અવસાન/ સીરિયલ જોધા અકબરની એક્ટ્રેસ મનીષા યાદવ ઉર્ફે સલીમા બેગમનું નિધન

જોધા અકબરમાં સલીમા બેગમની ભૂમિકા માટે જાણીતી અભિનેત્રી મનીષા મન્નુ યાદવનું 1 ઓક્ટોબરના રોજ નિધન થયું હતું. તેમના મૃત્યુનું કારણ હજુ બહાર…

Entertainment
મનીષા યાદવ

ઝી ટીવીનો શો જોધા અકબરમાં સલીમા બેગમની ભૂમિકા માટે જાણીતી અભિનેત્રી મનીષા યાદવ નું 1 ઓક્ટોબરના રોજ નિધન થયું હતું. તેમના મૃત્યુનું કારણ હજુ બહાર આવ્યું નથી, જોકે સૂત્રોનું કહેવું છે કે તેમનું મૃત્યુ બ્રેઇન હેમરેજથી થયું છે. શોમાં જોધાનું પાત્ર ભજવનાર પરિધિ શર્માએ આ સમાચારની પુષ્ટિ કરી હતી. તેણીએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેની તસવીર શેર કરી અને લખ્યું, “આ સમાચાર ખૂબ જ હૃદયદ્રાવક છે, RIP @manisha_Mann”

આ પણ વાંચો : લગ્નના 4 વર્ષ બાદ સામંથા અક્કીનેની અને નાગા ચૈતન્યનો તુટ્યો નાતો, થયા અલગ

પરિધિ શર્માએ એક ખાનગી માધ્યમ સાથે વાત કરતા જણાવ્યું કે ‘શો ઓફ-એર થયા બાદ હું સતત મનિષા યાદવ ના સંપર્કમાં નહોતી. પરંતુ અમારું એક વોટ્સએપ ગ્રુપ છે, જેનું નામ મુગલ છે અને શોમા જે બેગમ બની હતી તે તમામ એક્ટ્રેસિસ ગ્રુપનો ભાગ છે. તેથી, આ રીતે અમે સંપર્કમાં રહીએ છીએ. જો કોઈના જીવન અંગે શેર કરવાનું મહત્વનું લાગે તો ગ્રુપમાં કહીએ છીએ . મને ગ્રુપ થકી જ ગઈકાલે તેના નિધનની જાણ થઈ હતી અને મને આંચકો લાગ્યો હતો’.

આ પણ વાંચો : જંગલ થીમ પર તૈયાર આલિશાન ઘર જુઓ વીડિયોમાં

મનિષા યાદવ નો દીકરો જૂન મહિનામાં એક વર્ષનો થયો હતો, જેના બર્થ ડેનું સેલિબ્રેશન તેણે ધામધૂમથી કર્યું હતું અને તસવીરો પણ શેર કરી હતી. તેની સાથે લખ્યું હતું ‘મારા કિંમતી બાળકને પહેલા જન્મદિવસની શુભેચ્છા. મારા નાનકડા દીકરા તું સાચેમાં કપરા વર્ષમાં મારા જીવનમાં પ્રકાશ બનીને આવ્યો છે. તારી મમ્મી બની તે માટે આભારી છું. આઈ લવ યુ સો મચ’.

જૂન મહિનામાં મનિષા યાદવ ને કોવિડ-19ની રસીનો પહેલો ડોઝ લીધો હતો. તેની પણ તસવીર તેણે શેર કરી હતી અને લખ્યું હતું ‘આભારે આજે કોવિડ-19ની રસીનો પહેલો ડોઝ લઈ લીધો…ખુશી છે કે તે વધારે વાગી નહીં…જલ્દીમાં જલ્દી રસી લઈ લો. આપણે આ સ્થિતિમાં સાથે છીએ’.

આ પણ વાંચો :મિલિંદ સોમને ગુજરાતમાં માણી છકડાની સવારીની મજા, પત્ની સાથે શેર કરી તસ્વીર

આ પણ વાંચો :અમિતાભ બચ્ચનને પગમાં ફેક્ચર હોવા છતાં KBC ના સેટ પર પહોંચ્યા શુટિંગ કરવા

આ પણ વાંચો :ગ્લોબલ અચીવર્સ એવોર્ડ મેળવનાર આ પ્રથમ ભારતીય અભિનેત્રી બની..