Not Set/ માત્ર 8 મહિનાની માસૂમ બાળકી પર અરેરાટી ભર્યો એસિડ અટેક, બાળકીનું મોત  

દીકરી એટલે, ઈશ્વરે આપણને કરેલું કન્યાદાન એક લીલા પાનની અપેક્ષા હોય, પરંતુ, આખી  વસંત ઘરે લાવે એ દીકરી દીકરી એટલે માત્ર ઘરમાં જ નહીં, હોઠ, હૈયે અને શ્વાસમાં સતત વસેલી વસંત, દીકરી એટલે ખિસ્સામાં રાખેલું ચોમાસુ, દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં, દીકરી એટલે આશીર્વાદમાં મળેલ ઈશ્વર… લખવા વાળાએ કેટલી સિદત થી આ પંક્તિ લખી હશે. […]

Top Stories Gujarat Others
મહેસાણા બાળકી માત્ર 8 મહિનાની માસૂમ બાળકી પર અરેરાટી ભર્યો એસિડ અટેક, બાળકીનું મોત  

દીકરી એટલે, ઈશ્વરે આપણને કરેલું કન્યાદાન

એક લીલા પાનની અપેક્ષા હોય,

પરંતુ, આખી  વસંત ઘરે લાવે એ દીકરી

દીકરી એટલે માત્ર ઘરમાં જ નહીં,

હોઠ, હૈયે અને શ્વાસમાં સતત વસેલી વસંત,

દીકરી એટલે ખિસ્સામાં રાખેલું ચોમાસુ,

દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં,

દીકરી એટલે આશીર્વાદમાં મળેલ ઈશ્વર…

લખવા વાળાએ કેટલી સિદત થી આ પંક્તિ લખી હશે. પરંતુ તેને સપના માં પણ ખ્યાલ નહીં હોય કે જાતે દિવસે સમાજ દીકરી એટ્લે કે આશીર્વાદમાં મળેલ ઈશ્વર… ને આટલી ક્રૂરતાથી પીંખી નાખવામાં આવશે.

મહેસાણા જિલ્લાના કડી તાલુકાનાં ચલાસણ મુકામે આવી જ એક હિન ઘટના બની છે. જેમ માત્ર 8 માસ ની કુમળી માસૂમ બાળકી પર એસિડ એટેકની ઘટના બની છે. એસિડ એટેક જેવો જઘન્ય અપરાધ એ પણ માત્ર 8 માસની માસૂમ પર કયારેય માફ કરી ના શકાય.

પ્રાપ્ત વિગતો અનુસાર મહેસાણા જિલ્લાના કડી પાસે આવેલા ચલાસણ ગામે માત્ર આઠ માસની બાળકી પર એસિડ એટેકની ઘટના બની છે. બાળકી ઘોડિયામાં સૂતી હતી તે દરમિયાન આ ઘટના બની હતી. સૂતેલી બાળકી મૃત  જાણતા માતા દ્વારા જ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. માતાને બાળકી ઉપર એસિડ નાખ્યાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

આ બાળકી કૂપોષિત હોવાનુ સામે આવ્યું છે. હાલમાં બાળકીને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. પીએમ રિપોર્ટના આધારે જ બાળકીના મૃત્યુનું ચોક્કસ કારણ ખબર પડશે. પરંતુ હાલ પોલીસ દ્વારા બાળકીના માતા-પિતાની પૂછ પરછ ચાલી રહી છે.

પોલીસ આ જઘન્ય અપરાધમાં બાળકીના પરિવારમાંથી જ કોઈનો હાથ હોવાની શંકા સેવી રહી છે. પરિવારના કોઈ સભ્યએ જ આ અરેરાટી ઉપજાવે તેવું કામ કર્યુ હોવાની શંકા સેવાઈ રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.