Bollywood/ એક્ટર પ્રાચીન ચૌહાણની કરાઈ ધરપકડ, લાગ્યા આ આરોપ

પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 354, 342, 323, 506 (2) હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. તેની ધરપકડના સમાચારથી ફરી એકવાર ટીવી ઉદ્યોગ ચોંકી ગયો છે.

Trending Entertainment
A 38 એક્ટર પ્રાચીન ચૌહાણની કરાઈ ધરપકડ, લાગ્યા આ આરોપ

એકતા કપૂરના પોપ્યુલર શો કસૌટી જિંદગી કીથી ડેબ્યૂ કરનાર અભિનેતા પ્રાચીન ચૌહાણની મુંબઈની મલાડ ઈસ્ટ પોલીસે ધરપકડ કરી છે. એક્ટર સામે છેડતીના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. પીડિતાએ અભિનેતા સામે મલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 354, 342, 323, 506 (2) હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. તેની ધરપકડના સમાચારથી ફરી એકવાર ટીવી ઉદ્યોગ ચોંકી ગયો છે. થોડા દિવસો પહેલા જ ટીવી એક્ટર પર્લ વી પુરીને સગીર પર બળાત્કાર કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. જોકે હવે અભિનેતાને જામીન મળી ગયા છે.

આ પણ વાંચો :આમિર ખાન અને કિરણ રાવે લગ્નના 15 વર્ષ પછી છૂટાછેડા લીધા, પરસ્પર સંમતિથી છૂટા થયા

પ્રાચીન ચૌહાણે સ્ટાર પ્લસના પ્રખ્યાત શો ‘કસૌટી જિંદગી કી’ થી ટીવીમાં પ્રવેશ કર્યો હતો, આ શોમાં તેણે સુબ્રતો બાસુનું પાત્ર ભજવ્યું હતું. આ સાથે, તેમણે ‘કુછ ઝુકી પલકે’, ‘સિંદૂર તેરે નામ કા સાત ફેરે’ અને કલર્સ પર આવનાર શો  માત-પીતા કે ચરણો મેં સ્વર્ગમાં પણ ભૂમિકાઓ ભજવી છે.

Instagram will load in the frontend.

આ પણ વાંચો : વિધા બાલનને એક સાથે 12 ફિલ્મોમાંથી કાઢી દેવામાં આવી હતી,જાણો કેમ

અભિનેતા છવિ મિત્તલ અને પૂજા ગૌર સાથે પ્રાચીન યુટ્યુબ પર ‘શિટ્ટી આઇડિયાઝ ટ્રેંડિંગ (એસઆઇટી)’ વેબ સિરીઝ ‘પ્યાર કા પંચ’ માં કામ કરી રહ્યો છે. અભિમન્યુની તેની ભૂમિકાને પ્રેક્ષકોએ ખૂબ પસંદ કરી. હજી સુધી પ્રાચીનનાં નજીકના મિત્રો તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

આ પણ વાંચો :યામી ગૈાતમને ઇડીનું સમન્સ, મની લોન્ડરિંગ મામલે પુછપરછ કરવામાં આવશે

આ પણ વાંચો : બૉલીવુડ ના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનને પસંદ છે હાર્લે ડેવિડસનની સવારી, નવ્યાને પણ નાના લાગ્યા કુલેસ્ટ