Bollywood/ એક્ટ્રેસ ગૌહર ખાનના પિતા ઝફર અહમદ ખાનનું થયું નિધન, લાંબા સમયથી હતા બીમાર

અભિનેત્રી ગૌહર ખાનના પિતા ઝફર અહેમદ ખાનનું આજે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તાજેતરમાં જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો હતો અને તેના તમામ પ્રિયજનોને તેના પિતા માટે પ્રાર્થના કરવા વિનંતી કરી હતી અને ભાવૂક ટ્વીટ પણ કરી. ગૌહરના નજીકના મિત્ર પ્રીતિ સિમોસે […]

Entertainment
zafar એક્ટ્રેસ ગૌહર ખાનના પિતા ઝફર અહમદ ખાનનું થયું નિધન, લાંબા સમયથી હતા બીમાર

અભિનેત્રી ગૌહર ખાનના પિતા ઝફર અહેમદ ખાનનું આજે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તાજેતરમાં જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો હતો અને તેના તમામ પ્રિયજનોને તેના પિતા માટે પ્રાર્થના કરવા વિનંતી કરી હતી અને ભાવૂક ટ્વીટ પણ કરી.

ગૌહરના નજીકના મિત્ર પ્રીતિ સિમોસે આ દુખદ સમાચાર તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે અને તેને યાદ કર્યા છે. પ્રીતિએ એક વીડિયો શેર કર્યો છે, તેમણે લખ્યું, “મારા ગૌહરના પપ્પા. એવા જેમને હું પ્રેમ કરું છું …તેઓને પૂરા આદર સાથે યાદ કરવામાં આવશે. પરિવાર સાથે મારી સંવેદના અને પ્રેમ.”

 

View this post on Instagram

 

A post shared by Preeti Simoes (@preeti_simoes)


ગયા વર્ષે પણ ગૌહરના પિતાને સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માત્ર બે દિવસ પહેલા જ ગૌહરે સોશિયલ મીડિયા પર તેના લગ્નની એક તસવીર શેર કરી હતી, જેમાં તે તેના પિતા સાથે જોવા મળી હતી. ફોટો પોસ્ટ કરતા તેમણે લખ્યું, ” એક પિતાનો પ્રેમ, આશીર્વાદ, ઝફર અહેમદ ખાન, હું તમને ખૂબ પ્રેમ કરું છું. મારા બહાદુર પાપા.”

ગૌહરના પિતાના અવસાનના સમાચાર સાંભળીને જય ભાનુશાળી, માહિ વિઝ, સુગંધા મિશ્રા સહિત ઘણા લોકોએ તેમના આત્માની શાંતિ માટે પ્રાથના કરી છે. ગૌહરના પતિ ઝૈદ દરબાર પણ આ મુશ્કેલ સમયમાં તેમનો સાથ આપતો નજરે પડે છે.

 

View this post on Instagram

 

A post shared by GAUAHAR KHAN (@gauaharkhan)


તાજેતરમાં તેમણે તેમના સસરાના વધુ સારા સ્વાસ્થ્ય માટે વિનંતી કરી અને કહ્યું કે, કૃપા કરીને મારા સસરાને હંમેશા યાદ કરો. અલ્લાહ તેમને વધુ સારી તંદુરસ્તી આપે. આમીન! “