Bollywood/ મલાઈકા અરોરાએ ક્યુટ એક્સપ્રેશન્સ સાથે વિડીયો શેર કરતાં ચાહકોએ કહ્યું, બ્યૂટી ક્વિન છો

વિડીયોમાં તેણી ખૂબ જ સુંદર અને ક્યુટ દેખાઈ રહી છે. તેમણે ઓરેન્જ કલરનો ડ્રેસ પહેર્યો છે અને ખુલ્લા વાળ રાખ્યા છે. વિડીયોને જોઈ ચાહકો તેમના ખૂબ વખાણ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું છે કે, “ ખૂબ જ ક્યુટ દેખાઈ રહ્યા છો”

Entertainment
malaika arora viral video

બોલીવૂડમાં પોતાના ખાસ ગીતથી પ્રખ્યાત થયેલી મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે અને ચાહકોની વચ્ચે છવાયેલી રહે છે. મલાઈકા તેની ફિટનેસને લીધે હોય કે પછી તેમના ડાન્સ વિડીયોને લઈને સતત ચર્ચામાં રહેતી જોવા માટે મળે છે. મલાઈકા પોતાના ચાહકો સાથે સતત જોડાયેલી રહે છે. મલાઈકાએ તાજેતરમાં એક વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, જેમાં તે ક્યુટ એક્સપ્રેશન્સ આપતી નજરે પડી રહી છે.

વિડીયોમાં તેણી ખૂબ જ સુંદર અને ક્યુટ દેખાઈ રહી છે. તેમણે ઓરેન્જ કલરનો ડ્રેસ પહેર્યો છે અને ખુલ્લા વાળ રાખ્યા છે. વિડીયોને જોઈ ચાહકો તેમના ખૂબ વખાણ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું છે કે, “ ખૂબ જ ક્યુટ દેખાઈ રહ્યા છો” તો બીજા ચાહકે લખ્યું છે “ આપનો અંદાજ લાજવાબ છે”. આ વિડીયોને અત્યારસુધી 3,80,000 વાર જોવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

 

મલાઈકાએ પોતાના ખાસ ગીતથી બોલીવૂડમાં પોતાની એક ઓળખાણ બનાવી છે. છૈયા છૈયા હોય, અનારકલી હોય કે પછી મુન્ની બદનામ હુઈ. જેવા સુપરહીટ ગીતથી લોકોના દિલમાં જગ્યા મેળવી છે. તેમના ડાન્સ વિડીયો અવારનવાર વાઈરલ થતાં હોય છે. મલાઈકા ઇન્ડિયા ગોટ ટેલેન્ટ અને ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર જેવા શોને પણ જજ કરી ચૂકી છે.