Not Set/ કાલુપુર બ્લાસ્ટનો આરોપી 15 વર્ષે ઝડપાયો

આતંકી શખ્સ બિલાલ અહેમદ લશ્કર-એ-તોઈબા સાથે સંકળાયેલો છે. વર્ષ 2006માં ભરૂચમાં આવેલા એક મદરેસામાં અભ્યાસ કરતો હતો. સાથે સાથે આતંકી સંગઠન માટે પણ ફંડ ભેગું કરતો હતો.

Top Stories Ahmedabad Gujarat
tmc 12 કાલુપુર બ્લાસ્ટનો આરોપી 15 વર્ષે ઝડપાયો

15 વર્ષ જૂના કાલુપુર રેલવે સ્ટેશન પર થયેલા IED બ્લાસ્ટના આતંકીને ઝડપી લેવામાં આવ્યો છે. જમ્મૂ કાશ્મીરના બારામુલ્લાથી આતંકી બિલાલ અહેદમ ઉર્ફે બિલાલ અસ્લમ કાશ્મીરીને ઝડપી લેવાયો છે.

  • 15 વર્ષથી ફરાર આતંકીની ધરપકડ
  • જમ્મુ-કાશ્મીરના બારામુલ્લાથી ધરપકડ
  • ગુજરાત ATSને મળી મોટી સફળતા

અમદાવાદમાં વર્ષ 2006માં કાલુપુર રેલવે સ્ટેશન પર કરવામાં આવેલા બ્લાસ્ટના આરોપી  બિલાલ અહેમદ ઉર્ફે બિલાલ અસ્લમણે પોલીસે ઝડપી પાડ્યો છે. અમદાવાદના કાલીપુર રેલ્વે સ્ટેશન પર બ્લાસ્ટ બાદ તે ફરાર થઇ ગયો હતો. જેને 15 વર્ષ પછી જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાંથી ઝડપી લેવાયો છે.

આતંકી શખ્સ બિલાલ અહેદમ લશ્કર-એ-તોઈબા સાથે સંકળાયેલો છે. વર્ષ 2006માં ભરૂચમાં આવેલા એક મદરેસામાં અભ્યાસ કરતો હતો. સાથે સાથે આતંકી સંગઠન માટે પણ ફંડ ભેગું કરતો હતો. ઉપરાંત અન્ય કેટલાક સ્થાનિક ગરીબ અને જરૂરિયાતવાળા સ્થાનિક મુસ્લિમ યુવકોને પણ ભારત વિરુદ્ધ લડવા માટે તૈયાર કર્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

બિલાલ અહેમદની ધરપકડ બાદ, તે 15 વર્ષ સુધી ક્યાં ક્યાં રોકાયો..? કોને કોને મળ્યો છે..? અને કાલુપુર બ્લાસ્ટ સિવાય અન્ય કોઈ જગ્યાએ આવા ગુનાઈત કાવતરામાં તેની સંડોવણી છે કે કેમ તે અંગે પૂછપરછ કરીને તપાસ હાથ ધરાશે. આરોપીની પૂછપરછમાં આગામી દિવસોમાં પણ કોઈ જગ્યાએ મોટા ગુનાઈત કાવતરાને અંજામ આપવાના  પ્લાનનો પણ પર્દાફાશ પણ થઈ શકે છે.

ભીખની ભ્રમજાળ / ટ્રાફિક સિગ્નલ પર ચાલતો ભિક્ષુકનો કારોબાર, કોણ છે બાળકોને ભીખ મંગાવનાર શખ્સો…?

હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2021 / અદાણીએ અંબાણી કરતા એક વર્ષમાં દરરોજ છ ગણી વધુ કમાણી કરી, જાણો કેટલી છે સંપત્તિ

નોટિસ / કરોડપતિ બનવાની ગેરંટી આપતા બાબા રામદેવને સેબીએ પાઠવી નોટિસ

સજા / ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝીને ચૂંટણી ભ્રષ્ટાચાર મામલે જેલ

વિશ્લેષણ / TMC ‘અસલી કોંગ્રેસ’ના દાવા આસપાસના સૂચિતાર્થો

નિવેદન / સમજૂતી કરાર નહી થાય ત્યાં સુધી ચીન સાથે સરહદ વિવાદ ચાલુ રહેશે : સેના પ્રમુખ એમએમ નરવણે