Traffic drive/ રોંગ સાઈડ ટ્રાફિક ડ્રાઈવ, અમદાવાદમાં વાહનચાલકો સામે આજે પણ કાર્યવાહી

વડોદરામાં પાંચ અલગ અલગ જગ્યા પર વાહનચેકિંગ

Top Stories Ahmedabad Gujarat Vadodara
Beginners guide to 2024 06 23T150004.648 રોંગ સાઈડ ટ્રાફિક ડ્રાઈવ, અમદાવાદમાં વાહનચાલકો સામે આજે પણ કાર્યવાહી

Ahmedabad News : અમદાવાદ અને વડોદરામાં શરૂ કરવામાં આવેલી રોંગ સાઈડ ડ્રાઈવનો 23 જૂનના રોજ બીજો દિવસ છે. જેમાં પ્રથમ દિવસે અમદાવાદમાં 160 વાહનચાલકો સામે ગુનો નોંધવામાં આવતા આ લોકોએ જામીન મેળવવા માટે પોલીસ સ્ટેશન સુધી લાંબા થવું પડ્યું હતું. તો વડોદરામાં 13 પોઈન્ટ પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં રોંગ સાઈડમાં આવતા 146 વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. ટ્રાફિક પોલીસની આ ડ્રાઈવ હજુ 30 જૂન સુધી ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે, રોંગ સાઈડમાં આવતા વાહનચાલકો સામે આઈપીસીની કલમ 279 અને 184 હેઠળ ગુનો નોંધવામાં આવી રહ્યો છે. ઈતિહાસમાં પહેલીવાર રોંગ સાઈડમાં આવતા વાહનચાલકો સામે ગુનો નોંધાઈ રહ્યો છે અને આ લોકોએ જામીન પણ લેવા પડે છે. તો આજે રવિવારના દિવસે બહાર જનારા રોંગ સાઈડ જશો તે ‘રજાની મજા’ બગડી જશે!

અમદાવાદના F ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા શાહીબાગમાં અલગ-અલગ જગ્યાએ ડ્રાઇવ કરવામાં આવી હતી. જેમાં ઘેવૃ સર્કલ ખાતે પોલીસ દ્વારા રોંગ સાઈડ આવતા અનેક લોકોને પકડીને FIR કરવામાં આવી છે. જેમાં મહિલાઓ પણ રોંગ સાઈડમાં વાહન લઇને આવી રહી હતી. આ ઉપરાંત રાજસ્થાન હોસ્પિટલ અને શનિદેવ મંદિર ખાતે પણ પોલીસ દ્વારા અનેક વાહનચાલકોને રોકીને FIR કરવામાં આવી છે. વાહનચાલકો વિરુદ્ધ કલમ 279 અને 184 મુજબ ગુનો નોંધી પોલીસ સ્ટેશનમાંથી જામીન આપવામાં આવી રહ્યા છે.

વડોદરામાં હાલ પાંચ સ્થળે પોલીસની રોંગ સાઈડ ડ્રાઇવ ચાલી રહી છે. પોલીસ હોવા છતાં વાહનચાલકો હિંમત રાખીને રોંગ સાઈડમાં આવી રહ્યાં છે. તો કેટલાંક ટ્રાફિક પોલીસ જોઈને યુટર્ન લઈ રહ્યાં છે. આજે પોલીસકર્મીઓ વીઆઈપી બંદોબસ્તમાં હોવાથી વધુ જગ્યાએ ડ્રાઈવ નથી. હાલ અલકાપુરી વિસ્તારમાં ડ્રાઇવ દેખાતી નથી.

વડોદરાવાસીઓને કોટાણી ગામ નેશનલ હાઈવે નં.48, દેણા બ્રિજ પાસે,APMC માર્કેટ નેશનલ હાઈવે નં.48,બ્રાઇડ સ્કૂલ, અંબે સ્કૂલ, અમિતનગર બ્રિજ પાસે,કપુરાઇ બ્રિજ, અમિતનગર બ્રિજ છેડેઃ અમિતનગર બ્રિજ નીચે માણેકપાર્ક તરફ આવતા વાહનો માટે રોંગ સાઈડમાં ન જવા સુચના અપાઈ છે.રોંગ સાઈડ આવતાં વાહનચાલકો વિરુદ્ધ ટ્રાફિક પોલીસે શરૂ કરેલી ડ્રાઈવના પ્રથમ દિવસે અમદાવાદમાં 160 લોકો સામે FIR કરવામાં આવી હતી. આ લોકોએ જામીન મેળવવા માટે પોલીસ સ્ટેશન સુધી લાંબા થવું પડ્યું હતું. ગઈકાલે સવારથી જ ટ્રાફિક પોલીસની ટીમો ગીચ ટ્રાફિક ધરાવતા વિસ્તારોમાં ગોઠવાઈ ગઈ હતી. રોંગ સાઈડે આવતા વાહનચાલકો સામે આઈપીસીની કલમ 279 અને 184 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ટ્રાફિક પોલીસની આ ડ્રાઈવ હજુ 30 જૂન સુધી ચાલશે.

ગોતાથી વૈષ્ણોદેવી સર્કલ વચ્ચે આવતા રૂટ પરના ત્રણ કટ બંધી કરી દેવામાં આવતાં ગોતા બ્રિજ નીચે સૌથી વધુ વાહનો રોંગ સાઈડમાં આવતા હોય છે. પિકઅવર્સમાં તો ટુ-વ્હીલર અને કાર ઉપરાંત ભારે વાહનો પણ રોંગ સાઈડમાં આવતા હોવાથી અકસ્માતનું જોખમ વધી જાય છે. આ ઉપરાંત ટ્રાફિકજામની પણ સમસ્યા સર્જાતી હોય છે. છેલ્લા એક વર્ષ દરમિયાન ટ્રાફિક પોલીસે રોંગ સાઈડે વાહન લઈ આવતા 7,368 લોકોને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રૂ.1.28 કરોડનો દંડ વસૂલ કર્યો હતો. જો કે, આ વખતે પહેલીવાર રોંગ સાઈડમાં આવનારા લોકો સામે એફઆઈઆર કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. ડ્રાઈવના પ્રથમ દિવસે એસજી હાઈવે, ગોતા, ચાણક્યપુરી સહિતના વિસ્તારોમાં લોકો દંડાયા હતા.

વડોદરાના કારેલીબાગ કટ, એપીએમસી માર્કેટ, બ્રાઈટ સ્કૂલ-અમિતનગર બ્રિજ પાસે, કપુરાઈ બ્રિજ, એલએન્ડટી સર્કલ, માણેકપાર્ક સર્કલ, જામ્બુવા બ્રિજ તેમજ પશ્ચિમ ઝોન વિસ્તારમાં, ફતેગંજ સર્કલ, ગેંડા સર્કલ, મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તા, રાજવી ટાવર, ખીસકોલી સર્કલ અને વીમાર્ટ કટ-અલકાપુરી રોડ સહિત 13 જેટલા પોઇન્ટ પર ટ્રાફિક પોલીસે ઊભા રહી કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, પહેલા દિવસે ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી કરી એફઆઇઆર કરવાને બદલે વાહનચાલકોને દંડનીય કાર્યવાહી કરી એક તક આપી હતી. પોલીસે સ્થળ પર લોકો પાસે દંડ ભરાવ્યા હતા, જ્યારે કેટલાક ચાલકોના ઈ-ચલણ પણ જનરેટ કર્યા હતા. પોલીસે 5 વાહનચાલકો પાસે તેઓના બાકી રહેલા ઈ-ચલણ પણ ભરાવ્યાં હતાં. બીજી બાજુ જે વાહન ચાલક વારંવાર ટ્રાફિક નિયમો તોડે છે, તે ઉપરાંત તેના ઈ-ચલણની રકમ ભરવાની બાકી છે, તેમનાં વાહન ડિટેઇન પણ કરાયાં હતાં.

સયાજીગંજ અલંકાર ટાવરની બહાર પોલીસ સાદાં કપડાંમાં તૈનાત રહી હતી અને રોંગ સાઇડ પર વાહન ચાલકો સામે કાર્યવાહી કરાઈ હતી. આ સ્થળ પર ખાસ કરીને મહિલા પોલીસ કર્મીને ઊભા રાખવામાં આવ્યાં હતાં. પોલીસને જોઈને કોઈ વાહનચાલક ફરીને ત્યાંથી ભાગી ન જાય તે માટે પોલીસ દ્વારા ખાસ કાર્યવાહી કરાઈ હતી.

મહિલા પોલીસ કર્મી રોંગ સાઇડ પર ઊભાં રહ્યાં હતાં, જ્યારે અન્ય પુરુષ કર્મી થોડા દૂર ઊભા રહ્યા હતા. રોંગ સાઇડ આવતા ચાલકને તાત્કાલિક જ મહિલા પોલીસ કર્મીએ સાઇડમાં ઊભા કરી દઈ કાર્યવાહી કરી હતી. અલંકાર ટાવર નજીક જ ટ્રાફિક પોલીસની ઓફિસ આવેલી છે. ત્યારે સામાન્ય દિવસોમાં પણ મોટી સંખ્યામાં લોકો આ રોડ પર રોંગ સાઇડથી પસાર થતા હોય છે.

કેટલાકનું સ્થળ પર તો કેટલાકને પોલીસ મથકે લઈ જઈ કાઉન્સેલિંગ કર્યું હતું. લોકોને ટ્રાફિક નિયમ તોડવાથી શું થઈ શકે છે, રોંગ સાઇડ વાહન ચલાવવાથી શું થઈ શકે છે, કેવા અકસ્માત થાય સહિતની બાબતો અને પોલીસ કાર્યવાહી અંગે સમજાવાયા હતા. લોકોએ પણ ભૂલ સ્વીકારી પોલીસની માફી માગી હતી.

ટ્રાફિક ડીસીપી જ્યોતિ પટેલે જણાવ્યું હતું કે, એક સપ્તાહ સુધી રોંગ સાઇડ વાહન ચલાવનાર લોકો સામે કાર્યવાહી કરાશે. આ વર્ષે રોંગ સાઇડ વાહન ચલાવતા 15 હજારથી વધુ લોકો પાસેથી 17 લાખ દંડ વસૂલ્યો છે. આગામી દિવસોમાં પણ ટ્રાફિકની વિવિધ ડ્રાઈવનું આયોજન કરાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બનાસકાંઠામાં ચવાણાંમાંથી મૃત ગરોળી નીકળતાં મચી ચકચાર

આ પણ વાંચો: દમણનાં દરિયા કિનારે અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ

આ પણ વાંચો: અંબાલાલ પટેલે અતિભારે વરસાદની કરી આગાહી

આ પણ વાંચો: અમદાવાદ ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ, 160 વિરૂદ્ધ ગુનો નોંધાયો