Not Set/ ભેજાબાજોએ, HM અમિત શાહનાં નામે પાર્ટી ફંડ માટે હરિયાણાનાં નેતા પાસે માંગ્યા 3 કરોડ અને થયું આવું….

કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નામે છેતરપિંડી થયાનો ખુલાસો થયો છે. 2 આરોપની દિલ્હી પોલીસના વિશેષ સેલે ધરપકડ કરી લીધી છે. જોકે પોલીસના વિશેષ સેલે હજી સુધી આ બંને લોકોની ભૂમિકા જાહેર કરી નથી, પરંતુ તેમની પૂછપરછ ચાલી છે. 20 ડિસેમ્બરે હરિયાણા સરકારમાં પ્રધાન રણજિતસિંહને એક એપ દ્વારા ફોન કરવામાં આવ્યો […]

Top Stories India
hm amit shah fraud ભેજાબાજોએ, HM અમિત શાહનાં નામે પાર્ટી ફંડ માટે હરિયાણાનાં નેતા પાસે માંગ્યા 3 કરોડ અને થયું આવું....

કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નામે છેતરપિંડી થયાનો ખુલાસો થયો છે. 2 આરોપની દિલ્હી પોલીસના વિશેષ સેલે ધરપકડ કરી લીધી છે. જોકે પોલીસના વિશેષ સેલે હજી સુધી આ બંને લોકોની ભૂમિકા જાહેર કરી નથી, પરંતુ તેમની પૂછપરછ ચાલી છે.

20 ડિસેમ્બરે હરિયાણા સરકારમાં પ્રધાન રણજિતસિંહને એક એપ દ્વારા ફોન કરવામાં આવ્યો હતો કે, અમિત શાહ પાર્ટી ફંડ્સના માટે નામે 3 કરોડ રૂપિયા માંગાવ્યા છે, પરંતુ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, અમિત શાહના ઘરેથી કોઈ કોલ આવ્યો નથી.

દિલ્હી પોલીસે આ કેસમાં જગતરસિંહ અને ઉપકારસિંહ નામના બે લોકોની ધરપકડ કરી છે. જોકે, વિશેષ સેલે હજી સુધી બંને લોકોની ભૂમિકા જાહેર કરી નથી. પોલીસે ધરપકડ કરનારાઓની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. પરંતુ આ ભેજાબાજોની હિંમતને પણ દાદ દેવી પડે કે, દેશનાં ગૃહમંત્રીનાં નામે બીજા રાજ્યનાં નેતા પાસેથી અધધધ 3 કરોડ રુપીયાની માંગણી કરી નાખી. 

બીજી રીતે જોવામાં આવે તો આ કિસ્સાથી દેશનાં ગુનાખોરોની માનસિકતા અને પોલીસ અને કાયદો વ્યાવસ્થાની સ્થિતિ સમગ્ર દેશમાં શું હશે તેની પણ પોલ ખુલ્લી રહી છે. આમ તો સાઇબર ફોર્ડનાં કેસ દેશમાં દિવસે ને દિવસે વધી રહ્યા જ છે.

દિલ્હીમાં છેતરપિંડીને લગતા ઘણા કેસો સામે આવ્યા છે. આ ઘટનાના ત્રણ દિવસ પહેલા દિલ્હી પોલીસે એક કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો હતો જે નોકરી અપાવવાના નામે છેતરપિંડી  કરતી હતી.  પોલીસે આ કેસમાં માસ્ટર માઇન્ડ સહિત 6 લોકોની ધરપકડ કરી હતી . પોલીસે સ્થળ પરથી 18 મોબાઇલ ફોન, 13 હાર્ડ ડિસ્ક, એક સર્વર, 12 હેડફોન, 4 લેપટોપ અને પાંચ ડેબિટ કાર્ડ પણ મળી આવ્યા છે. આ ઉપરાંત પાંચ બેંક ખાતાઓની માહિતી મળતાં તેને કબજે કરવામાં આવ્યા હતા. નોઇડાથી સંચાલિત આ કોલ સેન્ટરમાંથી લગભગ એક હજાર બેરોજગારો પાસેથી બે હજાર રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.