Not Set/ પ્રિયંકા ગાંધી લખી રહ્યા છે બુક, એડવાન્સમાં મળ્યા ૧ કરોડ રૂપિયા

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીના બહેન એટલે કે પ્રિયંકા ગાંધીને લઈને એક મોટા સમાચાર જાણવા મળ્યા છે. આવતા વર્ષની લોકસભાની ચૂંટણી પહેલા આ બુક તેઓ પબ્લીશ કરવાના છે.આ બુક આવતા વર્ષે માર્ચ મહિનામાં આવી શકે છે. ૩૦૦ પેજની આ બુકમાં ૭૫,૦૦૦ શબ્દો હશે. જવાહરલાલ નહેરુ અને ઇન્દીરા ગાંધીએ પણ પોતાના જીવનકાળ દરમ્યાન બુક લખી હતી. પ્રિયંકા […]

Top Stories India Trending Politics
priyankagandi 1484971859 1485259133 1 પ્રિયંકા ગાંધી લખી રહ્યા છે બુક, એડવાન્સમાં મળ્યા ૧ કરોડ રૂપિયા

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીના બહેન એટલે કે પ્રિયંકા ગાંધીને લઈને એક મોટા સમાચાર જાણવા મળ્યા છે.

આવતા વર્ષની લોકસભાની ચૂંટણી પહેલા આ બુક તેઓ પબ્લીશ કરવાના છે.આ બુક આવતા વર્ષે માર્ચ મહિનામાં આવી શકે છે.

૩૦૦ પેજની આ બુકમાં ૭૫,૦૦૦ શબ્દો હશે. જવાહરલાલ નહેરુ અને ઇન્દીરા ગાંધીએ પણ પોતાના જીવનકાળ દરમ્યાન બુક લખી હતી. પ્રિયંકા ગાંધી પણ તે જ રાહ પર જઈ રહ્યા છે તેવું લાગી રહ્યું છે.

આ બુકનું નામ અગેઇન્સ્ટ આઉટરેજ નક્કી કરવામાં આવ્યું છે. આ નોન-ફ્રીક્સન બુક માટે પ્રિયંકા ગાંધીને એડવાન્સમાં ૧ કરોડ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો છે. બુકના નામનો અર્થ અત્યાચાર સામે તેવો થાય છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે, આ બુક હિન્દી અને અંગ્રેજી સહિત બીજી ભારતીય ભાષાઓમાં પણ પબ્લીશ થશે.

૩૦૦ પેજની આ બુકમાં પ્રિયંકા ગાંધી રાજનીતિ અંગે પોતાના વિચારો લખશે. આ બુકની મદદથી તેઓ પોતાનો રાજનીતિક દ્રષ્ટિકોણ દુનિયા સુધી પહોચાડશે.