Not Set/ ગાંધીજી અને શાસ્ત્રીજી એટલે નૈતિકતા અને સાદગીનું પ્રતિક

ગાંધીજીએ અહિંસાના શસ્ત્ર વડે દેશને અંગ્રેજાેની ગુલામીમાંથી મુક્ત કરાવ્યો. શાસ્ત્રીજીએ સેનાની સહાય વડે પાકિસ્તાનને પાઠ ભણાવ્યો તો અમેરિકા સામે પણ ભારતની ખૂમારી જાળવી બતાવી

India Trending
રાષ્ટ્રપિતા mahatma gandhi n shahstriji

દેશ જ્યારે આઝાદીનું અમૃત પર્વ ઉજવી રહ્યો છે ત્યારે આપણે દેશને અંગ્રેજાેની ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે સલ્તનત સામે જંગ ખેલનારા હજારો નરબંકાઓ અને રણચંડી સમી નારીશક્તિને યાદ કરવી જ પડે. ૧૯૫૭ના વિપ્લવથી શરૂ થયેલી ક્રાંતિ લોકજુવાળમાં તો ૧૮૯૦ બાદ ફેરવાઈ હતી અને ૧૯૪૨ના ક્વીટ ઈન્ડિયા આંદોલન સાથે પરાકાષ્ટાએ પહોંચી હતી અને આખરે દેશને આઝાદી મળી. પોરબંદરનો વણિય યુવાન દક્ષિણ આફ્રિકા જાય છે ત્યાં ગોરા હાકેમોએ તેનું અપમાન કર્યું. આ યુવાન તે વખતે કશાંક મક્કમ નિર્ણય સાથે ભારત પરત ફર્યો એ દેશને ગુલામીની ઝંઝીરોમાંથી મૂક્ત કરાવવા માટે અભિયાન છેડ્યું અને સમગ્ર દેશમાં લોકજાગૃતિનો પ્રચંડ જુવાળ ઉભો કર્યો. આ યુવાન બીજું કોઈ નહિ પણ પોરબંદરમાં જન્મેલ મોહનદાસ કરમચંદ ગાંધી હતા જે પાછળથી ગાંધીજી, મહાત્મા ગાંધી અને પછી રાષ્ટ્રપિતા પણ કહેવાયા.

jio next 5 ગાંધીજી અને શાસ્ત્રીજી એટલે નૈતિકતા અને સાદગીનું પ્રતિક
આઝાદી બાદ આ મહાત્મા કટ્ટરવાદી વિચારધારાના પ્રતિક સમા ગોડસેની ગોળીનો શિકાર બન્યા. શહીદ થયા ત્યારે પણ તેના મોઢામાંથી એક જ શબ્દ નીકળ્યો હતો. જે ‘હે રામ’ હતો. સ્વાતંત્ર્ય જંગની સભાઓ દરમિયાન દેશના હજારો ગરીબોની હાલત જાેઈ દ્રવિત થયેલા દુઃખી થયેલા ગાંધીજીએ માત્ર ધોતી પહેરવાનું શરૂ કર્યું. સમય જતાં તે તેમની ઓળખ બની ગઈ. સાદાઈ એ મહાત્મા ગાંધીનો પર્યાય હતો. સત્ય અને સત્યાગ્રહ એ તેમનું શસ્ત્ર હતું. અહિંસા એ તેમનું બીજું મોટું શસ્ત્ર હતું. ‘વૈષ્ણવ જન તો તેને કહીએ’ એ નરસિંહ મહેતા રચિત પદ તેમનું પ્રિય ભજન હતું. ગાંધીજીએ આઝાદી બાદ ધાર્યુ હોત તો દેશમાં હોદ્દો મેળવી શક્યા હોત. પરંતુ તેમણે હોદ્દા બીજાને સોંપ્યા. તેમના બે શિષ્યો પૈકી એક પંડિત જવાહરલાલ નહેરૂને વડાપ્રધાન બનાવ્યા અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ ગુરૂ ગાંધીજીની ઈચ્છા મુજબ ગૃહપ્રધાન બની ૫૦૦થી વધુ રજવાડાઓના વિલીનીકરણ સાથે દેશની એકતાના પ્રતિક બન્યા. આ કાંઈ જેવી તેવી સિદ્ધિ તો હરગીઝ ન કહેવાય. ગાંધીજીની સાદગી અને જીવન એક આદર્શ હતું. ઘણાં નિષ્ણાતો કહે છે તે પ્રમાણે તેમનું જીવન એ જ તેમનો સંદેશ હતો.

મહાત્મા ગાંધી

રાષ્ટ્રપિતા ગાંધીજી પ્રથમવાર વિદેશ ગયા ત્યારે વકીલ યુવાન હતાં. પછી સત્યાગ્રહી બન્યા અને પછી રાષ્ટ્રપિતા બન્યા. ગાંધીજીનેે માત્ર સ્વાતંત્ર્યસેનાની તરીકે જ યાદ કરવા તે યોગ્ય નથી. તેમની સાદગી અને મૂલ્યો માટે યાદ કરવા જાેઈએ. અહિંસા એ તેમનું અમોધ શસ્ત્ર હતું. આંદોલન દરમિયાન જ્યારે ચોરીચોરામાં હિંસા થઈ ત્યારે વ્યથિત ગાંધીજી આંદોલનને મોકૂફ રખાવી ઉપવાસ પર બેસી ગયા હતા. જ્યારે આંઝાદી મળી તે પહેલા અંગ્રેજાેએ કરેલા કોમવાદના બીજના વાવેતરરૂપે દેશના ભાગલા થયા ત્યારે થયેલી હિંસાખોરીના સમયે પણ ગાંધીજીએ ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું હતું. ઘણા પરિબો ભારતમાં એવા હતાં કે જે પ્રારંભમાં ગાંધીજીની ટીકા કરતાં હતા. હવે આવા જ પરિબળો આજે ગાંધીજીના ભક્ત બની ગયા હોય તેમ ગાંધીજયંતિ પ્રસંગે કાર્યક્રમો આપી રહ્યા છે. રાષ્ટ્રપિતા ગાંધીજીએ કોંગ્રેસના મંચ પરથી આઝાદીનો જંગ શરૂ કર્યો હતો છતાં ગાંધીજી કોંગ્રેસી નહોતા. તેમણે આઝાદી બાદ કોંગ્રેસના વિસર્જનની વાત કરી હતી તેવી વાત અંગે તે વખતના અખબારો કરે છે કે તેમણે કોંગ્રેસના વિસર્જનની નહિ પણ નવસર્જનની વાત કરી હતી.

hghg ગાંધીજી અને શાસ્ત્રીજી એટલે નૈતિકતા અને સાદગીનું પ્રતિક
mantavyanews.com

જાે કે કમનસીબી એ છે કે આપણા રાજકારણીઓએ રાષ્ટ્રપિતા ગાંધીજીના નામનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે. પહેલાના શાસકોએ ફાયદો ઉઠાવ્યો છે અને હાલના શાસકોએ પણ ઉઠાવ્યો છે. ગાંધીજી અને ગાંધીમૂલ્યોને આટલા વર્ષો પછી અમેરિકાના પ્રમુખ જાે બાઈડન યાદ કરે છે. વિશ્વને ગાંધીમૂલ્યોની જરૂરત હોવાનું કહે છે. વિશ્વના ૧૦૦ કરતાં વધુ દેશોમાં ગાંધીજીના સ્મારકો છે. ગાંધીમૂલ્યોનો પ્રચાર અને પ્રસાર છે પરંતુ પોતાના મૂલ્યોના પ્રચાર માટે કે પોતાની ખ્યાતિ માટે તેમણે ક્યારેય વિદેશપ્રવાસ કર્યો નથી કે અત્યારના જમાનામાં થાય છે તેવું માર્કેટીંગ કર્યું નથી. ગાંધીજીની કલ્પના મુજબનું રામરાજ્ય આઝાદીના ૭૫ વર્ષ સુધી આવ્યું નથી. ગાંધીજી સત્યાગ્રહ અને સ્વચ્છતા નહિ પરંતુ નાનામાં નાના માનવી સુધી વિકાસના ફળ પહોંચે તેના મનની વાત સંભળાય અને ભય અને ભૂખ વગર સુરક્ષિત જીવન જીવી રામરાજ્યનો અનુભવ કરી શકે તેમ ઈચ્છતા હતાં. ગાંધીજી અને તેમના પ્રિય શિષ્ય સરદાર વલ્લભભાઈ પટેલે પોતાનો પ્રચાર કર્યો નથી. તેમનું જીવન એ જ તેમનો સંદેશ હતો. દેશના રાજકારણીઓએ ગાંધીજીના નામનો ઉપયોગ સત્તાની સીડી તરીકે કર્યો છે. પણ તેમના એક પણ આદર્શોનું પાલન કર્યું નથી.

e0aa97e0aabee0aa82e0aaa7e0ab80e0aaa8e0aa97e0aab0 e0aaaee0aab9e0aabee0aaa4e0ab8de0aaaee0aabe e0aaaee0aa82e0aaa6e0aabfe0aab0e0aaae ગાંધીજી અને શાસ્ત્રીજી એટલે નૈતિકતા અને સાદગીનું પ્રતિક ગાંધીજી અને શાસ્ત્રીજી
ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂનું ૧૯૬૪ની ૨૬મી મે ના રોજ અવસાન થયું ત્યારબાદ તેમના જ પ્રધાનમંડળના એક સભ્ય હતા તેવા અલાહાબાદમાં જન્મેલા રાજપુરૂષ લાલબહાદુર શાસ્ત્રીએ દેશનું સુકાન સંભાળ્યું. શાસ્ત્રીજી બહું ટૂંકા ગાળા માટે દેશના વડાપ્રધાન રહ્યાં પણ તેમણે જે નામના અને પ્રસિદ્ધી મેળવી તેવી ટૂંકા ગાળામાં ભાગ્યે જ કોઈ વડાપ્રધાને મેળવી હશે. ૧૯૬૫માં પાકિસ્તાને ભારત પર આક્રમણ કર્યું. શાસ્ત્રીજીએ પાકિસ્તાનને બરાબર જવાબ આપ્યો. શાસ્ત્રીજીની હાકલ પ્રમાણે સેનાની ત્રણેય પંખની જવાનોએ મર્યાદિત અને ટાંચા સાધનો હોવા છતાં જનરલ અયુબખાનની સેનાને જડબાતોડ જવાબ આપ્યો. બેઠી દડીના અને ખાદીના કપડા અને માથે ગાંધી ટોપી એ જેમનો પહેરવેશ હતો તે શાસ્ત્રીજી વામન હોવા છતાં વિરાટ બની ગયા. તેઓ ગરીબ વિદ્યાર્થી તરીકે આગળ વધી દેશના વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા હતાં. ગાંધીજીના આદર્શોનુ તેમણે છેક સુધી પાલન કર્યું હતું. શાસ્ત્રીજી રેલવેપ્રધાન હતાં ત્યારે દેશમાં રેલવે અકસ્માત થયો. આ મૂલ્યનિષ્ઠ રાજપુરૂષે નાના કે મોટા રેલવે કર્મચારીઓ પર દોષનો ટોપલો ઢોળવાને બદલે પોતે રાજીનામું ધરી દીધું. અત્યારના રાજકારણીઓએ શાસ્ત્રીજી પાસેથી નૈતિક મૂલ્યોની વાત શીખવાની જરૂરત છે. અમેરિકા આઝાદી બાદ લગભગ પાકિસ્તાનની તરફેણ કરતું આવ્યું છે. ભારતમાં અત્યારની જેમ પોતાનું ધાર્યું થાય તેવું અમેરિકા વર્ષોથી ઈચ્છે છે. પહેલા પણ ઈચ્છતું હતું. ભારત પર પ્રતિબંધો લાદવા અમેરિકાના તે વખતના શાસકોએ ઘઉં આપવાનું બંધ કર્યું. શાસ્ત્રીજીએ મક્કમતાથી અમેરિકાને જવાબ આપ્યો. તે વખતના અમેરિકી શાસકોના પ્રતિબંધક પગલાં સામે દેશની પ્રજાની મક્કમતાનો પડઘો પાડવા અમેરિકાના પ્રવાસે જવાનું માંડી વાળ્યું. તે વખતે તેમણે પ્રવાસ મોકૂફ કેમ રાખ્યો ? તેવું કોઈકે પૂછ્યું ત્યારે મક્કમતાથી કહી દીધું કે પ્રવાસ મોકૂફ નથી રાખ્યો રદ કર્યો છે. ભારત અમેરિકા પર આધારિત દેશ નથી. તેમણે સોમવારે એકટાણુ કરવાની અપીલ કરેલી જે કરોડો નાગરિકોએ અપનાવી હતી અને ભારતને અન્નના મોરચે સ્વાવલંબી બનાવવા તેમણે યોજના બનાવી. જેનો અમલ ભલે તેમના અનુગામી વડાપ્રધાન શ્રીમતી ઈંદિરા ગાંધીના સમયમાં શરૂ થયો હોય પરંતુ હરિયાળી ક્રાંતિના પાયામાં શાસ્ત્રીજી હતાં. કદમાં વામન છતાં વિરાટ વ્યક્તિત્વ ધરાવતા શાસ્ત્રીજીનું તાસ્કંદ કરાર બાદ અવસાન થયું. તેઓ નથી પણ તેમણે પાકિસ્તાન અને અમેરિકાને આપેલી લડત અને સાદગી માટે લોકો હંમેશા યાદ કરે છે.
મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ બીજી ઓક્ટોબરે છે તો તેમના શિષ્ય અને તેમના જેવી જ સાદગી અને નૈતિક મૂલ્યો અપનાવનાર શાસ્ત્રીજીની જન્મજયંતિ પણ બીજી ઓકટોબરે જ છે. આ બન્ને મહાપુરૂષોને આ પ્રસંગે વંદન કરીએ.

મહાભારત / એકલવ્યનો જન્મ શ્રી કૃષ્ણના હાથે મૃત્યુ પામ્યા બાદ દ્રૌપદીના ભાઈ તરીકે થયો હતો

સર્વ પિતૃ અમાવસ્યા 2021 / જાણો સર્વ પિતૃ અમાવસ્યા ક્યારે છે? અને આ દિવસે શ્રાદ્ધ કરવાનું મહત્વ

મિત્રતા / જાણો તમારી કુંડળીના ગ્રહોથી તમારો મિત્ર કેવો હશે

રત્ન ભંડાર / રત્નોથી પણ ઘણા રોગોની સારવાર શક્ય છે, જાણો નવગ્રહોના મુખ્ય રત્નો

ધર્મ / જાણો શા માટે કરોડો લોકો શ્રી કૃષ્ણમાં વિશ્વાસ કરે છે

હિન્દુ ધર્મ / શ્રી રામ અને શ્રી કૃષ્ણની યુદ્ધ નીતિમાં તફાવત