અવસાન/ 90 નાં દાયકાનો પ્રખ્યાત હોલિવૂડ ટીવી શો ‘Friends’ નાં અભિનેતા જેમ્સ માઈકલ ટાઈલરે દુનિયાને કહ્યુ અલવિદા

હોલિવૂડના પ્રખ્યાત ટીવી શો ‘Friends’ એક્ટર જેમ્સ માઈકલ ટાઈલરનું નિધન થયું છે. તેઓ 59 વર્ષનાં હતા. જેમ્સે ‘Friends’માં ગુંથરની ભૂમિકા ભજવી હતી.

Entertainment
Friends Show Actor Death

90નાં દાયકાનાં પ્રખ્યાત હોલિવૂડ ટીવી શો ‘Friends’ માં ગુંથરનો રોલ કરનાર અભિનેતા જેમ્સ માઈકલ ટાઈલરનું અવસાન થયું છે. જેમ્સે 59 વર્ષની ઉંમરે 24 ઓક્ટોબરની રાત્રે દુનિયાને અલવિદા કહ્યું છે. વર્ષ 2018 માં, જેમ્સને સ્ટેજ 4 પ્રોસ્ટેટ કેન્સર હોવાનું જાણમાં આવ્યું હતું.

આ પણ વાચો – બફાટ / વર્લ્ડ કપના ઇતિહાસમાં પ્રથમવાર પાકિસ્તાનની જીત પર પાક.મંત્રીએ ઓક્યું ઝેર,ક્રિકેટની જીતને ઇસ્લામની જીત ગણાવી

હોલિવૂડના પ્રખ્યાત ટીવી શો ‘Friends’ એક્ટર જેમ્સ માઈકલ ટાઈલરનું નિધન થયું છે. તેઓ 59 વર્ષનાં હતા. જેમ્સે ‘Friends’માં ગુંથરની ભૂમિકા ભજવી હતી. તેમણે લોસ એન્જલસમાં તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા. ટેલર પ્રોસ્ટેટ કેન્સર સામે લડી રહ્યા હતા. જેમ્સનાં મૃત્યુ પર વિશ્વભરનાં ચાહકો શોક વ્યક્ત કરી રહ્યા છે. તેમણે જૂનમાં જણાવ્યું હતું કે, તે કીમોથેરાપી કરાવી રહ્યા છે. બ્રાઈટે જેમ્સ માઈકલનાં મૃત્યુની જાહેરાત કરી હતી. તેમણે ટ્વિટ કરીને લખ્યું- જેમ્સ માઈકલ ટાઈલર એટલે કે અમારા ગુંથરનું ગઈ રાત્રીએ નિધન થયું છે. તે એક અદ્ભુત વ્યક્તિ હતા જેમણે પોતાના છેલ્લા દિવસો બીજાઓને મદદ કરવામાં વિતાવ્યા હતા. તમારા આત્માને શાંતિ મળે, ગુંથર સદા જીવંત રહેશે. જેમ્સનાં મેનેજરે કહ્યું – ‘દુનિયા તેને Friends શો નાં સાતમાં મિત્ર તરીકે ઓળખે છે પરંતુ જેમ્સ એક અભિનેતા, સંગીતકાર, કેન્સર જાગૃતિનાં હિમાયતી અને પ્રેમાળ પતિ હતા.’ Friends શો માં, જેમ્સે સેન્ટર પર્ક કોફી શોપમાં કામ કરતા વેઈટર ગુંથરની ભૂમિકા ભજવી હતી. સમગ્ર શો દરમિયાન, ગુંથરને રશેલ (જેનિફર એનિસ્ટન) માટે એકતરફી પ્રેમ છે અને તે હંમેશા સપનુ જુવે છે કે કોઈ દિવસ રશેલ તેના પ્રેમમાં પડી જશે.

આ પણ વાંચો – ડ્રગ્સ કેસ / મારી માતા મુસ્લિમ હતા, તો શું તમે તેમને હવે આ મામલે ખેંચવા માંગો છો : સમીર વાનખેડે

‘Friends’ માં જેમ્સનાં સહ-અભિનેતા જેનિફર એનિસ્ટને એક વીડિયો શેર કર્યો અને લખ્યું-‘ તમારા વિના Friends ક્યારેય તેવુ ન હોઈ શકે. શો દ્વારા અમારા બધા માટે હાસ્ય લાવવા બદલ આભાર. તમને હંમેશા યાદ કરીશું.’ જણાવી દઇએ કે, જેમ્સે તેની સમગ્ર કારકિર્દી દરમિયાન ઘણા મોટા શો માં અભિનય કર્યો છે – “સેબ્રિના ધ ટીનેજ વિચ,” “સ્ક્રબ્સ,” “મોડર્ન મ્યુઝિક,” “જસ્ટ શૂટ મી!” અને ઘણા બધા… પરંતુ તેની ખ્યાતિનો સૌથી મોટો દાવો લાંબા સમયથી સિટકોમ હતો, જ્યાં તેમણે સેન્ટ્રલ બર્ગ કાફેમાં કામદારની ભૂમિકા ભજવી હતી.