Bollywood/ એક્ટ્રેસ આરજૂ ગોવિત્રિકરે પતિ પર લગાવ્યા આરોપ, કહ્યું- બાથરૂમમાં માર્યો ઢોરમાર

આરજૂ ગોવિત્રિકરે તેના પતિ પર ઘરેલુ હિંસા અને બેવફાઈનો આરોપ લગાવ્યો છે. આરજૂ અભિનેત્રી-મોડેલ અદિતિ ગોવિત્રિકરની બહેન છે…

Entertainment
આરજૂ ગોવિત્રિકરે

‘બાગવાન’ અને ‘નાગિન 2’ અભિનેત્રી આરજૂ ગોવિત્રિકરે તેના પતિ પર ઘરેલુ હિંસા અને બેવફાઈનો આરોપ લગાવ્યો છે. આરજૂ અભિનેત્રી-મોડેલ અદિતિ ગોવિત્રિકરની બહેન છે. આરજૂ ગોવિત્રિકરે તેના પતિ સિદ્ધાર્થ સભરવાલ પાસેથી છૂટાછેડા માટે અરજી કરી છે. તેનું કહેવું છે કે દુરુપયોગ, હિંસા અને બેવફાઈ હવે સહન કરવાની બહાર થઇ ચુકી છે. આ અભિનેત્રીએ કહ્યુ હતું કે, મેં છૂટાછેડા માટે અરજી કરી છે. કારણ કે હવે બહુ થઈ ગયું અને હું આ બધુ નહીં સહન કરી શકું. આ સંબંધ બચાવવા માટે મેં મારૂ સ્વાભામિન પણ ઘૂંટીને પી ગઈ. મેં મારા સંબંધને બચાવવા માટે પુરેપુરી કોશિશ કરી, પણ પાણી હવે માથાપરથી ઉપર નિકળી ગયું છે.

a 58 એક્ટ્રેસ આરજૂ ગોવિત્રિકરે પતિ પર લગાવ્યા આરોપ, કહ્યું- બાથરૂમમાં માર્યો ઢોરમાર

આ પણ વાંચો : લેખિકા પદ્મા સચદેવના નિધન પર લતા મંગેશકરે વ્યક્ત કર્યો શોક

આરજૂ આગળ જણાવે છે કે, હું સિદ્ધાર્થ સાથે રહી શકું નહીં. મેં અત્યાર સુધી મીડિયા સાથે વાત કહી નથી. મેં મીડિયા સાથે વાત કરી, ત્યારે પણ આ વાત નહોતી કરી. જ્યારે બે વર્ષ પહેલા પત્રકારોએ મને આ વિશે પૂછ્યુ હતું. પણ હવે હું વાત કરીશ. હું આપને બતાવા માગુ છુ કે, તેણે મને ડોકે પકડીને ખેંચી હત અને મને ઘરમાંથી બહાર ફેંકવા માગતો હતો. મને થપ્પડ પણ મારી હતી. તેણે મારા પેટ પર લાત મારી હતી. આ બધાને કારણે હું બહાર જતી નહોતી. કારણ કે હું નહોતી ઈચ્છતી કે લોકો મારા શરીર પર લાગેલા ઘા જોઈ જાય.

આ પણ વાંચો : અર્જુન કપૂર અને જ્હાનવી કપૂરેએ ખોલ્યા એકબીજાના રાઝ, જુઓ આ વિડીયો

આગળ આરજૂ જણાવે છે કે, મને તે ખૂબ જ ગંદી ગાળો આપતો હતો, કલ્પના કરો. તેણે મને જાતિસૂચક શબ્દો પણ કહ્યા. મને એક વાર તો નોકરાણી પણ કહી. પોતાની પીડા વિશે જણાવતા એક્ટ્રેસે કહ્યુ કે, સિદ્ધાર્થે પહેલી વાર અમારા લગ્નના બે વર્ષે જ મારા પર હાથ ઉપાડવાનો શરૂ કરી દીધો હતો. લગ્નના ત્રણ વર્ષ બાદ દિકરાને જન્મ બાદ તે મારાથી અલગ થઈ ગયો. તે બીજા રૂમમાં સુવા લાગ્યો. ત્યાર બાદ મને ખબર પડી કે, તે કોઈ રશિયન પ્રેમિકાના પ્રેમમાં છે. તે તેની સાથે સતત ચેટ કરતો રહેતો.

a 59 એક્ટ્રેસ આરજૂ ગોવિત્રિકરે પતિ પર લગાવ્યા આરોપ, કહ્યું- બાથરૂમમાં માર્યો ઢોરમાર

આ પણ વાંચો : રોહિત સુચાંતીએ સિરિયલ ભાગ્ય લક્ષ્મી માટે 1 મહિનામાં ઘટાડ્યું 7 કિલો વજન

એક અહેવાલ અનુસાર 22 જાન્યુઆરીએ આરજૂ અને સિદ્ધાર્થનો ઝઘડો થયો હતો. વાત એટલી વધી કે સિદ્ધાર્થે આરજૂના પરિવારને મારી નાખવાની ધમકી આપી. 15 ફેબ્રુઆરીએ રાત્રે ફરી બંને વચ્ચે દારૂ પીવા બાબતે ઝઘડો થયો. જેના પછી સિદ્ધાર્થે સવારે 4 વાગ્યે આરજૂને ઢસડતા બાથરૂમમાં લઇ ગયોઆ અને ત્યાં આરજૂની ખરાબ રીતે પીટાઈ કરી. આ પછી આરજૂએ ઘર છોડી દીધું અને 19 ફેબ્રુઆરીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

આ પણ વાંચો : નિક્કી તંબોલએ હવેથી તેના જન્મદિવસ પર કેક નહીં કાપવાનો લીધો નિર્ણય, આ છે કારણ