ધરપકડ/ છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરા ફેરી કરનાર આરોપીને પાસા હેઠળ અટકાયત કરવામાં આવ્યો

છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરા ફેરી કરનાર આરોપીને પાસા હેઠળ અટકાયત કરવામાં આવ્યો….   હરેકૃષ્ણ પટેલ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે છોટાઉદેપુર જિલ્લામાં મોટા પ્રમાણમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરા-ફેરીમાં સંડોવાયેલ હોય અને પ્રોહીબીશનની ગેરકાયદેસરની પ્રવૃતિ ચાલુ […]

Gujarat
IMG 20210604 151435 છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરા ફેરી કરનાર આરોપીને પાસા હેઠળ અટકાયત કરવામાં આવ્યો

છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરા ફેરી કરનાર આરોપીને પાસા હેઠળ અટકાયત કરવામાં આવ્યો….

 

હરેકૃષ્ણ પટેલ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે છોટાઉદેપુર જિલ્લામાં મોટા પ્રમાણમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરા-ફેરીમાં સંડોવાયેલ હોય અને પ્રોહીબીશનની ગેરકાયદેસરની પ્રવૃતિ ચાલુ રાખી જાહેર સુલેહ શાન્તિનો ભંગ કરે અથવા ચોરી છુપી રીતે પોતાની ગે.કા પ્રવૃતિ ચાલુ રાખતા હોય અને અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ હોય તેવા માથાભારે ઇસમો વિરૂધ્ધ પાસા તથા તડીપારની કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ જે અન્વયે

આ કામના સામાવાળા વિનેશભાઇ સનજીભાઇ રાઠવા રહે.સિંહાદ નિશાળ ફળીયા તા.કવાંટ જી.છોટાઉદેપુર નાની વિરૂદ્ધમાં પાનવડ પોલીસ સ્ટેશનમાં (૧) થર્ડ ગુ.ર.નં. ૪૭/૨૦૧૯ (૨) થર્ડ ગુ.ર.નં. ૫૮/૨૦૧૯ (૩) થર્ડ ગુ.ર.નં. ૬૨/૨૦૧૯ (૪) થર્ડ ગુ.ર.નં. ૭૭/૨૦૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ એ ઇ, ૯૮ (૨), ૮૧, ૮૩ મુજબના ગુના નોંધાયેલ હતા જે સબંધે સામાવાળા વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ જેથી જીલ્લા મેજીસ્ટ્રેટ છોટાઉદેપુર નાઓ દ્વારા સામાવાળાની પાસા દરખાસ્ત મંજુર કરતા એચ.એચ.રાઉલજી પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ દ્રારા સામાવાળાને આજરોજ પાસા હેઠળ અટકાયત કરી “ સુરત મધ્યસ્થ ” જેલ ખાતે મોકલી આપેલ છે…..

 

 પાસા હેઠળ અટક થયેલ સામાવાળો ઃ-

વિનેશભાઇ સનજીભાઇ રાઠવા રહે.સિંહાદ નિશાળ ફળીયા તા.કવાંટ જી.છોટાઉદેપુર પ્રેસનોટ તા.૦૩/૦૬/૨૦૨૧