક્કર મારી ટ્રક લઈ ફરાર
  • પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
  • મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી

ગુજરાતમાં એક પછી એક હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવી રહી છે. અમદાવાદના હાટકેશ્વર બાદ હવે લીમખેડા – દાહોદ હાઈવે પર હીટ એન્ડ રનની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ હિટ એન્ડ રનની ઘટનામાં બે મહિલાના મોત નિપજ્યાં છે. આ મામલે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તાપસ હાથ ધરી હતી.

આ પણ વાંચો : ડીસા બાદ સાણંદમાં ફાયરિંગની ઘટના, ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત

આ અંગે મળતી માહિતી અનુસાર, લીમખેડા – દાહોદ હાઈવે પર  ટ્રક ચાલક મહિલાઓને ટક્કર મારી ટ્રક લઈ ફરાર થઈ ગયો હતો. આ ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. ટ્રેકે ટક્કર મારતા પિકઅપ ગાડી પલટી ખાઈ રસ્તા નીચે પડી ગઈ હતી. ગાડીમાં બેઠેલા  7 લોકો ઘાયલ ૨ મહિલાના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. ટ્રક ચાલક ટક્કર મારી ગાડી લઇ થયો ફરાર. ઘાયલો ૧૦૮ની મદદથી સારવાર માટે ખસેડાયા છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લીમખેડા ખાતે લઈ જવાયા.

આ પણ વાંચો : સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા તેમજ જીલ્લા કલેકટર કચેરી ખાતે વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા આવેદનપત્ર

આપને જણાવી દઈએ કે ગઇકાલે એટલે કે શુક્રવારે મોડી સાંજે અમદાવાદના હટકેશ્વમાં પણ હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી જેમાં ટ્રક ચાલકે એક્ટિવા ચાલક દંપતીને અડફેટે લીધા હતા. જેમાં પણ મહિલાનું મોત નીપજ્યું હતું. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, ટનિંગ પોઈન્ટ પર ટ્રક ચાલકે એક્ટિવા માં સવાર દંપતીને અડફેટે લીધા હતા. જેમાં મહિલા નીચે પડી ગઈ હતી અને ટ્રક મહિલા પર ફરી વળ્યું હતું. જ્યારે યુવકને ઇજા પહોંચી હતી. આ મામલે પોલીસ ટ્રક ચાલકની ધરપકડ કરી છે.

આ પણ વાંચો : સરકાર દ્વારા નવી ગાઈડલાઈન જાહેર, હવે ગુજરાતના 27 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લગાવાયો

આ પણ વાંચો : અમદાવાદ શહેર બાદ હવે ગ્રામ્યમાં પણ કોરોના વિસ્ફોટ, 60થી વધુ બાળકો સંક્રમિત

આ પણ વાંચો : રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 21,225 કેસ નોંધાયા, જયારે 16ના મોત થયા