Not Set/ રજનીકાંત અને નવાઝુદ્દીનની પેટ્ટા નું ટ્રેલર લોન્ચ.., જુઓ વીડીયો

મુંબઇ, સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની હજુ થોડા સમય પહેલા જ રિલીઝ થયેલી ફિલ્મ 2.0ના પોસ્ટર હજુ ઉતર્યા નથી ત્યાં તેમની બીજી ફિલ્મ રીલિઝ થવાની તૈયારીમાં છે. રજનીકાંત હવે તમને પેટ્ટા નામની મૂવીમાં જોવા મળશે.પેટ્ટા માં રજનીકાંત સાથે બોલિવૂડ સ્ટાર નવાઝુદ્દીન સિદ્દીકી પણ જોવા મળશે.આ ફિલ્મનું તમિલ ભાષાનું ટીઝર તેમના બર્થડે એટલે કે 12 ડિસેમ્બરે રિલીઝ કરવામાં […]

Trending Entertainment Videos
brrt રજનીકાંત અને નવાઝુદ્દીનની પેટ્ટા નું ટ્રેલર લોન્ચ.., જુઓ વીડીયો

મુંબઇ,

સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની હજુ થોડા સમય પહેલા જ રિલીઝ થયેલી ફિલ્મ 2.0ના પોસ્ટર હજુ ઉતર્યા નથી ત્યાં તેમની બીજી ફિલ્મ રીલિઝ થવાની તૈયારીમાં છે.

રજનીકાંત હવે તમને પેટ્ટા નામની મૂવીમાં જોવા મળશે.પેટ્ટા માં રજનીકાંત સાથે બોલિવૂડ સ્ટાર નવાઝુદ્દીન સિદ્દીકી પણ જોવા મળશે.આ ફિલ્મનું તમિલ ભાષાનું ટીઝર તેમના બર્થડે એટલે કે 12 ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે.

થોડા સમય પહેલા પેટ્ટાનું તમિલ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું હવે તેનું હિંદી ટ્રેલર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે.ટ્રેલરમાં રજનીકાંતનું સ્ટારડમ ખૂબ દેખાઈ રહ્યું છે.આ ફિલ્મને કાર્તિક સુબ્બારાજે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં રજનીકાંત ઉપરાંત વિજય સેતુપતી, ત્રિશા, સિમરન અને નવાઝુદ્દીન સિદ્દીકી જોવા મળશે.

આ ફિલ્મમાં રજનીકાંત એક પ્રોફેસરની ભૂમિકા ભજવી રહ્યા છે, જેમનો ભૂતકાળ ખૂબ જ હિંસક છે. આ ફિલ્મ એક્શનથી ભરપૂર રહેશે, ફિલ્મમાં રજનીકાંતના પાત્રનું નામ કાલી છે.